________________
અર્થ :- પુરુષોમાં કમળ જેવા (તીર્થંકરો)એ જે ક્ષમાપ્રધાન ધર્મ પ્રરૂપ્યો છે તેનું તો અક્ષત ફળ મોક્ષ છે એટલે એ ધર્મ મોક્ષરૂપ જ છે.
આ રીતે ભગવાનના ભાખેલા ધર્મને તો તેઓ સાક્ષાત્ જાણે કે મોક્ષરૂપ ના હોય-એવો દેખાડી રહ્યા છે. જ્યારે ‘જે ધર્મ કે ધર્માનુષ્ઠાનો ભગવાનના ભાખેલા નથી એવા જૈનેતર મિથ્યાદષ્ટિઓના ધર્મો અજ્ઞાનીઓના કહેલા, તેમજ હિંસા વગેરે પાપોથી ખરડાયેલા અને સર્વજ્ઞઆજ્ઞાથી મુક્ત હોય છે. એટલે એવો ધર્મ ‘પરિણામે સુંદર નથી’ એમ કહે એમાં શું વાંધો છે ? જ્યારે ભગવાને કહેલ ધર્માનુષ્ઠાનો તો પૂર્વે કહી ગયા તેમ પ્રશસ્ત વિષયના અભ્યાસાદિરૂપ હોવાથી કદાચ તત્કાળ મોક્ષનો આશય ન હોય તો પણ ચરમાવર્તમાં આવેલા મુક્તિના અદ્વેષવાળા જીવોનું પરંપરાએ પણ હિત કરનારા છે.
કેટલાક પ્રશ્ન કરે છે –
પ્ર૦ - ભગવાનના ભાખેલા ધર્માનુષ્ઠાનો પણ સાંસારિક કામનાઓથી કરે તો એ પાપાનુબંધી પુણ્ય ના બંધાવે ?
ઉ૦ – પાપાનુબંધી પુણ્ય કોને કહેવાય, અને કોણ બાંધે, એ જાણો છો ? કે એમને એમ જ આકાંક્ષાપૂર્વક કરાતા ભગવાનના ભાખેલા ધર્માનુષ્ઠાનોને - ધર્મને પાપાનુબંધી પુણ્યબંધ કરાવનારા કહીને વગોવ્યા કરો છો ? જુઓ, પૂ. શ્રી હરિભદ્રસૂરિજી મહારાજ શ્રી અષ્ટક પ્રકરણ ગ્રન્થમાં અને પૂ. શ્રી જિનેશ્વરસૂરિજી મહારાજ તેની ટીકામાં પાપાનુબંધી પુણ્ય કોને કહેવાય એની વ્યાખ્યા કરીને પછી એના ઉદાહરણો પણ દેખાડે છે.
‘અષ્ટક’ શાસ્ત્ર પાપાનુબંધી પુણ્ય કોને કહે છે ? :
૨૪ મા અષ્ટકમાં બીજો શ્લોક -
गेहाद् गेहान्तरं कश्चिच्छोभनादितरन्नरः ।
याति यद्वद् असद्धर्मात्तद्वदेव भवाद् भवम् ॥ અર્થ :- જેવી રીતે રમણીય એવા ઘરમાંથી કોઈક મનુષ્ય અરમણીય ઘરે
(૧૫૪)
એ આપણે ભૂલી ગયા ? ઉપમિતિનો પ્રથમ પ્રસ્તાવ જેણે ધ્યાનપૂર્વક વાંચ્યો હોય એને એવો વિભ્રમ કેમ થતો હશે ? થયો હોય તો ઉપદેશકોએ ફરીથી એ પહેલો પ્રસ્તાવ વાંચી જવો જોઈએ. દમકને વારંવાર સમજાવવા છતાં તે નથી સમજતો પણ છતાંય મહા મહેનતે સમજે છે.
પંચાશક શાસ્ત્ર તપ અંગે શું કહે છે ? :
(૧૦) આચાર્ય શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ પંચાશક શાસ્ત્રમાં શ્લોક૨૭માં, તથા તેના વ્યાખ્યાકાર નવાંગી ટીકાકાર શ્રી અભયદેવસૂરિજી મહારાજ તે શ્લોકની વ્યાખ્યામાં સ્પષ્ટ રીતે જણાવે છે કે “સાંસારિક ઉપદ્રવ ટાળવા આદિના આશયથી રોહિણી-અમ્બા વિગેરે સાધર્મિક દેવતાના ઉદ્દેશથી કુશલાનુષ્ઠાનરૂપ તપમાં પ્રવૃત્તિ કરીને અનેક મહાનુભાવો કેવલિ ભાષિત ચારિત્ર ધર્મનો લાભ પામી ગયા’”. જો સાધર્મિક દેવતાને ઉદ્દેશીને સાંસારિક આશયથી થતા તપ આદિ કુશલાનુષ્ઠાનરૂપ ધર્માચરણ (જેમાં શ્રી વાસુપૂજ્ય ભગવાનની પૂજા કરવાનું વિધાન છે તેના) વડે ચારિત્રધર્મનો લાભ અનેકને થયો હોય તો દેવાધિદેવને ઉદ્દેશીને સાંસારિક ઇષ્ટસિદ્ધિ માટે કરાયેલા તપ વગેરેથી નુકશાન થવાનું, ભવભીરુ ઉપદેશક કઈ રીતે બોલી પણ શકે ? જો એ બોલે તો ભગવાનના શાસનનો પરમ દ્રોહ થાય કે નહીં ? તે વિચારવું જોઈએ.
શ્રાવક પરંપરાએ પણ મુક્તિમાં જાય એવા પવિત્ર આશયવાળા ધર્મોપદેશક ‘સાંસારિક લાભ માટે પણ શ્રાવક ધર્મ જ કરે.' એવો ઉપદેશ કરે ત્યારે જે લોકો
એમના પર એવો અસત્ આરોપ ચડાવી રહ્યા છે કે “આ તો સંસાર માટે ધર્મ
કરવાનો કહે છે માટે મિથ્યાત્વના ઉદયથી પીડાઈ રહ્યા છે”... ઈત્યાદિ. એવો અસત્ આરોપ કરનારા લોકો ‘સીતા રાવણને ત્યાં રહી આવ્યા એનો અર્થ જ એ કે સીતા અસતી છે’ એવો આરોપ ચડાવનારા મૂઢ લોકો જેવા કેમ નહીં? ખરેખર તો એ ભીંત ભૂલી રહ્યા હોય અને ઉપર ઉલ્લેખેલા શાસ્ત્રકાર ભગવંતોનું ઘોર અપમાન કરી રહ્યા હોય એમ લાગે છે.
પ્ર૦- શાસ્ત્રકાર ભગવંતોએ કીધું છે કે ભાવ વગર કરેલા ધર્મથી કલ્યાણ ના થાય તો હવે મોક્ષના આશય વિનાનો ધર્મ ભાવવાળો કેવી રીતે કહેવાય ? (૧૩૯)