________________
ધર્મસંગ્રહ ગ્રન્થમાં શ્રાવકોને ખાસ ધર્મને પ્રધાન કરવાનો ઉપદેશ આપતાં ફરમાવે છે કે “સમુદ્રય-
વિવિપ્રારમે વડવિખેનમમતનામાવાર્થसिद्ध्यर्थ पंचपरमेष्ठिस्मरण-श्रीगौतमादिनामग्रहण - कियत्तद्वस्तु श्री देवगुर्वाधुपयोगित्वकरणादि कर्तव्यं, धर्मप्राधान्येन सर्वत्र साफल्यभावात्"
અર્થ :- “જત્થાબંધ (અથવા અનેકની ભાગીદારીમાં) ખરીદ-વેચાણનો પ્રારંભ કરતાં પૂર્વે નિર્વિઘ્નપણે ઈષ્ટલાભ આદિ કાર્યસિદ્ધિ માટે પંચપરમેષ્ઠિ ભગવંતોને યાદ કરવા, શ્રી ગૌતમસ્વામીજી આદિનું નામ લેવું, લાભમાંથી અમુક ભાગ દેવ-ગુરુના ઉપયોગમાં લેવા સંકલ્પ કરવો. કારણકે ધર્મને પ્રધાન કરીએ તો જ સફળતા મળે.”
શું આવો ઉપદેશ કરનારા શ્રાદ્ધવિધિકાર તથા ધર્મસંગ્રહકારે પાપોપદેશ કર્યો ? શું તેઓ શાસ્ત્રોના મૂળભૂત સિદ્ધાન્તોથી અજાણ્યા હશે ?
પ્ર0- શાસ્ત્રોમાં તો ઘણું લખ્યું હોય પણ બધું શ્રાવકોને કહેવાનું હોય ?
ઉ૦ - શ્રાવકોને માટે જ ખાસ જે ગ્રન્થોની રચના થઇ હોય તેની વાત શ્રાવકોને નહીં કહેવાની, તો કોને કહેવાની ? શ્રાવકોને આવી વાતો ના કહેવાય એવું માનનારા જ્યારે ઉપરોક્ત શાસ્ત્ર શ્રાવકોને સંભળાવશે ત્યારે ઉપરના શાસ્ત્રપાઠોને ક્યાં મૂકી આવશે?
ઉપા) યશોવ મહારાજ શું કહે છે?:
‘શ્રાવકે શું કરવું જોઇએ?’ એ વાત ઉપર પ્રકાશ પાડતી વખતે જે લોકો ઉપરોક્ત શાસ્ત્રપાઠ ઇરાદાપૂર્વક છુપાવી રાખે તેઓને શું પૂ. ઉપાયશોવિજયજી મહારાજનું નિમ્નોક્ત વચન બરાબર લાગુ નહિ પડે?
“કેઈ નિજ દોષને ગોપવા, રોપવા કેઈ મત કંદ રે,
ધર્મની દેશના પાલટે, સત્ય ભાખે નહીં મંદ રે.” તદુપરાંત - “મુગ્ધ લોકો સિવાય બીજાઓને અર્થાદિ માટે ધર્મ કરવાનું કહેવાય જ નહીં' આવો એકાન્ત કદાગ્રહ ધારણ કરનારાઓ પણ ઉપરોક્ત
(૧૩૨)
શ્રી ઉમાસ્વાતિ મહારાજ કે શ્રી સિદ્ધર્ષિગણી મહારાજ વગેરેની આશાતનાનો ભય હશે કે નહિ તે જ્ઞાની જાણે
(૩૭) પ્ર0 - પણ સભામાં બેઠેલા બધા તો સમજદાર જ હોય ને? ને સમજદાર આગળ તો એમજ કહેવાય ને કે દુન્યવી સુખ માટે ધર્મ કરનાર કરતાં ધર્મ ન કરનાર સારો?
ઉ૦- બધા શ્રોતા સમજદાર હોવાનું કઇ રીતે માની લેવાય? જૈન સાધુની સભામાં બધા પ્રકારના જીવો હોઈ શકે છે. એટલે તો નિશ્ચયનયના લક્ષવાળી એવી વ્યવહારનયની શૈલીથી પ્રરૂપણા કરવાનું શાસ્ત્રો ફરમાવે છે. માટે વક્તાએ એ રીતે પ્રરૂપણા કરવાની કાળજી કરવાની હોય છે. જો બધાને સમજદાર જ માન્યા છે તો ‘તમને સુખ ભૂંડું લાગ્યું છે?” એમ વર્ષોથી એકનો એક જ એકડો ઘુંટાવવો પડે? એકડો તો બાળકને ઘુંટાવાય કે ભણેલા સમજેલાને?
પ્ર0- તો જે સભાને ઉદેશીને “તમે બધા કાંઈ બાળ નથી સારા છો, સમજી શકો તેવા છો, ધંધા ધાપા મૂકીને અહીં આવો, રાજસત્તાને હંફાવો છો, ભલભલાને ઠગો છો, લાખ કમાઇને દશ હજાર બતાવો છો, આવા તમને “બાળ માનનારા પાટ પર ચડી બેસનારો બેવકૂફ છે” આવું બોલનાર ગીતાર્થ કહેવાય?
ઉ0- કેવા વિચિત્ર પ્રતિપાદન થઈ રહ્યા છે? પહેલી વાત તો એ, કે એક બાજુ ‘તમે સારા છો’ એમ કહેવું અને બીજી બાજુ ‘ભલભલાને ઠગો છો' વગેરે કહેવું, એમાં સ્પષ્ટ પરસ્પર વિરોધ છે.
બીજી વાત આપણે કાંઈ સભામાં બેઠેલા બધાને બાળ માનવાના છે જ નહીં. એમાં મધ્યમે ય હોય, ને પ્રબુદ્ધ પણ હોય. બાકી આજની સભામાં બે-ચાર કે દશ-બાર પ્રબુદ્ધ હોય તો તે પણ આનંદની વાત છે.
ત્રીજી મહત્ત્વની વાત એ છે કે કોઇ માણસ રાજક્ષેત્રમાં રાજસત્તાને હંફાવે કે ધંધાના ક્ષેત્રમાં લાખો રૂપિયા કમાઈ બતાવે, એટલા માત્રથી શું એને અહીં ધર્મક્ષેત્રમાં પણ આપણે ‘પ્રબુદ્ધ’ હોંશિયાર માની લેવા? થોડો વિચાર તો કરો
(૧૧)