________________
પકડી લઈને કદાગ્રહમાં ઊતરી પડવાના પાપમાં જોખમ ઘણું ઊભું છે. જે પુણ્યાત્માઓ મોક્ષ માટે જ ધર્મ કરે છે અને બધા જ શાસ્ત્રકારો ઉત્તમ માને છે, પણ મોક્ષ સિવાયના આશયથી ધર્મ કરનારા અધમાદિ કરતાં પણ ભૂંડા છે - એવું કોઈ જ શાસ્ત્રકાર કહેતા નથી. અગર પૂછો - - પ્રવે- તમે આવું બધું કહો છો ત્યારે કેટલાક તમને કહે છે કે તમે સમકિત મોહનીયના ઉદયથી પીડાઓ છો, એ વાત સાચી ?
ઉ૦- એ કહેનારા ક્યારેક તો મિથ્યાત્વના ઉદયથી પીડાવાની વાત કરે છે, અને ક્યારેક સમકિત મોહનીયના ઉદયથી પીડાવાની વાત કરે છે. તો તમે બેમાંથી શું સાચું માનશો? સમકિત મોહનીયનો ઉદય તો આવકારપાત્ર-સ્વાગત કરવા લાયક છે કેમકે સમક્તિ મોહનીયના ઉદયથી જ ક્ષયોપશમ-સમ્યકત્વ હોય છે. એનાથી કોઈ પીડાતું કહેવાય ખરું?
પ્ર૦-કેટલાક “સમકિત મોહનીય પરિહરુ’ નો આધાર લઈને સમકિત મોહનીય ફેંકી દેવાની વાત કરે છે એ સાચું?
ઉ0- સમકિત મોહનીયનો ઉદય તો ક્ષાયિક સમ્યકત્વ પ્રગટ થવાની વેળાએ એની મેળે ટળવાનો છે, એ પહેલાં જે લોકો એને ફેંકી દેવાની વાત કરે છે તે શું સમજીને કરતા હશે તે જ્ઞાની જાણે. મિથ્યાત્વનો ઉદય તો ભયંકર છે, અને હાલ આપણે ક્ષાયિક સમકિત તો પામી શકીએ તેમ નથી, તેથી ક્ષયોપશમ સમકિતથી જ કામ ચલાવવું પડે; ને એમાં સમકિત મોહનીયકર્મ ઉદયમાં હોય જ, ઉદયમાં રાખવું જ પડે. હવે જો સમકિત મોહનીયને ફેંકી જ દેવાનું હોય તો શું મિથ્યાત્વે જવું છે ? સમકિત મોહનીયના ઉદય વિના ક્ષાયોપથમિક સમ્યકત્વ કઈ રીતે રહે એટલું ય વિચારવું નથી ? મુહપત્તિના બોલમાં જે સમકિત મોહનીય પરિહરવાનું કહ્યું છે, ત્યાં તો સમ્યક્ત્વના અતિચારો વર્જવાનું કહ્યું છે, ઓટલો વિવેક ન આવડે, એ નિર્વિવેકી ‘સ્નેહરાગ પરિહર્સ’ માં શું કહેશે ? શું ભગવાન, ભગવાનનું શાસન, સંઘ, સાધર્મિકો, ને ધર્માનુષ્ઠાનો - આ બધા ઉપરનો સ્નેહરાગ પણ અત્યારે ફેંકી દેશે ? દાન-શીલ-તપ-જ્ઞાનાદિ માટેના
આ રીતે કીર્તિ-આરોગ્યાદિ માટે નામાદિન્યાસનું વિધાન કરનારા શ્રી હરિભદ્રસૂરિ મહારાજ કે ઉપાડ શ્રી યશોવિજયજી મહારાજને વિષાદિ અનુષ્ઠાનની ગતાગમ નહીં હોય ? અને દીક્ષા આપનાર કે લેનાર શું બાળ કે મુગ્ધ છે કે જેથી તેમને કીર્તિ-આરોગ્ય માટે નામાદિન્યાસ કરવાનું વિધાન કરવું પડે ? આનાથી તો એ ફલિત થાય છે કે ‘ઇહલોકાદિની કામનાથી મુગ્ધલોકો જ ધર્મ કરે, પ્રબુદ્ધ નહીં? આવો એકાન્ત આગ્રહ શાસણ મહાપુરુષોએ રાખવો જોઈએ નહિ.
અલબત્ત આ કહેવાનો એ આશય નથી કે “બાળજીવો આગળ પણ મોક્ષની વાત નહીં કહેવી.’ એવા જીવો આગળ પણ જીવનમાં ધર્મની જરૂરિયાત બતાવવા માટે પ્રારંભે આવું જ કાંઈ બતાવવાનું હોય છે કે સંસાર દુઃખરૂપ છે, દુઃખફલક છે, દુઃખાનુબંધી છે, જીવ મોક્ષ પામે ત્યારે જ આવા સંસારનો અંત આવે છે; અને એ મોક્ષ પામવા માટે એકમાત્ર તારણહાર ધર્મ જ સાધન છે. આવા ઉત્તમ આર્ય મનુષ્યભવમાં એ ધર્મ સુલભ બને છે એની જો સાધના ન થાય તો ભવ એળે જાય છે. કેમકે ધર્મના પીઠબળ વિનાના જીવને આ ભવ પછી દીર્ઘ સંસાર-ભ્રમણ પાછું ચાલુ થઈ જાય છે...” આમ બાળજીવો આગળ પણ મોક્ષનો અંતિમ ઉદેશ બતાવવામાં આવે છે; અને વાત પણ સાચી છે કે અંતે તો મોક્ષ પામ્યા વિના સુખાર્થી જીવનો કોઇ છૂટકો નથી. આમ છતાં એ જીવો જીવનમાં ધર્મને વ્યાપક બનાવે એ માટે જ્ઞાનીઓ એ પણ કહે છે કે “મોક્ષ ન મળે ત્યાં સુધી પણ તમારે જો સુખી રહેવું હોય તો ધર્મ વિના કોઈ આરો-વારો નથી; માટે જીવનમાં મુખ્યપણે ધર્મને આરાધવો’..... ઉપમિતિ શાસ્ત્ર શું કહે છે? :
(૪) ઉપમિતિ ભવપ્રપંચ કથાકાર શ્રી સિદ્ધર્ષિગણિ મહારાજ અર્થ-કામ અને ધર્મ પુરુષાર્થનું વર્ણન કર્યા પછી (જુઓ ભા. ૧ પૃષ્ઠ ૪૨) સ્પષ્ટ સ્પષ્ટ ફરમાવે છે કે
ઉત્તરાધ્યયન-આગમ શું કહે છે? :
(૧૬૪)
(૧૨૯)