________________
“પ્રહ ઊઠી ગોયમ સમરીજે, કાજ સમગ્ગહ તતખિણ સીઝે નવનિધિ વિલસે તાસ ઘરે...”
અર્થ :- શા માટે પારકે ઘેર જઈ વસો છો ? શા માટે દેશ-દેશાંતર ભમો છો ? શા માટે બીજી મહેનત કરો છો ? સવારે ઊઠીને ગૌતમસ્વામી ભગવાનનું નામસ્મરણ કરો, તમારા સઘળા કાર્ય તણ સિદ્ધ થશે, અને (પ્રભાતે જે ગૌતમસ્વામીને યાદ કરે) તેમને ઘેર નવનિધિ છલકાશે.
શ્રાવકોને કમાવા આદિ માટે દેશ-દેશાન્તર ભમવાને બદલે શ્રી ગૌતમસ્વામી ભગવાનનું નામસ્મરણ કરવાની સલાહ આપનાર રાસકારે શું લોકોને દુ:ખી કરવા ને ભવમાં ભટકતા કરવા આવી સલાહ આપી હશે ?
એક વાત ખાસ ધ્યાનમાં રાખવાની કે પાપાનુબંધી પુણ્યબંધ નુકસાનકારક હોવાનું તો વજસ્વામી ભગવંત વગેરે ઘણાં શાસ્ત્રકાર ઉપદેશકોએ ફરમાવ્યું છે, પણ પાપાનુબંધી પુણ્ય કઈ રીતે જીવો બાંધે એ વિષયની સ્પષ્ટતા ખૂબ જ ઓછા શાસ્ત્રકારોએ કરેલી ઉપલબ્ધ થાય છે, અને એ કોઈ પણ શાસ્ત્રકાર આ લોકના કોઈ ફળની ઈચ્છાવાળા જીવના ધર્માનુષ્ઠાનને પાપાનુબંધી કહેતા નથી; પણ નિયાણું કરનાર અને અજ્ઞાનકષ્ટ કરનાર બ્રહ્મદત્ત કોણિકાદિ જીવોના જ ઉદાહરણો આપે છે. આ સ્થિતિમાં સંસારમાં બધે દેવાધિદેવ અને ધર્મને મુખ્ય કરી ચાલવાના હિસાબે સાંસારિક ફળની ઈચ્છાએ જીવથી કરાતા ધર્માનુષ્ઠાનને ઝાઝો વિચાર કર્યા વિના કે બીજા સુવિહિત ગીતાર્થ બહુશ્રુતો સાથે ચર્ચા-વિચારણા કર્યા વિના આંખ મીંચીને પાપાનુબંધી પુણ્યબંધનું લેબલ લગાડી દેનારા મોટું દુઃસાહસ ખેડી રહ્યા છે.
“અર્થામfમનાળિrfપ ઘર્મ જીવ તતળ”- (‘ઉત્તરાધ્યયન’ ટીકા) અર્થ-કામના અભિલાષીએ પણ ધર્મમાં જ પ્રયત્ન કરવા જેવો છે.
આમ ‘અર્થ-કામના અભિલાષીએ પણ’ એમાં ‘પણ’ કહેવાથી એ સ્પષ્ટ જ છે કે “મોક્ષના અભિલાષીએ તો ધર્મ કરવાનો જ છે, કિન્તુ અર્થકામાભિલાષીને માટે પણ શાસ્ત્રકાર ધર્મ કરવાનું વિધાન કરે છે. અર્થ-કામ માટે પણ ધર્મ જ કરો, પાપ નહિ, અર્થકામનો આશય હોય તો ય ધર્મ જ કર્તવ્ય છે.” - આવા શાસ્ત્રાનુસારી ઉપદેશ કરવામાં જે એમ ખોટી તારવણી કરે કે ‘તમે તો સંસારસુખ માટે જ ધર્મ કરવાનું કહો છો એ શાસ્ત્રાનુસારી ઉપદેશક પર જાણી બુઝીને ખોટો આરોપ મૂકવાનું હલકું કાર્ય છે.
બાકી અમે તો કહીએ જ છીએ કે ‘આ ઉત્તમ માનવજનમ આત્માને સંસારના બંધનોથી મુક્ત કરી મોક્ષ પામવા માટે જ છે, અને સંસારના બંધનો નષ્ટ કરવાનું તથા મોક્ષ પ્રાપ્ત કરવાનું ધર્મપુરુષાર્થથી જ બની શકે. તેથી એ અનંત કલ્યાણની સ્થિતિ ઊભી કરવા બને તેટલું ધર્મસાધનામાં લાગ્યા રહો, છતાં એટલું જોજો કે ધર્મ તો માત્ર મોક્ષ માટે જ કરવાનો એમ કરી સાંસારિક જીવનની ગડમથલમાંથી ધર્મને બાદ ન રાખતા. તેમજ બીજા અભિનવ શ્રદ્ધાવાળાને ભડકાવતા નહીં. વળી જો ભગવાન અને ધર્મના અચિંત્ય પ્રભાવ પર શ્રદ્ધા કેળવવી હોય તો હાડોહાડ માનજો કે જેમ મોક્ષનું પ્રયોજન ધર્મથી જ સિદ્ધ થાય છે, તેમ આ લોકનું કાર્ય પણ ધર્મથી જ સિદ્ધ થાય છે. તેથી આ લોકનાં કાર્ય સિદ્ધ કરવા જાઓ ત્યાં પણ ધર્મને જ આગળ કરજો , ધર્મને જ મુખ્ય કરજો, જો જિનેશ્વર ભગવાનના ધર્મને આગળ નહિ કરો, એને મહત્ત્વ નહિ આપો, ને ઈષ્ટ સાધવા જૂઠ, અનીતિ, પ્રપંચ, વિશ્વાસઘાત વગેરે મહાપાપોમાં પડશો, યા મિથ્યા દેવદેવીનો આશ્રય લેશો, તો ભયંકર કર્મ-બંધનો અને દુર્ગતિ ઊભી થશે.
આમ મોક્ષ માટે ધર્મ કરવાનો અમારો પહેલો ઉપદેશ હોવાની સાથોસાથ ધર્મને જીવનવ્યાપી બનાવવાનો ને ધર્મને જીવનમાં મુખ્ય સ્થાન આપવાનો અમારો ઉપદેશ છે.
(૧૩૫)
(૧૫૮)