________________
પૂ. હરિભદ્રસૂરિજી મહારાજે પણ પચ્ચકખાણ અષ્ટકના છેલ્લા શ્લોકમાં અવિધિ-આશંસા આદિ દોષોવાળું પણ પચ્ચ. ‘આ મારા ભગવાનનું કહેલું છે? એવા સાદા ભાવથી, કંઈક આદરથી કરાતું હોવાથી ભવભ્રમણવર્ધક નહીં પણ શુભફલદાયક કહ્યું છે. જો આશંસાપૂર્વકનું અનુષ્ઠાન એકાંતે વિષ-ગરલમય જ બનતું હોત તો પૂજય ઉપા. યશોવિજયજી મહારાજે મુક્તિ અષ બત્રીશીમાં બાધ્યકક્ષાની ફલાશંસાપૂર્વકનું અનુષ્ઠાન પણ તદ્ધતુ અનુષ્ઠાનમય હોવાનું જે સમર્થન કર્યું છે, તે ન કર્યું હોત. તથા બાધ્ય કક્ષાની ફલાશંસા એટલે કે ધર્મસાધનામાં રાખેલી પૌદ્ગલિક ફલની એવી આશંસા કે જે પાછળથી ગુરુની સમજાવટ મળતાં બાધિત થઈ જાય ટળી જાય એવી હોય, માત્ર ‘મુક્તિની જ ઈચ્છા-આશંસાથી જે અનુષ્ઠાન કરાય તે જ તદ્ધતુ અનુષ્ઠાન” આવો જો. એકાન્તવાદ હોત તો પૂજ્ય હરિભદ્રસૂરિજી મ. આદિ અનેક શાસ્ત્રકારોએ યોગબિંદુ આદિગ્રન્થમાં મુક્તિ-અદ્વેષરૂપ શુભભાવલેશના યોગથી પણ તદ્ધતુઅનુષ્ઠાન હોવાનું કહ્યું છે તે ન કહ્યું હોત, સ્પષ્ટ વાત છે કે તદ્ધતુઅનુષ્ઠાનનું જે સ્વરૂપ શાસ્ત્રકાર ભગવંતોએ સ્વ-સ્વ ગ્રન્થોમાં બતાવ્યું છે, તેના ઉપર જો કદાગ્રહ છોડીને પૂરતું મનન થાય તો કોઈપણ ઉપદેશક બાધ્યકક્ષાની ફલાકાંક્ષાવાળા ચરમાવર્તવર્તી જીવના સામાયિકાદિ અનુષ્ઠાનોને વિષ-ગરલમાં ખતવવાની ગંભીર ભૂલ કરી બેસે નહિ. ઉપદેશકોનું ખરું કર્તવ્ય પણ એ જ છે કે બાધ્ય ફલાકાંક્ષાવાળા અનુષ્ઠાનો કરી રહેલા ભવ્ય જીવોને “તમે દુર્ગતિમાં રીબાઈ રીબાઈને મરવાના” વગેરે કહીને ભડકાવી મારવાને બદલે તેમનું એ તદ્ધતુ અનુષ્ઠાન ફલાકાંક્ષાના ત્યાગપૂર્વક અમૃત અનુષ્ઠાનમાં કેમ પરિણમે એ બાબત ઉપર ઉપદેશ દરમ્યાન પૂરતું લક્ષ અપાય. શ્રી જૈનશાસનમાં માત્ર વિષ કે ગર અનુષ્ઠાનની જ ઓળખ આપી નથી કિંતુ તદ્ધતુ અને અમૃતાઠાનનું પણ સુંદર નિરૂપણ છે, અને તેનું પણ વ્યાખ્યાન-લેખનાદિ દ્વારા જો સર્વત્ર પ્રતિપાદન થતું રહે તો ઘણા શુષ્ક વિવાદોનો અન્ન આવી જાય.
આજે ઘણા લોકોએ જાણ્યા-સમજયા વિના યોગના નામે અનેક મન માન્યા વ્યવહારો ઊભા કર્યા છે. એની મોહક પણ ભ્રામક જાળમાં અનેક જિજ્ઞાસુઓ સામાયિકાદિ પવિત્ર ધર્મક્રિયાઓ પ્રત્યે નફરત-અરુચિ ધરાવતા બનીને દુર્લભબોધિ બની જાય છે, એ કોઈપણ રીતે ઈચ્છનીય નથી.
(૧૦૯)
અચરમાવર્તકાળમાં અનંતવાર કરેલી ચારિત્ર ક્રિયાઓ ભલે નિષ્ફળ જતી હોય, પરંતુ ચરમાવર્તમાં આવેલા ભવ્ય જીવો માટે ખાસ કરીને આ કલિયુગમાં સૌથી વધુ ઉપકારી હોય તો તે વીતરાગ-કેવલિભાષિત ધર્મક્રિયાઓ છે. કારણ કે એની આરાધનામાં જોડાવાથી જ મોટા ભાગે જીવો સપુરુષોના સમાગમમાં આવીને શુદ્ધધર્મની આરાધનાના માર્ગે પ્રગતિ કરતા થાય છે. શ્રી હેમચન્દ્રસૂરિમહારાજે પણ ત્રિષષ્ઠીવ ગ્રન્થમાં કહ્યું છે કે ભારે કર્મી જીવો પણ ધર્મસાધનાના માર્ગે આવીને મોક્ષ તરફ પ્રયાણ કરનારા થાય છે. શાસ્ત્રગ્રન્થોમાં જેને ધ્યાન કહેવામાં આવ્યું છે તેના માટે પ્રાચીન ઘણા મહર્ષિઓ પણ કહી ગયા છે કે એ અતિદુષ્કર છે, અને આજે તો તેના મનોરથમાત્ર કરાય છે. એટલે જે કાળમાં સામાન્ય કક્ષાના લોકો એક બાજુ ભૌતિક સગવડો તેમજ ભૌતિક ભોગ-વિલાસોની પાછળ ગાંડાતૂર બન્યા હોય, એ કાળમાં થોડી ઘણી પણ ધર્મમાં શ્રદ્ધા કે રુચિ જેમની ટકી રહી હોય તેવાઓને કાયા વગેરેની સુખશીલતા પોષાય એવા ધ્યાનયોગ વગેરેનો ઉપદેશ કરવાને બદલે, જેમાં તન-મન-ધન બધાનો ભોગ દેવો પડે એવા વિવિધ ધર્માનુષ્ઠાનોમાં જોડાવા માટેનો ઉપદેશ દેવાય તે વધુ ઉચિત લાગે છે. ધર્માનુષ્ઠાનોમાં જોડાયા પછી પણ મોટાભાગના લોકો ‘ભાવોલ્લાસ જાગતો નથી, મન ઠેકાણે રહેતું નથી' – એવી ફરિયાદ કરતા હોય છે. પૂજયપાદ ગુરુદેવશ્રીએ આ ફરિયાદની નાબૂદી માટે પહેલેથી પોતાના વ્યાખ્યાનોનો ઝોક ત્યાગ-વૈરાગ્યાદિ સાથે શુભક્રિયાઓમાં જગાડવા લાયક ઉત્તમ ભાવો ઉપર વધારે રાખ્યો છે.
તત્ત્વનું સાચું અવલોકન કરવા માટે, તથા પહેલાથી ૧૪મા ગુણસ્થાનકોમાં વ્યાપક ધર્મના સ્વરૂપનું સાચું દર્શન પ્રાપ્ત કરવા માટે અને ઉપદેશમાંથી એકાન્તવાદને ટાળવા માટે સતત નજર સમક્ષ રાખવા જેવા અનેક આપ્ત વચનોમાંથી થોડા નીચે અનુવાદ સહિત આપ્યા છે.
શ્રી મહેશ્વરસૂરિવિરચિત પ્રાચીનતમ ‘નાણપંચમી કહાઓ’ ગ્રન્થ પૃષ્ઠ ૭૫-૭૬ શ્લો. ૪૮૮ થી ૪૯૪
अह सनियाणं एयं तवचरणं पंचमीए संबद्धं । संसारपवड्ढणयं काऊणं जुज्जए कहं णु ? ||४८८।।
(૧૧૦)