SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ કોઈ અર્થ નથી. “મોક્ષનો આશય ન ભળે તો ધર્મ અધર્મ કરતાં પણ વધારે નુકશાન કરે. મોક્ષની ઇચ્છા વગરનો ધર્મ પણ ભૂંડો’. . . આવા બધા ભારપૂર્વકના કરેલા મનઘડંત આવેશપૂર્ણ વિધાનો પણ એકાન્તિક નિશ્ચયનયના દુરાગ્રહનું જ પરિણામ જણાય છે. પ્ર૦ - પૂજ્યપાદ હરિભદ્રસૂરિ મહારાજ - વિરચિત ‘ઉપદેશપદ’ શાસ્ત્રમાં વ્યાખ્યાનકાર શ્રી મુનિચંદ્રસૂરિજી મહારાજ, વજસ્વામી મહારાજના ચરિત્રમાં શું કહે છે ? ઉ – વ્યાખ્યાનકાર મુનિચંદ્રસૂરિજી મહારાજ શું કહે છે – (૨૫) એઓશ્રી વજસ્વામી મહારાજના ચરિત્રમાં ધર્મ નિત્ય (હરહંમેશ) સુંદર હોવાનું જણાવે છે. જુઓ શ્રી મહાવીરસ્વામી ભગવાન એ કથાના ૨૨ મા શ્લોકમાં જણાવે છે કે ‘ધર્મ કરવાનો અનુપમ અવસર મળ્યો છે, તેને વ્યર્થ ગુમાવવો જોઈએ નહીં.' તથા શ્રી ગૌતમસ્વામી મહારાજ વજસ્વામીના જીવ તિર્યઝૂંભકદેવને શ્લો૦ ૭૭માં કહે છે કે ધર્મ હંમેશાં રમ્ય છે. સુખોની જન્મભૂમિ છે. શ્રદ્ધાથી શુદ્ધ એવા ધર્મને પંડિતલોકોએ પીછાણ્યો છે. પ્ર૦ - વજસ્વામી મહારાજ પોતે શું જણાવે છે ? ઉ૦ – વજસ્વામી મહારાજ, પોતાને એની દિકરી રુક્મણીને પરણાવવા આવેલા શ્રેષ્ઠિને વિષયો ભૂંડા જણાવ્યા પછી શ્લો૦ ૩૦૨ માં કહે છે કે ‘તમારી દિકરીને જો મારો ખપ હોય તો દીક્ષા લે.' જોઈ લો... ‘મોક્ષનો ખપ હોય તો’ આમ કહેવાને બદલે ‘મારો ખપ હોય તો’ દીક્ષાધર્મ આદરવાનું જણાવ્યું તે શું વજ્રસ્વામી મહારાજે એને અધર્મ કરાવવા કહ્યું હશે ? રીબાઇ રીબાઇને મારવા કહ્યું હશે ? વજસ્વામીજી મ. શું કહે છે ? : પ્ર૦ શું એમણે ૨૬૨મી ગાથામાં ધર્મ પરિણામે સુંદર નથી, કિંપાફલ જેવો વિ૨સ છે’ એમ નથી કહ્યું ? (૧૫૨) મૌન રહેવાને બદલે દ્વૈપાયનના ભાવી ઉપદ્રવથી બચવા માટે દ્વારિકાના લોકોને જિનપૂજા આયંબિલ વગેરે ધર્મ કરવાનું ઉપદેશ્યું, (જુઓ ‘પાંડવચરિત્ર’) અને દ્વારિકાના લોકોએ ૧૧ વરસ સુધી એ પ્રમાણે કર્યું, તો શું ભગવાનને વિષક્રિયા વગેરેની ખબર નહીં હોય ? જાણ્યા વગર અને સમજ્યા વગર જેઓ ધર્મક્રિયાને વિક્રિયાના લેબલો માર્યા કરે છે તેઓને શું ભગવાન નેમનાથ કરતાં વધારે ડાહ્યા સમજવા ? પ્ર૦- શું તમે એમ કહેવા માંગો છો કે “મરજીમાં આવે તેમ મંદિરઉપાશ્રયમાં ધર્મ કરો તો પણ કલ્યાણ થાય.'' ? ઉ∞-સ્વપક્ષપુષ્ટિ માટે મરજીમાં આવે ને ફાવે તેમ તોફાનો કરવા – કરાવવા માટે ઢંગધડા વગરનો ધર્મ કરવાથી-કરાવવાથી કે ફાવે તેમ બોલવાથી ધર્મ થાય એવું કોઈ ભવભીરુ ઉપદેશક કહે ખરા ? ભવભીરુ ઉપદેશકો તો એમ કહે છે કે કોઈપણ રીતે કરેલો ધર્મ નિષ્ફળ જતો નથી એનાથી મહાલાભ થાય જ છે. જુઓ ‘ઉપદેશ તરંગિણી’ શાસ્ત્ર શું કહે છે ? : (૧૩) ઉપદેશ તરંગિણી ગ્રન્થમાં શ્રી રત્નમંદિરગણી મહારાજ કહે છે કે (પૃ. ૨૬૭) “દરેક રીતે કરેલો ધર્મ મહાલાભ માટે થાય છે” - “ િવદુના ! ધર્મ: સર્વ પ્રાર: તો મહાજ્ઞામાય મતિ.’ તથા એ જ મહાપુરુષ પૃ. ૨૧૯ ઉપર કહે છે ‘કિં બહુના ! યેન કેન પ્રકારેણ પૂજા કૃતા ન નિષ્કલા' - શું ઘણું કહેવું ? કોઈ પણ પ્રકારે કરેલી શ્રી જિનપૂજા નિષ્ફળ હોતી નથી, એટલે જ તેઓશ્રી પૃષ્ઠ ૨૬૪ ઉપર કહે છે - लज्जातो भयतो वितर्कवशतो मात्सर्यतः स्नेहतो લોમાદેવ હામિમાન-વિનય-શૃંગાર- હીર્વાતિ: | दुःखात् कौतुक-विस्मय-व्यवहृतेर्भावात् कुलाचारतः । वैराग्याच्च भजन्ति धर्ममसमं तेषाममेयं फलम् ॥ અર્થ - “લજ્જાથી, ભયથી, વિતર્કવશ, મત્સરથી, સ્નેહથી, લોભથી, (૧૪૧)
SR No.008878
Book TitleIshtafal Siddhi Prakaranam
Original Sutra AuthorN/A
AuthorPadmasenvijay
PublisherMehul Jain Mitra Mandal Ahmedabad
Publication Year2008
Total Pages91
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy