________________
કે ક્યારેક ઈષ્ટ સિદ્ધિ કરવાના ઉદ્દેશથી ય ધર્મ કરે છે. એમાં અલબત મોક્ષનો ઉદ્દેશ નથી છતાં એ વિષક્રિયા નથી, પણ ધર્મ-શ્રદ્ધાવર્ધક શુભ ક્રિયા છે. માટે તો ‘જયવીયરાય” સૂત્રમાં પ્રભુ આગળ “ઈષ્ટફળ સિદ્ધિ'ની માંગણી મૂકી છે.
પ્ર.- ભગવાન પાસે કે ધર્મ પાસે દુન્વયી ઈષ્ટ ફળ મંગાય?
ઉ.- મંગાય, એ ઈષ્ટના અભાવમાં ચિત્ત ખિન્ન રહેતું હોય, દા.ત. આજીવિકાના સાંસા હોય, યા સખત શિરશૂળ હોય, ને તેથી ચિત્તને સમાધિ ન રહેતી હોય, આર્તધ્યાન થયા કરતું હોય, શાંતિથી દેવદર્શનાદિ ધર્મસાધના ન થઈ શકતી હોય, તો એ ઈષ્ટફળ સિદ્ધિ મંગાય. એ જ આશયથી ગણધર ભગવાને જયવીયરાય સૂત્રમાં એ માંગણી મૂકી છે. પ્રભુની પૂજા- સ્તવના કરીને આ માગે એમાં ઈષ્ટ તરીકે મોક્ષ નથી માગ્યો, સાંસારિક ફળ ઈષ્ટ વસ્તુ માંગી છે, છતાં ત્યાં ધર્મક્રિયા એ વિષક્રિયા નથી થતી. ધર્મશ્રદ્ધાળુ શ્રાવક સરકારી લફરામાં ફસાયો હોય, ત્યાં એમાંથી છૂટવા માટે ધર્મનો આશરો ન લે તો કોનો આશરો લે? ધર્મનો આશરો લે એમાં શું એ ગુનેગાર થયો?
વાંઢા ધર્મી યુવાનને કન્યા ન મળતી હોય, સંયમ કે જીવનભર બ્રહ્મચર્યની તાકાત નથી, ને દુરાચારના માર્ગે જવું નથી, વેદનો ઉદય બહુ પીડે છે, હવે એ પ્રભુની વિશિષ્ટ પૂજાભક્તિ-તપસ્યા કરીને પ્રભુ પાસે માગે કે “પ્રભુ વેદનો ઉદય બહુ પીડે છે, સમાધિ રહેતી નથી, દુરાચારના માર્ગે નહિ જવાનો નિર્ધાર છે, તો મારા પર કૃપા કર.” આ જો માગે તો શું ગુન્હો કર્યો? વિષક્રિયા કરી ?
દીકરાને ભૂત વળગ્યું હોય તે ઉતારવાના આશયથી શંખેશ્વર ભગવાનની બહુ ભાવનાથી પૂજા ભક્તિ કરે તો શું એમાં મહાપાપ કર્યું? અને “ના, વિષક્રિયા ન કરાય, ભગવાન પાસે આવું ન મંગાય,’ એમ કરી એના બદલે બાવા ફકીર પાસે જાય અને બકરાનો બલી કરાવે તો એમાં શું એણે ઓછું પાપ કર્યું?
દ્વારકાનો દાહ અટકાવવા માટે તેમનાથ પ્રભુએ જ આયંબિલાદિ તપસ્યાઓ જિનભક્તિ તથા જીવકરુણા વગેરે ધર્મ કરવાના કહ્યા. અહીં શું પ્રભુએ વિષક્રિયા બતાવી ? આ ધર્મ કરવા પાછળ મોક્ષનો આશય હતો એમ તો કહેવાશે નહીં.
ધર્મને પ્રધાન કરવાથી સાંસારિક કાર્યમાં શ્રાવક સફળ થાય ત્યાં તેને ધર્મ ઉપર શ્રદ્ધા-આદર-બહુમાન વગેરે વધે અને એ બધુ વધતાં ધીમે ધીમે છેક સંસારત્યાગના ધર્મ સુધી પહોંચી શકે, એવો શાસ્ત્રકાર ભગવતોનો શુભ આશય છે. જો આ બરાબર ધ્યાનમાં લેવાય તો આજના કેટલાક તથ્યહીન વિવાદો ટાઢા પડી જાય.
‘ધર્મસંગ્રહ' વિશાળ ગ્રન્થ કર્તા પૂ. ઉપાધ્યાયશ્રી માનવિજયજી મહારાજે પણ શ્રદ્ધવિધિના પાઠનું અનુમોદન કર્યું છે- અટલું જ નહિ શ્રાવકોમાં ધર્મશ્રદ્ધા વધે (અને ભાવમાં મોક્ષાર્થી બને) એવા પવિત્ર આશયથી પૂર્વાચાર્ય ભગવંતોએ સાંસારિક ઈષ્ટપ્રાપ્તિના આશયથી ધર્મક્રિયા કરનારાઓને પણ નિષેધ કરવાનું દુઃસાહસ કર્યું નથી.
જો પૂર્વાચાર્યો ભગવતોના વિધાનોનું તાત્પર્ય એવું જ હોય કે “ધર્મક્રિયા સાંસારિક પદાર્થના આશયથી ન જ થાય; આવો જ ઉપદેશ સાધુઓએ કરવાનો હોય, અન્ય પ્રકારનો નહીંજ' તો ભરતેશ્વરબાહુબલિવૃત્તિ ગ્રન્થ તથા શ્રી ઉપદેશ તરંગીણી ગ્રન્થમાં ધર્મોપદેશના પ્રકરણમાં પૃષ્ઠ ૨૬૪ ઉપર ‘તષ્ણાતો જતો.' શ્લોક મૂકીને અને એમ ‘લજ્જા, ભય....' વગેરે દરેક પદનું દ્રષ્ટાન્ત સાથે વિવેચન લખીને “શુદ્ધ અર્થાત્ જિનોકત ધર્મને લજ્જા, ભય, વિતર્ક, મત્સર, સ્નેહ, લોભ, હઠ, અભિમાન, વિનય, શૃંગાર,કીર્તિ, દુ:ખ, કૌતુક, વિસ્મય, વ્યવહાર, ભાવે, કુલાચાર, કે વૈરાગ્યથી જેઓ ધર્મ કરે છે તેઓને અમાપ ફલ પ્રાપ્ત થાય છે” આવી લજજા વગેરેથી થતી ધર્મની પ્રશંસા મુદ્દલે ય ન કરી હોત. ઉપદેશતરંગિણીકારે તો આ એકેકના સ્પષ્ટ ઉદાહરણો પણ ત્યાંજ દર્શાવી દઈને છેલ્લે કહ્યું છે કે- “શું બહુ કહેવું-દરેક રીતે કરેલો ધર્મ મહાલાભ માટે થાય છે.” આનાથી એ સ્પષ્ટ છે કે આવા બધા પ્રશંસા વાક્યો જીવનને ધર્મમાં જ પ્રવર્તાવવા માટે છે, અને તે માત્ર મોક્ષના આશયથી જ પ્રવર્તાવવા માટે છે એમ નહીં કિન્તુ સાંસારિક પ્રયોજનથી પણ પ્રવર્તતા હોય તો તે માટે પણ કહેલા છે. પૂજયપાદ ગુરુદેવશ્રીએ આજ સુધી જે કાંઈ લખ્યું છે તે ધ્યાનથી વાંચી જનારને તે વાતની પૂરી પ્રતીતિ થશે કે તેઓશ્રી બોલતી કે લખતી વખતે બીજાનયની માન્યતાની
(૮૬)