________________
હઠથી, અભિમાનથી, વિનયથી, શૃંગારકે કીર્તિ માટે, દુઃખથી, કુતૂહલથી, વિસ્મયથી, વ્યવહારથી, ભાવથી, કુલાચારથી કે વૈરાગ્યથી અસમ (= અજોડ એવા શ્રી) જૈનધર્મને જેઓ ભજે છે તેઓને અમાપ ફળ પ્રાપ્ત થાય છે.” આ શાસ્ત્રકારે પછી આ શ્લોકના પ્રત્યેક પદની વ્યાખ્યા અને અમાપ ફળ પામેલાનાં દષ્ટાન્તો મૂક્યા છે.
જે લોકો ઉપદેશ તરંગિણીકારના આ નિરૂપણ સામે “આજે તો ગમે તે રીતે ધર્મ કરો તો પણ અમાપ ફળ મળે’ આવું કહેનારા ઉપદેશકો પાક્યા છે...' વગેરે વગેરે જેમ ફાવે તેમ અસભ્ય ભાષામાં બોલ્યા કરે છે તેઓ આ શાસ્ત્રકારોની કેવી ઘોર અવજ્ઞા કરી રહ્યા હશે એ તો જ્ઞાની જાણે. ભરતેશ્વરવૃત્તિ શાસ્ત્રનો પ્રાચીન શ્લોક શું કહે છે?
(૧૪) શ્રી રત્નમંદિરગણિ પછી થયેલા શ્રી શુભશીલગણિ મહારાજ પણ ભરત બાહુબલી વૃત્તિ ગ્રન્થમાં નિર્ભયપણે એ જ શ્લોક ટાંકી ઉપરોક્ત હકીક્તનું પુનરુચ્ચારણ અને સમર્થન કરે છે. તથા સવાસો ગાથાનું સ્તવન” શું કહે છે? :
(૧૫) મહોપાધ્યાય શ્રી યશોવિજય મહારાજ પણ સવાસો ગાથાના સીમંધર સ્વામીના સ્તવનમાં સાતમી ઢાળમાં શ્રી મહાનિશિથ સૂત્રના ઉલ્લેખ સાથે લજજાદિથી કરાતા ધર્મનું સમર્થન કરતા અંગુલિનિર્દેશ -
“તે કારણ લજ્જાદિકથી પણ શીલ ધરે જે પ્રાણીજી; ધન્ય તેહ કૃતપુણ્ય કૃતારથ, મહાનિશીથે વાણીજી”
આ શબ્દોમાં જ્યારે કરી રહ્યા હોય ત્યારે એ બધા મહાપુરુષોની સામે બાંધેભારે યદ્રા તા લખનારા કે બોલનારા અને પોતાના જ વચનને જિનની વાણી કે મહાવીરનું શાસન હોવાનો દાવો રાખનારાઓને ખચકાટ થતો હશે કે નહીં એ પ્રશ્ન છે. કદાચ કોઈ ઊંડે ઊંડે શુભ આશયથી એવું બોલતા-લખતા હોય તો સૌ પ્રથમ તો તેઓએ “ધર્મબિંદુ શાસ્ત્રમાં કહેલી દેશના વિધિનો અભ્યાસ કરવાની જરૂર છે.
(૧૪૨)
એટલે જે લોકો સભાને વિભ્રમમાં નાખવા માટે વારે ઘડીએ બોલ્યા કરે છે કે - “જે સમકતી હોય તે ધર્મ પાસે મોક્ષ સિવાય બીજું કશું માંગે ખરો ? સંસારનું સુખ તો પાપ છે, એ પાપ વધારવા માટે ધર્મ કરે ખરો?”.... ઇત્યાદિ લાંબાચોડા પ્રશ્નો કર્યા કરે છે તે લોકો શ્રોતાઓને ઢસઢી ઢસડીને નિશ્ચય તરફ લઈ જવાનો દુરાગ્રહ સેવી રહ્યા છે, અને અશાસ્ત્રીય પ્રેરણા કરી રહ્યા છે. કારણ કે એનાથી કદાચ એકાદ-બે શ્રોતા નિશ્ચય પ્રત્યે ખેંચાઈ આવે ખરા, પણ બાકીનાં કે જેઓને હજુ વ્યવહારનયના સમ્યત્વના પણ ઠેકાણાં નથી, એ બધાને બુદ્ધિભેદ થવાનો ઘણો સંભવ રહે છે. એવા ઉપદેશકોએ તો સમજી રાખવું જોઈએ કે --
સ્યાદ્વાદ-કલ્પલતા શાસ્ત્ર શું કહે છે? :(૨૪) ‘શાસ્ત્રવાર્તા-સમુચ્ચય'-શાસ્ત્રની “સ્યાદ્વાદ-કલ્પલતા’ - ટીકામાં ઉપાધ્યાયજી મહારાજ ન્યાયદર્શનની ‘બલવઅનિષ્ટ-સાધનતાનું જ્ઞાન પ્રવૃત્તિમાં પ્રતિબંધક છે” એ એકાન્ત માન્યતાનું ખંડન કરતાં લખે છે કે “કોઈક સમકિતી જીવ ‘વ્યભિચાર એ નરકાદિ બલવદ્ અનિષ્ટનું કારણ છે” એમ જાણવા છતાં એમાં પ્રવૃત્તિ કરે છે ત્યાં માનવું જોઈએ કે પ્રતિબંધકની હાજરીમાં પણ ઉત્કટ વિષયરાગ ઉત્તેજક છે, ને એ દુરાચાર પ્રવૃત્તિ કરાવે છે. આમ
સમ્યકત્વની હાજરીમાં પણ ઉત્કટરાગ ઉત્તેજક હોવાથી વિષયસુખની આકાંક્ષાઓ જનમવાનો સંભવ ટળી ગયો નથી. એટલે તો લોકોનો વિષયરાગ કેમ ઘટે, એ તરફ એમનું લક્ષ દોરવું જોઈએ કે - ‘વિષયો ભૂંડા છે, ઝેર જેવા છે, એની ઇચ્છા રાખવા જેવી નથી, ગમે એટલા ભોગવીએ તોય તૃપ્તિ થવાની નથી, ધર્મ કરીને મેળવેલા વિષયો પણ શાશ્વત રહેવાના નથી. ક્ષણિક વિષયસુખોમાં લોભાવાને બદલે શાશ્વત સુખ મેળવવા માટે પ્રયત્નશીલ બનવું જોઈએ” આવું બધું કહેવાય તો વિષયરાગ ઘટતા નિશ્ચય તરફ પ્રગતિ થાય. પણ એવું કહેવાને બદલે ‘વિષયસુખ માટે ધર્મ કરનારા તમે રીબાઈ રીબાઈને દુઃખી દુઃખી થઈ જશો... વિષયરાગથી કરેલો ધર્મ ભવના ફેરા વધારનારો છે’.... ઇત્યાદિ શાસ્ત્રવિરુદ્ધ ગોખાવ્યે રાખીને ધર્મ પ્રત્યે દુર્ભાવ પેદા કરવાનો
(૧૫૧)