________________
(લેખાંક: ૩)
પવિત્ર ફરજ છે. બાકી “મોક્ષના અંતિમ ઇષ્ટ માટે પણ ધર્મ જ શ્રેયસ્કર છે, ધર્મ કરીને આખરે તો આ જ ઈચ્છવા જેવું છે કે આપણા જનમ મરણની પરંપરાનો અંત આવે'... એવું તો આજ સુધી અમારા દ્વારા અનેકવાર કહેવાયું જ છે (છૂપાવ્યું નથી જ). કેમકે જીવને વારંવાર જનમ-મરણ જેવું બીજુંદુ:ખ નથી, બીજી વિટંબણા નથી, નાલેશી નથી.... આ ઉત્તમ આર્ય માનવભવ આ જનમ-મરણની નાલેશી હટાવવા માટે છે. મનુષ્ય જિંદગીનું, જનમ-મરણનો કાયમી અંત લાવવા જેવું બીજું કોઈ ઊંચું પ્રયોજન નથી. આ જિંદગી જો આ પ્રયોજન માટે જીવાઇ જાય તો ખરેખર જિંદગી સફળ થઈ ગઇ. કારણ એક જ, સંસારના સમસ્ત દુ:ખો આ જન્મ-મરણના દુ:ખની પાછળ જ સિદ્ધ થયેલા છે. ત્યારે આ જનમ-મરણાદિના દુઃખ નિવારવા અને જ્યાં કદી પણ જનમ-મરણ નથી એવું મોક્ષનું શાશ્વત સ્થાન પમાડવા માટે એકમાત્ર ધર્મ જ સમર્થ છે. તેથી જન્મ-મરણનો અંત લાવી મોક્ષ પામવા માટે આ ઉત્તમ ભવમાં ધર્મ જ કરવો જોઈએ. મોક્ષ ન થાય ત્યાં સુધી ધર્મ ભલે સ્વર્ગાદિનાં સુખ દેખાડે, પરંતુ હંમેશ માટે આપણી કામના ધર્મ કરીને મુખ્યપણે જન્મ-મરણના અંત અને મોક્ષ માટેની રાખવાની; કેમકે સ્વર્ગાદિ સંસારસુખમાં અટવાઈ જવામાં તો મોક્ષ દૂર થઈ જાય છે. આમ ધર્મથી મુખ્યપણે મોક્ષ મેળવવાનો છે,’ - એવો તો કાયમનો ઉપદેશ રહેવાનો જ છે.
પરંતુ જ્યાં સુધી મોક્ષ ન મળે ત્યાં સુધી જીવનમાં ઠેર ઠેર ધર્મને કેટલું સ્થાન આપવું, એ વિચારીએ ત્યારે અનેકાનેક પૂર્વાચાર્ય ભગવંતો ઉપદેશ કરી રહ્યા છે કે તમારે જીવનમાં સર્વત્ર ધર્મને પ્રધાન-મુખ્ય બનાવવો. તમે કોઈ વિશેષ વેપારાદિ કાર્ય કરવા જાઓ છો, ત્યારે ધર્મનું મંગળ કરીને જજો, કેમકે તમે ઇચ્છો તો છો જ કે “મારું આ સાંસારિક કાર્ય અનીતિ આદિ આચર્યા વિના સિદ્ધ થઇ જાય,’ તો સમજી રાખો કે એ કામ ધર્મથી જ થશે, કેમકે ઉત્તરાધ્યયન અને શ્રાદ્ધવિધિ શું કહે છે?
“ધર્મ પ્રાધાન્યન સર્વત્ર સારુન્ય”- (‘શ્રાદ્ધવિધિ’) અર્થાતુ ધર્મને મુખ્ય કરવાથી સફળતા મળે. એટલે જ કહ્યું કે
(દિવ્યદર્શન વર્ષ ૩૩ - અંક ૧૬, વિ.સં. ૨૦૪૧ તા. ૨૯-૧૨-૮૪)
પ્ર0- શું સંસારફળની ઈચ્છાવાળા જીવો પરમાત્માની સેવા-ભક્તિ-પૂજા વગેરે ધર્માનુષ્ઠાનો કરે તો તે અસ અનુષ્ઠાન ના કહેવાય?
ઉ0- બીજા મિથ્યાત્વી દેવ-દેવીની પૂજા કરવાને બદલે કે બીજા અન્યાયઅનીતિના માર્ગે જવાને બદલે, ફક્ત જિનેશ્વરદેવ પર પ્રેમ અને ભક્તિના કારણે શ્રી જિનેશ્વરદેવની સેવા-પૂજા કરનારને અસદું અનુષ્ઠાનવાળા કઈ રીતે કહી શકાય ? જુઓ, ષોડશક શાસ્ત્ર શું કહે છે? : ૪ સદનુષ્ઠાનઃ(૩૫) પૂ. શ્રી હરિભદ્રસૂરિજી મહારાજ ‘ષોડશક' માં સદનુષ્ઠાનની પ્રરૂપણા એવી કરે છે (૧૦મુ ષોડશક-શ્લો.૨)- “તત્વજ્ઞાનીઓએ ‘પ્રીતિ-ભક્તિ-વચન અને અસંગઆ ચાર પ્રકારના સદનુષ્ઠાન કહ્યા છે; અને એ ચારેય મોક્ષનાં સાધન છે.” (૧) જેમાં અતિશય પ્રયત્નરૂપ આદર હોય, હિતનો ઉદય કરાવનારી પ્રીતિ હોય, ને બીજાં કામ બાજુ પર મૂકીને કરાય, તે “પ્રીતિ-અનુષ્ઠાન' છે - (૨) ક્રિયાથી પ્રીતિ અનુષ્ઠાન જેવું હોય પણ કરનાર બુદ્ધિશાળી હોય અને વિશેષ ગૌરવપૂર્વક કરતો હોય તો વિશુદ્ધતર યોગવાળું એનું અનુષ્ઠાન તે “ભક્તિઅનુષ્ઠાન છે - (૩) સર્વત્ર ઔચિત્યપૂર્વક શાસ્ત્રાનુસારી પ્રવૃત્તિ તે ‘વચનાનુષ્ઠાન’ છે, કે જે નિયમતઃ ચારિત્રીને હોય છે, બીજાને નહીં. (પૂ. ઉપાધ્યાયજી મ. જણાવે છે કે આ નિશ્ચયનયનો મત છે. વ્યવહારનયથી, માર્ગાનુસારી જીવ શાસ્ત્ર મુજબ પ્રવર્તે ત્યારે તેને પણ આંશિક વચનાનુષ્ઠાન હોય) (૪) અભ્યાસના અતિશયથી જિનકલ્પિકાદિ દ્વારા આત્મસાત્ ભાવે જે અનુષ્ઠાન થાય છે તે અસંગાનુષ્ઠાન કહેવાય.
હવે વિચાર કરો કે માર્ગાનુસારી વગેરે જીવો જિનવચનને અનુસરીને જે ધર્મ આરાધે તે આંશિક વચનાનુષ્ઠાન; પણ જિનવચનની અવજ્ઞાનો જેમાં ભાવ નથી, કે વચનાનુસારિતા ન પણ હોય છતાં ભગવાન ઉપર પ્રીતિ અને ભક્તિથી
(૧૫૯)
(૧૩૪)