________________
તદ્દન ઉપેક્ષા થઈ જાય તેવું થવા દેતા નથી. એટલે જ તેઓશ્રીના વ્યાખ્યાનોમાં જયારે એક નયનું સમર્થન ચાલતું હોય ત્યારે બીજા નયની પ્રરૂપણાનો અવસર આવે ત્યારે એ નયની માન્યતાનું પણ સચોટ સમર્થન અને એને પણ પૂર્ણ ન્યાય મળેલો દેખાશે. એવું નહિ દેખાય કે એકવાર જે નયનું સમર્થન કર્યું હોય પછી કાયમ માટે એજ નયનો આગ્રહ બંધાઈ ગયો હોય અને એનું ને એનું જ સમર્થન અને પુષ્ટિ કર્યા કરતા હોય. ભિન્ન ભિન્ન નયોને ન્યાય આપવાના આ પ્રકારના વલણને કારણે તેઓશ્રીના વ્યાખ્યાનોમાં જુદે જુદે અવસરે સર્વ નયોની માન્યતાની પ્રરૂપણામાં એકરૂપતા જળવાઈ રહે છે અને પરસ્પર વિરોધને અવકાશ મળતો નથી.
પૂર્વાચાર્ય ભગવંતોનો આશય વિચિત્ર અર્થાતુ ભિન્ન ભિન્ન પ્રકારનો હોય છે. ક્યારેક તેઓ કોઈ એક નયથી વાત કરે તો ક્યારેક એની તદ્દન સામી બાજુના નયથી, એટલે જૈન શાસનમાં આરાધકો ક્યારેય પૂર્વાચાર્ય ભગવતોના વિધાનોમાંથી કોઈ એક જ નયને પકડી લેવાની ઉતાવળ કરતા નથી કિંતુ ઉભય નયને સમજીને ઉભયનય સમ્મત પદાર્થનો સ્વીકાર કરે છે.
શાસ્ત્રગ્રન્થો ચરિત્ર-ગ્રન્થોનો ગુરુગમથી અભ્યાસ કરનાર પણ એ જોઈજાણી શકે છે કે શાસ્ત્રોમાં પણ ઠેર ઠેર આપત્તિનિવારણ કે આવશ્યક પ્રાપ્તિ અર્થે ધર્મ કરનારને ઘણા ઘણા લાભ યાવતુ મોક્ષ પ્રાપ્ત થયાના દ્રષ્ટાન્તો જોઈએ એટલા મળે છે, એથી ધર્મ કરનારને એકાત્તે નુકશાન જ થયાનું એમાં જાણવા મળ્યું નથી. પૂર્વે જે શાસ્ત્રકાર ભગવંતોના વિધાનો દર્શાવ્યા છે એનાથી હવે એ પણ સમજી શકાય તેમ છે કે ધર્મનો મહિમા બતાવવા, મોક્ષના અ-દ્વેષવાળા જીવોને ધર્મ કરતા મોક્ષ સિવાયના લાભ થયાના દ્રષ્ટાન્તો ઉપદેશમાં કહેવા તે એનો દુરુપયોગ નહીં પણ સદુપયોગ છે. “ઉપદેશતરંગીણી” શાસ્ત્ર અને ‘ભરતેશ્વરવૃત્તિ શાસ્ત્રમાં શાસકાર ભગવંતોએ જ લજજા વગેરેથી ધર્મ કરવાના વિધાનના સમર્થનમાં એ બધા દ્રષ્ટાન્તો ટાંકી દેખાડ્યા છે. માટે એ બધાના દ્રષ્ટાન્તો ના લેવાય એમ કહેવું તે પણ વ્યાજબી ઠરતું નથી. કારણકે તેમાં શાસ્ત્રકાર ભગવંતોની અવગણના થવા પૂરેપૂરો સંભવ છે.
અહીં શંકા થઈ શકે કે તો પછી પૌગલિક આશયથી થતી ધર્મક્રિયાને વિષાનુષ્ઠાન અને ગરાનુષ્ઠાન કેમ કીધી ?
આનો ઉત્તર ખૂબ જ શાંત ચિત્તે પૂર્વગ્રહરહિતપણે ઊંડાણથી વિચારવાની જરૂર છે. આ વિષાદિ અનુષ્ઠાનનો અધિકાર પૂજયપાદ આચાર્યશ્રી હરિભદ્રસૂરિ મહારાજ આદિના ‘યોગબિન્દુ' વગેરે ગ્રન્થમાં જોવા મળે છે માટે સૌ પ્રથમ એનો સંદર્ભ જોઈએ :છે. ગુffપૂગનાદ તથા ગુણ ૩Kત: I
मुक्त्यद्वेषाद्यथात्यन्तं महापायनिवृत्तितः ॥ १४९ ॥
गुर्वादिपूजनादुक्तरूपात्सकाशात् न=नैव इह-पूर्वसेवायाम् तथा गुणः= पूजकोपकारः उदाहृतो मतिमद्भिः । मुक्त्यद्वेषाद् गुर्वादिपूजाऽभावेऽपि यथात्यन्तमतीव गुणो, महापायनिवृत्तितो महापायस्य संसारनामकस्याऽपायस्य पराकरणाद-निवृत्तेः ૨૪ /
एतद्युक्तमनुष्ठानमन्यावर्तेषु तद् ध्रुवम् । चरमे त्वन्यथा ज्ञेयं सहजाल्पमलत्वतः ।। १५२ ॥
एतद्युक्तं-भवाभिष्वड्गानाभोगसंगतम्, अनुष्ठानं गुरुदेवादिपूजनरूपम् अन्यावर्तेषु-चरमावर्तविलक्षणेषु, तत्पूर्वसेवारूपतयोपन्यस्तम् ध्रुवं निश्चितम्, चरमे तु=चरमे पुनः परावर्ते अन्यथाऽन्यप्रकारं ज्ञेयम्, कुत इत्याह सहजाल्पमलत्वतः स्वाभाविककर्मबन्धयोग्यतालक्षणमलतुच्छभावात् ।। १५२ ।। રૂ. વિમેવ હનુણાને તૃમેટ્રેન માને છે
सरुजेतरभेदेन भोजनादिगतं यथा ॥ १५३ ॥
एकमेव ह्येकाकारमेव अनुष्ठानं देवतापूजनादि कर्तृभेदेन-चरमाऽचरमावर्तवर्तितया कारकजन्तुनानात्वेन भिद्यते विशिष्यते । दृष्टान्तमाह सरुजेतर-भेदेन, भोजनादिगत-भोजनपानशयनासनादिगतं, यथा येन प्रकारेण एतस्य रोगवृद्धिहेतुत्वादन्यस्य च बलोपचयार्थत्वादिति ।। १५३ ।। છે. તવ રથન્નાહં -
इत्थं चैतद्यत: प्रोक्तं सामान्येनैव पञ्चधा । विषादिकमनुष्ठानं विचारेऽत्रैव योगिभिः ॥ १५४ ।।
(૮૮)
(૮૭)