________________
કે ગમે એવો હોંશિયાર વકિલ હોય પણ દાકતરી ક્ષેત્રમાં એ કેવો? બાળ કે પ્રબુદ્ધ ? ગમે તેવો વ્યાકરણ-કાવ્ય-કોશ ભણેલો હોય પણ તર્કશાસ્ત્રનાં ક્ષેત્રમાં એને કેવો માનશું? બાળ કે પ્રબુદ્ધ? એવાને ત્યાં પ્રબુદ્ધ માનનારા થાપ જ ખાય કે બીજું કાંઈ? તો એવી જ રીતે ગમે તેવા કુશળ વેપારી-વાણિયા હોય પણ તેઓને જો વારેઘડીએ “તમે તો ધર્મનો કક્કો પણ સમજતા નથી. પચાસ પચાસ વરસથી તમને આ વાત કહેવાય છે. તો પણ તમે એવા ને એવા રહ્યા, તમને લોકોને હજુ મારી વાત બરાબર જોઇએ એવી બેઠી નથી માટે વર્ષોથી મારે તમને એકની એક વાત કર્યા કરવી પડે છે” આવું વારંવાર જે ઉપદેશકને કહ્યા કરવું પડતું હોય, તેમની સભામાં બેઠેલાને બધાને બાળ માનવા કે સમજદાર ?
જૈનધર્મની વાતો કરનારે તો ખાસ સમજી રાખવું જોઈએ કે જીવોનાં ક્ષયોપશમ વિચિત્ર હોય છે. સારામાં સારી પ્રતિભાવાળા કવિને પણ ગણિત ભણાવીએ તો કંટાળીને ઊઠી જશે. કોઈનો ક્ષયોપશમ ઇતિહાસના વિષયમાં ઘણો ઊંડો દેખાશે; પણ એને પૂછો કે વિજ્ઞાનના વિષયમાં કેમ છે? તો એ કહેશે કે “સ્કૂલમાં વિજ્ઞાનનો વિષય આવે એટલે મારું માથુ દુઃખી જતું હતું. એ જ રીતે જે લોકો ધંધામાં આજે ખૂબ પાવરધા છે તેમને પૂછો કે ‘તમે કેટલું ભણ્યા છો ?' તો ઘણા કહેશે કે “સ્કૂલમાં તો મને કાંઈ આવડતું જ નહોતું એટલે આઠમાં ધોરણથી જ ઊઠી ગયેલો.’ ક્ષયોપશમ કોઈ એક ક્ષેત્રમાં સારો હોય એટલે બધા ક્ષેત્રમાં અને ધર્મનાં ક્ષેત્રમાં પણ સારો હોય જ આવો હઠાગ્રહ આપણાથી રાખી શકાય ખરો? ધંધાના કે ઘર સંભાળવાના ક્ષેત્રમાં ભલે ગૃહસ્થોનો ક્ષયોપશમ જોરદાર હોય, પણ એટલા માત્રથી ધર્મની વાતો સમજવામાં પણ એનો ક્ષયોપશમ જોરદાર હોવાનું માની લેનારા શાસ્ત્ર સત્ય તો શું પણ વ્યવહાર સત્યનો ય અપલાપ કરી રહ્યા છે. સારામાં સારા ભણેલા વકિલો કે ડોક્ટરોને પણ વ્યાખ્યાનમાં ઝોકા ખાતાં આપણે ક્યાં નથી જોયા? આ સ્થિતિમાં ફક્ત આગળ બેઠેલા કે હો...જી..હા કર્યા કરનારને લક્ષમાં રાખીને આપણે મોટી મોટી નિશ્ચયનયની વાતો કરવા બેસીએ એ તો ‘મને જ શાસ્ત્ર મુજબ બોલતાં આવડે છે, પણ બીજાને નહીં,’
(૭) ઉત્તરાધ્યયન સૂત્રના સાતમાં અધ્યયનમાં ર૩માં શ્લોકમાં ‘સાગરજળ જેટલા દેવતાઈ ભોગોની સામે માનવીય ભોગો ઘાસના અગ્રભાગે રહેલ જળબિંદુ જેટલા જ છે” એમ કહ્યા પછી કહ્યું
'कुसग्गमित्ता इमे कामा संनिरुद्धंमि आउए ।
कस्स हेउं पुराकाउं जोगक्नेमं न संविदे ॥२७॥ આ શ્લોકની વ્યાખ્યામાં પૂ.આચાર્ય વાદિવેતાલ શ્રી શાંતિસૂરિજી મહારાજે કહ્યું - “માનવીય ભોગો અત્ય· કુશાગ્રજળબિંદુ જેટલા, ને તે પણ ‘સંનિરુદ્ધ એટલે કે અતિટુંકા સોપક્રમ આયુષ્ય પૂરતા જ ભોગો મળ્યા છે. (પણ નહિ કે અસંખ્ય વર્ષના દિવ્યભોગો), તો પછી કયા કારણને લઈને માણસ યોગક્ષેમને અર્થાતુ ધર્મની પ્રાપ્તિ અને પ્રાપ્ત ધર્મના પાલનને ધ્યાન પર નહિ લેતો હોય ? ન લેવામાં કારણભૂત એની (ઇહલૌકિક) ભોગોની આસક્તિ જ છે ને ? પણ તે ભોગો તો ધર્મથી પ્રાપ્ય દિવ્ય ભોગોની અપેક્ષાએ આવા જળબિંદુ જેટલા છે, તેથી વાદિવેતાલ શાંતિસૂરિજી શું કહે છે? -
तत्त्यागतो विषयाभिलाषिणापि धर्मे एवं यतितव्यम् -
અર્થાતુ અહીંના ભોગોનો ત્યાગ કરીને વિષયાભિલાષીએ અર્થાત્ દેવતાઈ સુખના અર્થીએ પણ ધર્મમાં જ યત્ન કરવો જોઈએ, એ સૂત્રકારનો અભિપ્રાય છે.”
જે લોકો એવી વાતો કરે છે કે “આવું તો ક્યાંક ક્યાંક જ કહ્યું છે, બધે નહિ? એ વાત ગળે ઉતરે એવી નથી.... શ્રાદ્ધવિધિ-ધર્મ સંગ્રહ શાસ્ત્રો શું કહે છે?:
(૮) શ્રાવકે શું કરવું જોઈએ, એ બાબત ઉપર વિશદ પ્રકાશ પાથરનારા શ્રી રત્નશેખરસૂરિજી મહારાજ શ્રાદ્ધવિધિગ્રંથમાં તથા ઉપા) માનવિજય મહારાજ
(૧૬૨)
(૧૩૧)