________________
'अर्थकामार्थिभिः पुरुषैः परमार्थतो धर्म एवोपादातुं युक्तः'
“અર્થકામના અર્થી પુરુષોએ પરમાર્થથી ધર્મજ કરવો યોગ્ય છે' અર્થાત્ અર્થ-કામ ઈચ્છો છો? તો એ માટે પણ ધર્મ જ કરો. અર્થકામ માટે થતાં ધર્મને જો શ્રી સિદ્ધર્ષિગણિ મહારાજ સર્વથા ‘ભંડો’ માનતા હોત તો આવું લખત ખરા? શું એ ભવભીરુ ન હતા? હજુ આગળ જોઈએ - પુષ્પમાલા શાસ્ત્ર શું કહે છે :
(૫) મલધારી શ્રી હેમચંદ્રસૂરિજી મ. પુષ્પમાલા ગ્રન્થમાં ગ્લો. ૪૭૫માં સ્પષ્ટ જણાવે છે કે “જો વિષયતૃપ્તિ આદિ સુખો તું ઈચ્છતો હોય તો પણ ધર્મમાં જ ઉદ્યમ કર'.
'वरविसयसुहं सोहग्ग-संपयं, पवररूव जसकित्तिं । जइ महसि जीव ! निच्चं, ता धम्मे आयरं कुणसु ॥'
અર્થ - હે જીવ જો તને સુંદર વિષયસુખ, સૌભાગ્ય, સંપત્તિ, સુંદરરૂપ તથા યશ-કીર્તિની ઈચ્છા હોય તો હંમેશા ધર્મમાં આદર કર !
શું આવો ઉપદેશ કરનારા શ્રી હેમચંદ્રસૂરિજી મહારાજે પાપોપદેશ કર્યો એમ કહેવાની ધૃષ્ટતા આપણે કરશું? શું એમને મૂળભૂત જૈન સિદ્ધાન્તોની ગતાગમ નહીં હોય? અભિનિવેશ છોડીને શ્રી જિનશાસનના શાસ્ત્રોનું અવગાહન કરનારને તો આવાં પુષ્કળ વિધાનો ઉપલબ્ધ થઈ શકે છે. તથા કલ્પસૂત્રટીકા શાસ્ત્ર શું કહે છે? :
(૬) દરવર્ષે કલ્પસૂત્રના કરાતા શ્રવણમાં આપણને સાંભળવા મળે છે કે ઉપાછવિનયવિજયજી ગણિ મહારાજ ખરાબ સ્વપ્નના ફળથી બચવા માટે તેમજ સારા સ્વપ્નનું ફળ મેળવવા માટે જિનપૂજા વગેરેમાં પ્રયત્નશીલ બનવાનું સ્પષ્ટ લખે છે એ કોણ નથી જાણતું ? પ્રશ્ન થાય, -
પ્ર0 - આગમ શાસ્ત્રમાં ક્યાંય મોક્ષ સિવાયના આશયથી ધર્મ કરવાનું વિધાન છે? ઉ0 - એ પણ ઉપલબ્ધ છે. દા.ત. જુઓ,
(૧૩)
એવા મિથ્યા અભિનિવેશની નિશાની છે. શ્રમણસૂત્ર શું કહે છે? -
(૩૮) વળી એક વાત એ છે કે જેઓનાં મોઢામાંથી ભાષણમાં પણ વારેઘડીએ ‘બેવકૂફ'... “ભિખારી’... ‘લુચ્ચા” વગેરે અપશબ્દોની ગંગા વહ્યા કરતી હોય, રોજ રોજ આવા અસભ્યપ્રાયઃ શબ્દોની રટના ચાલુ રહેતી હોય, તેમને અંતકાળે શું યાદ આવશે ? મોક્ષ કે પછી બેવકૂફ? ‘આપત્તિકાળે સહાય જેની તેની પાસે નહિ પણ પ્રભુ પાસે જ માંગવાના નિર્ધારવાળા અને પ્રભુ પાસે જ સહાય માંગનારા શ્રાવકોને ‘ભિખારી’ કહીને વગોવવામાં ‘શ્રમણ સૂત્ર” મુજબ શ્રાવકની આશાતનાનું પાપ કેમ ન લાગે? ખરી વાત એ છે કે આવા ભાષણ કરનારા ભલે જેમ ફાવે તેમ મરજી મુજબ બોલ્યા કરે, આપણે એની બહુ પરવા કરવાની જરૂર જ નથી, આપણે તો સર્વજીવોનું હિત ઈચ્છનારા છીએ એટલે કદાચ કોઈ આવું આપણા માટે બોલે તો તે પ્રેમપૂર્વક સાંભળી લેવું... આપણે પણ સમજીએ છીએને કે “કડવાં ફળ છે ક્રોધનાં’... જેના અંતરમાં કષાયોની આગ ભડકે બળી રહી હોય તેઓ આવેશમાં આવી પોતાનું સ્થાન ભૂલીને આવું બોલી પણ નાખે... આપણે તો એમના હૈયા ઉપર શાસ્ત્રીય સત્યો અને શાસ્ત્રપાઠોના નીરનું પ્રેમાળ અને કોમળ હૈયે સિંચન કરવાનું હોય. તેમજ આપણે સૌએ પણ એ સાવધાની રાખવાની છે કે ભૂલે ચૂકે પણ કોઈની નિંદા ના થઈ જાય, કોઈના પણ પ્રત્યે કષાય કે દુર્ભાવ ના થઈ જાય એટલું જ નહિ પણ જેઓએ ભૂતકાળમાં ભગવાનના શાસનની ખૂબ સારી સેવા બજાવી હોય અનેકોના ઉદ્ધાર કર્યા હોય, એમનાં એ સુકૃતની અનુમોદના જ કરીએ. બાકી તો જે મિથ્યાત્વાદિ કર્મથી પીડાઈ રહ્યા હોય એવા શ્રાવક કે સાધુની ભાવદયાને બદલે નિંદા-તિરસ્કારમાં ઉતરવાની ભૂલ તો ક્યારેય પણ ન કરીએ. તથા જે સાચી હકીક્ત સમજાવે તે બરાબર સાંભળી, એના ઉપર બીજાઓ તેના માટે શું કહે છે એ પણ ધ્યાનમાં રાખીને, બધી બાજુનો વિચાર કરી તેનો સાર ગ્રહણ કરતા શીખીએ. નહીં તો વન સાઈડેડ એક જ પક્ષ તરફી વાતો
(૧૬૩)