________________
'भो भो महानुभावा ! सम्मं धम्मं करेह जिणकहियं ।
जड़ वंछह कल्लाणं इहलोए तहय परलोए ।' અર્થ :- હે મહાનુભાવો ! જો આલોક અને પરલોકમાં હિતને ઈચ્છતા હો, તો જિનેશ્વરદેવનો કહેલો સાચો ધર્મ બરાબર કરો.
શું આ ચારણમુનિને ખબર નહીં હોય કે “ધર્મ મોક્ષ માટે જ કરવાનો ઉપદેશ કરાય? ઈહલોકાદિ માટે નહીં?' જે રાજા (મદનમુંજાષાના પિતા) ‘દહેરાસરમાં દીકરીના વરની ચિંતા ના થાય એવું જાણતો હતો તે શું સાવ બાળ હશે કે જેથી એની આગળ ચારણમુનિએ ઈહલોકના કલ્યાણની વાંછાથી પણ ધર્મ કરવાનો ઉપદેશ કર્યો ? તદુપરાંત -- ષોડશક દીક્ષા પ્રકરણ શું કહે છે?
(૩) બારમાં ષોડશકમાં શ્રી હરિભદ્રસૂરિજી મહારાજ દીક્ષામાં નામાદિ સ્થાપના કરવાનું ખાસ વિધાન કરે છે. એના ઉપર પ્રશ્ન થાય કે દીક્ષા અવસરે નામાદિ સ્થાપનામાં મહાન આદર કરવાનું કેમ કીધું? તેના ઉત્તરમાં ગ્લો.૯ માં જણાવે છે કે –
'कीर्त्यारोग्य-ध्रुवपदसम्प्राप्ते: सूचकानि नियमेन ।
नामादीन्याचार्या वदन्ति तत्तेषु यतितव्यम् ॥' અર્થ :- નામ વગેરે કીર્તિ, આરોગ્ય, ધ્રુવ પદની પ્રાપ્તિના નિયમો સૂચક હોવાથી તેમાં પ્રયત્ન કરવો જોઈએ.
ઉપાયશોવિજયજી મ. શું કહે છે? :
અહીં વ્યાખ્યાકાર ઉપા) શ્રીમદ્દ યશોવિજયજી મહારાજ સાફસાફ જણાવે છે કે- “સાર્થક નામના કીર્તનમાત્રથી શબ્દાર્થ સ્પષ્ટ ભાસે છે, એનાથી વિદ્વાનો અને સામાન્ય લોકોને પ્રસન્નતા ઉપજે છે. તેનાથી એ દીક્ષા લેનારને અનેક લોકો દ્વારા ગુણગાન સ્વરૂપ કીર્તિ પ્રાપ્ત થાય છે. તથા ભાવગર્ભિત પ્રવૃત્તિદ્વારા રજોહરણ-મુહપત્તિ ધારણ કરવા સ્વરૂપ સ્થાપનાથી આરોગ્ય પ્રાપ્તિ થાય છે.”
(૧૨૮).
લોભાદિ કષાયો પણ ત્યજી દેશે? શા માટે આવી ઉટપટાંગ ધડ-માથા વિનાની વાતો કરતા હશે? જેને શાસ્ત્રસિદ્ધ સમ્યક્ત્વની જરૂર ના હોય અને સમ્યક્ત્વની સ્વકલ્પિત મનમાની વાતો કરીને વાસ્તવિક શાશ્વપ્રસિદ્ધ સમ્યકત્વથી, આઘા જ રહેવું હોય અને ભોળા જીવોને બહેકાવી એ ઉન્માર્ગમાં પડે, તેમજ બુદ્ધિશાળી જીવો જાતની કાનપટ્ટી પકડે, વળી શ્રોતાઓ સદા લઘુતાગ્રંથિમાં જ પકડાયા રહે, ઉસૂત્રભાષી, હલકા...' વગેરે માનતા રહે, એવી જ વાતો શાસ્ત્રકારોના નામે કરવી હોય, તેમજ અનેક શાસ્ત્રના વિરોધો આવે એવી પ્રરૂપણા ચાલુ રાખવી હોય, એની તો આપણે દયા જ ચિંતવવી રહી, એવાઓ એવા સેંકડો લેખો લખે, કે ભાષણો કરે, તો પણ સુજ્ઞજનો એને આવકારવાના નથી, શાસ્ત્રના ચુસ્ત રાગીઓ ક્યારે પણ એને શાસ્ત્રસંમત માનવાના નથી, તેમજ સમકિતના ખપીજનો ક્યારેય પણ ક્ષયોપશમ સમકિતમાં અતિ જરૂરી એવા સમકિત મોહનીયના ઉદયને ફેંકી દેવા તૈયાર થવાના નથી.
ધર્મપુરુષાર્થની પ્રધાનતા અંગે અનેક શાસ્ત્રો શું કહે છે -
મારે તો એ કહેવું છે કે ધર્મપુરુષાર્થને કોઈ જ દયાળુ શાસ્ત્રકારોએ વગોવ્યો નથી, એટલું જ નહીં પણ પ્રાયઃ બધા જ મહાદયાળુ પૂર્વાચાર્ય ભગવંતોએ ધર્મપુરુષાર્થને ખૂબ ખૂબ વખાણ્યો છે. કેટલાય શ્રીસિદ્ધર્ષિગણી મહારાજ, શ્રી મુનિચંદ્રસૂરિજી મહારાજ, શ્રી કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રસૂરિજી મહારાજ... વગેરે અનેક મહાપુરુષોએ મોક્ષ કરતાં પણ ધર્મ-પુરુષાર્થને પ્રથમ ગણાવી ચઢિયાતો બતાવ્યો છે. દા.ત.
ઉપમિતિ'માં માત્ર અર્થ-કામ અને ધર્મ એ ત્રણ જ પુરુષાર્થ ગણાવ્યા પછી કહ્યું કે - “જો કે ચોથો મોક્ષ પુરુષાર્થ છે, પણ એ તો ધર્મનું જ કાર્ય છે - એટલે પરમાર્થથી ધર્મ જ પ્રધાન પુરુષાર્થ છે.”
વળી ‘યોગશાસ્ત્રમાં મોક્ષ પુરુષાર્થને અગ્રણી કહ્યો છે, છતાં ત્યાં પણ લખ્યું છે કે “મોક્ષ એ જ અર્થ છે અને એનું કારણ ધર્મ છે” એનો ભાવ પણ એ જ છે કે ભલે મોક્ષ એ જ એક અર્થ યાને પ્રયોજન હોય, છતાં સમજી રાખો કે એ ધર્મથી જ સિદ્ધ થશે માટે જીવનમાં નિકટનું પ્રયોજન ધર્મ છે.
(૧૫).