________________
કેમકે જીવનમાં ધર્મની પ્રધાનતા એ જ સફળતા છે, અને જ્યાં ને ત્યાં ધર્મનો આશરો લેવાથી ધર્મસાધના કરતા રહેવાથી જ ધર્મ પર પ્રેમ વધે છે. ધર્મ ખાતર કે મોક્ષ ખાતર કશું કરવું નથી ને ‘અમે તો મોક્ષનો જ આશય રાખનારા છીએ,’ એમ પોપટપાઠની જેમ રટ્યા કરવું છે તો એ નર્યો દંભ થાય. અધ્યાત્મસાર શાસ્ત્ર શું કહે છે ? :
નર્યા દંભનું પ્રદર્શન થતું હોય ત્યારે કોઈપણ શાસનપ્રેમીના હૈયાને ઊંડો આઘાત લાગે. પૂ. ઉપા.યશોવિજય મહારાજ ‘અધ્યાત્મસાર’ માં કહે છે – दम्भेन व्रतमास्थाय यो वांछति परं पदम् । लोहनावं समारुह्य, सोऽब्धेः पारं यियासति ॥
‘દમ્ભ વડે વ્રત રાખીને જેઓ પરમપદ-મોક્ષને વાંછે છે તે લોઢાની નાવમાં બેસીને સમુદ્ર પાર કરવાને ઇચ્છે છે.’
શું આ મોક્ષની મશ્કરી છે ? ના, બિલકુલ નહીં, આ તો મોક્ષની મશ્કરી
કરાવનારાઓ સામે લાલબત્તી છે.
પેલો પોપટ... પિંજરામાં બેસીને રાત-દિવસ મુક્તિ-મુક્તિનો પોકાર કરતો હતો, ઘરમાં આવેલા અતિથિને દયા આવી ગઈ, સવારે શંકા ટાળવા બહાર ગયા ત્યારે પોપટને મુક્તિ અપાવવા માટે છાનામાના પિંજરાનું દ્વાર ખોલીને ગયા. પછીથી ઘરમાં પાછા આવી સવારે નાસ્તો પતાવીને જ્યારે વિદાય લેતા બહાર નિકળ્યા ને જોયું ત્યારે પેલો પોપટ ત્યાં જ બેઠેલો. અતિથિના હૈયાને ઊંડું દુઃખ થયું કે અહો ! મુક્તિ-મુક્તિનો પોકાર કરનારાની આ દશા ?! ઓળખીને દૂર રહેજો એવા લોકોથી.
જ્યારે આ રીતે એકાન્તવાદની આગ્રહના પિંજરામાં બેઠેલા નનામી પત્રિકા લખનારા સૂત્રધારોની સામે અનેકાનેક શાસ્ત્રપાઠો દર્શાવવા છતાં પણ એ પિંજરું છોડવા તૈયાર થતા નથી ત્યારે તેઓ પોતે જ વાસ્તવમાં મોક્ષની મશ્કરી કરાવી રહ્યા હોય છે. જે તમામ શાસનપ્રેમી હૈયાઓને ઊંડો આઘાત જન્માવી જાય છે.
(૧૩૬)
બોલીને પહેલી પૂજાનો લાભ લ’ – આવી ઊંડે ઊંડે કીર્તિની કામનાથી પ્રભુપૂજા કે ગુરુપૂજનાદિની બોલીઓ બોલનારા અને એમ દેવદ્રવ્ય આદિની વૃદ્ધિ કરનારા શું પાપાનુબંધી પુણ્ય બાંધશે ?
(૨૯) મેતાર્ય મુનિને ઉપસર્ગ કરનાર સોનીએ પાછળથી આખી જિંદગી જો હું સાધુપણું નહીં લઉં, તો શ્રેણિક રાજા મને જીવવા જ નહીં દે', - એવા ભયથી સાધુપણું લઈને પાળ્યું, તો ત્યાં શું પહેલાં મોક્ષનો આશય નહિ હોવાથી એણે આખી જીંદગી પાપાનુબંધી પુણ્ય બાંધ્યું હશે ?
(૩૦) શ્રીપાલ જ્યારે ધવલશેઠના વહાણો ચલાવવાના સાંસારિક આશયથી નવપદનું સ્મરણ કરે છે, ત્યારે શું તેમણે પાપાનુબંધી પુણ્ય બાંધ્યું હશે ? શ્રીપાળ જ્યારે પરદેશ જાય છે ત્યારે વિરહવેદના ટાળવા માટે મયણાસુંદરી કહે છે કે ‘હું સદા નવપદનું ધ્યાન કરતી રહીશ' તો શું એને પાપાનુબંધી પુણ્યનો બંધ થયો હશે ? (૩૧) પટ્ટઅશ્વ માટે નેમનાથભગવાનને પ્રથમ ભાવવંદના કરનારા શામ્બે પાપાનુબંધી પુણ્ય બાંધ્યું હશે ?
(૩૨) સાંસારિક ફળના આશયથી વિવિધ પ્રકારના શાસ્ત્રોક્ત તપ કરનારાઓ ચાહે મુગ્ધ હતા કે ન પણ હતા, શું તેઓ બધા તરી ગયાના જે શાસ્ત્રોક્ત દૃષ્ટાન્તો છે, તે પાપાનુબંધી પુણ્ય બાંધીને તરી ગયા ?
(૩૩) તથા, મરકીના ઉપદ્રવને ટાળવા માટે મથુરા નગરીમાં ઘેર ઘેર શ્રી જિનમૂર્તિ બેસાડવાનો ઉપદેશ દેનારા મહા મુનિઓએ તે જીવોને ભવાંતરમાં રીબાઈ રીબાઈને મારવા માટે એવો ઉપદેશ આપ્યો હશે ?
‘ગૌતમસ્વામી રાસ’ શાસ્ત્ર શું કહે છે ? :
(૩૪) તથા શ્રી ગૌતમસ્વામીના રાસમાં શ્રી વિનયપ્રભ ઉપાધ્યાયજી કહે
છે કે
“પરઘર વસતાં કાંઇ કરીજે, દેશ-દેશાન્તર કાંઇ ભમીજે, કવણ કાજ આયાસ $21...
(૧૨૭)