________________
ઉ0 અરે ! પુણ્યવાનો ! એ જે કહ્યું છે એ તો કેવલિભાષિત જૈનધર્મને ઉદેશીને નહીં, પણ અજ્ઞાનકાદિ દ્વારા કરાતા કમઠાદિ જેવા તાપસાદિ ધર્મોને ઉદ્દેશીને કહ્યું છે; જૈન (જિનોક્ત) ધર્મને ઉદ્દેશીને હરગીજ નહીં.
આ તો તમે જગલાને બદલે ભગલાને કૂટી મારવાનો ધંધો કરી રહ્યા હો એમ લાગે છે.
અમે તો નક્કર શાસ્ત્રપાઠોના આધાર પર ખાત્રીપૂર્વક કહીએ છીએ કે ભગવાને ભાખેલા ધર્મને ભૂંડો કહેવાનું દુઃસાહસ આજ સુધી કોઈ સુવિહિત આચાર્ય ભગવંતે કર્યું નથી. કોઇને આંખ ન હોય તો તેને સજજનો પ્રજ્ઞાચક્ષુ કહે છે, પણ આંધળો નથી કહેતા. એમ મલિન આશયથી પરિણામે સુંદર ન નીવડનારા ધર્મને પણ (જિનોક્ત હોવાથી)શાસ્ત્રકારો ‘ભૂંડો’ કહેતા નથી...
પ્ર0 - આવું તમે શાના આધારે કહો છો? | ઉ0- જુઓ કલિકાલ સર્વજ્ઞ ભગવંત શ્રી યોગશાસ્ત્રમાં (૨/૧૩) સ્પષ્ટ કહ્યું
ઉ૦-પ્રગટ મોક્ષનો આશય હોય તો જ તે ધર્મ ભાવવાળો બને એવું એકાન્ત માનવું ભૂલ ભરેલું છે.
કૂપ દષ્ટાન્ત’ શાસ્ત્ર શું કહે છે? :
પૂ. ઉપાધ્યાયજી મહારાજ ‘કૂપ દષ્ટાન્ત-વિશદીકરણ' નામના ગ્રન્થમાં લખે છે કે “ન ૫ સર્વોપ ગિનપૂના પ્રાધાન્યનૈવ દ્રવ્યરૂપ, પૂર્વ–પ્રતિસંથાનविस्मय-भवभयादिवृद्धि- भावाऽभावाभ्यां द्रव्य-भावेतरविशेषस्य तत्र तत्र પ્રતિપાદ્રિનાત્ ' તાત્પર્ય, ધર્મક્રિયા કરતી વખતે ઉલ્લાસ, રોમાંચ, વિસ્મય, અપૂર્વતાનું અનુસંધાન, આદર-બહુમાન, ભવભયાદિવૃદ્ધિ વગેરે... આ દરેક ભાવાન્તર્ગત જ છે.
પ્ર - મોક્ષના પ્રગટ આશય વિના આ બધું હોય?
ઉ0 - જરૂર હોઈ શકે છે. દા.ત. પુ0 પ્રબન્ધ સંગ્રહ શું કહે છે?:
(૧૧) શ્રી કૃષ્ણ મહારાજે જાહેર કર્યું કે આવતી કાલે પ્રભાતે સૌથી પહેલાં શ્રી નેમિનાથ ભગવાનને વંદન કરે તેને હું મારો પટ્ટઅશ્વ ઈનામ આપીશ આ સાંભળીને પટ્ટાશ્વ મેળવવા માટે (૧) પાલક વહેલી સવારે ઊઠીને શ્રી નેમનાથ ભગવાનને વંદન કરવા દોડ્યો, જ્યારે (૨) શામ્બ સવારે ઊઠીને ત્યાંજ રહી ભગવાનની દિશામાં સાત આઠ ડગલાં આગળ જઈ ભક્તિભાવથી વંદન કરે છે. શ્રી કૃષ્ણ ભગવાનનેમનાથને ‘પહેલી વંદના કોણે કરી ?' એવો પ્રશ્ન પૂછે છે, ત્યારે ખુદ નેમનાથ ભગવાન કહે છે કે ‘દ્રવ્યથી પાલકે કરી, અને ભાવથી શામ્બે પહેલી વંદના કરી.’ મોક્ષના પ્રગટ આશય વિના ભાવ હોય જ નહીં એવું માનનારા અહીં શું કહેશે ? પટ્ટઅશ્વ મળવાની આશાથી શાખે જે સવારે વંદના કરી, એ ભાવવંદના ન હતી એમ કહેવાની હિંમત કોણ કરશે? તથા એણે કરેલી ભાવવંદના પટ્ટઅશ્વ માટે ન જ હતી તેવું કયા આધારે કહી શકાશે? પાંડવચરિત્રાદિ શાસ્ત્ર શું કહે છે?:(૧૨) ક્ષાયિક સમક્તિી શ્રી કૃષ્ણવાસુદેવે અને ખુદ શ્રી નેમનાથ ભગવાને
(૧૪૦)
યોગશાસ્ત્રનો પાઠ :
मिथ्यादृष्टिभिराम्नातो हिंसाद्यैः कलुषीकृतः ।
स धर्म इति वित्तोऽपि भवभ्रमणकारणम् । અર્થ :- મિથ્યાષ્ટિઓએ માનેલો હિંસા વગેરેથી મલિન કરેલો તે, ધર્મરૂપે કહેવાતો હોવા છતાં, સંસારપર્યટનનું કારણ છે.
જરા વિચાર તો કરો કે જ્યારે બીજા અનેક શાસ્ત્રકારો તથા ગૌતમસ્વામી ભગવંત વગેરે અરિહંતે ભાખેલા ધર્મને નિત્ય રમ્ય કહેતા હોય ત્યારે શું વજસ્વામી મહારાજ ધર્મને ભૂંડો કહે ખરા??? ખુદ વજસ્વામી મહારાજ પણ આવી સ્પષ્ટતા કરવા માટે જ શ્લો૦ ૨૫માં સ્પષ્ટતા કરતાં જણાવે છે કે – વજસ્વામીની ધર્મવ્યાખ્યા :
'जो पुण खमा-पहाणो परुविओ पुरिसपुंडरीएहिं । सो धम्मो मोक्खो च्चिय जमक्खओ तप्फलं मोक्खो ॥'
(૧૫૩)