________________
ઐહિક-પાર-લૌકિક ફલપ્રાપ્તિનો આશિર્વાદ આપત ખરા? *
પ્ર0 - અહીં કુમારપાળનું વાંછિત ફળ એટલે મોક્ષ જ હોય ને?
ઉ0 - પૂજ્યશ્રી પ્રભાચંદ્રસૂરિ મહારાજે આની ટીકામાં ‘ઐહિક-પારલૌકિક' એવો જ અર્થ કર્યો છે. એટલે “મોક્ષરૂપી જ વાંછિતફળ’ નો આશીર્વાદ આપ્યો છે એવી રજુઆત શાસ્ત્રગર્ભિત કે કદાગ્રહ ગર્ભિત ? તદુપરાંત,
तुल्ये चतुर्णा पौमर्थ्ये पापयोरर्थकामयोः । आत्मा प्रवर्तते हन्त, न पुनर्धर्ममोक्षयोः ।।
આ શ્લોક દ્વારા અર્થ-કામને પાપપુરુષાર્થ દર્શાવી, જીવો ધર્મ-મોક્ષ પુરુષાર્થમાં નથી પ્રવર્તતા તેનો ખેદ દર્શાવે છે. વળી સ્વયંબુદ્ધ મંત્રીએ રાજાને કરેલા ઉપદેશમાં તેઓશ્રી
पुंसां शिरोमणीयते धर्मार्जनपरा नराः । आश्रीयन्ते च संपद्भिर्लताभिरिव पादपाः ।।
અર્થાતુ ધર્મનું ઉપાર્જન કરનારા (ધર્મપુરુષાર્થ આદરનારા) મનુષ્યો પુરુષોમાં શિરોમણિ ભાવને ધારણ કરે છે, અને જેમ વૃક્ષો વેલડીઓથી વિટાય એ રીતે સંપત્તિઓથી વરાય છે.
આમ કહીને ધર્મપુરુષાર્થના શિરોમણિ ભાવને સ્પષ્ટ શબ્દોથી જણાવી રહ્યા છે. અહીં એમ નથી કહ્યું કે માત્ર મોક્ષપુરુષાર્થનું ઉપાર્જન કરનારા જ શિરોમણિભાવ ધરાવનારા છે. વળી એમાં જ આગળ
विद्याधरनरेन्द्रत्वं धर्मेणैव त्वमासदः । अतोऽप्युत्कृष्टलाभाय धर्ममेव समाश्रय ।।
આ શ્લોકમાં રાજાને મંત્રીએ કરેલા ઉપદેશમાં ફરમાવે છે કે ધર્મથી જ તને વિદ્યાધરોમાં નપપણું પ્રાપ્ત થયું છે. હવે એનાથી પણ ચઢિયાતા લાભ માટે ધર્મનો જ આશ્રય કર.
* આ વિષયમાં ઊંડાણથી જાણવા માટે મુનિશ્રી અભયશેખર વિજયજી આલેખિત "તત્ત્વાવલોકન-સમીક્ષા" ગ્રન્થ અવશ્ય વાંચવો.
(૭૯)
અહીં નૃપત કરતાં પણ ચઢિયાતા સ્વર્ગાદિ યાવતું મોક્ષ સુધીના બધા લાભો છે અને તેના માટે ધર્મનો આશ્રય કરવાનું સ્પષ્ટ જણાવે છે. એનાથી ફલિત થાય છે કે સાંસારિક પદાર્થના આશયથી પણ જીવો ધર્મમાં જોડાય તે તેઓને ઈષ્ટ જ છે કારણકે ચરમાવર્નમાં આવેલા જીવો ધર્મમાર્ગે આવીને જ મોક્ષમાર્ગે પ્રયાણ કરતા થાય છે. એટલે જીવો માટે ધર્મ પ્રવૃત્તિનો પુરુષાર્થ ખૂબ ખૂબ કર્તવ્ય છે, એવો જ્ઞાનીઓનો આશય છે.
એટલે “અર્થતુ નો :' એ વિધાનથી એકમાત્ર મોક્ષપુરુષાર્થની જ પ્રધાનતાનો એકાંત પકડી લઈને ધર્મપુરુષાર્થને ઉતારી પાડવાનો કાંઈ અર્થ નથી. આ તો કલિકાલસર્વજ્ઞ ભગવંતની વાત થઈ. કિંતુ બીજા પણ મહાપુરુષોને, જીવો સાંસારિક વસ્તુઓના આશયથી ધર્મ કરે તો પણ (પરંપરાએ મોક્ષ હેતુક ધર્મ તરફ વળે એ અભ્યન્તર આશયથી) કેટલું ઈષ્ટ છે તે હવે જોઈએ.
તદુપરાંત નવાંગી ટીકાકાર શ્રી અભયદેવસૂરિ મહારાજના શિષ્ય આચાર્યશ્રી વર્ધમાનસૂરિજી મહારાજ વિરચિત ગ્રન્થ “મણોરમાં કથા” ના અષ્ટપ્રકારી પૂજાની, કથાઓમાં પૃષ્ટ૧૯૪ઉપર ઉપદેશકર્તા શ્રી પ્રિયંકરસૂરિ સમુદ્રદત્તને ગંધપૂજાના ઉપસંહારમાં કહે છે કે -
जइ इच्छह धणरिद्धिं गुणसंसिद्धि जयम्मि सुपसिद्ध तो गंधुध्धुरधुवेहि महह जिणचंदबिंबाई ।।२३४।।
“જો ધન - ઋદ્ધિ અને જગતમાં સુપ્રસિદ્ધ ગુણ સંસિદ્ધિને ઈચ્છતા હો તો અતિશયિતસુગંધી ધૂપ વડે શ્રી જિનચંદ્ર બિંબોની પૂજા કરો.”
તથા પૃ. ૨૨૨ માં અક્ષત પૂજાના અંતે કહે છે चक्कहरामररिद्धि इच्छह जइ मोक्खसोक्खमखंड ।
तो अखंडे विमले जिण-पुरओ अक्खए खिवह ।।४३२।। ખાસ ધ્યાનમાં લેવાની વાત છે કે "સાંસારિક પદાર્થના આશયથી કરાતો ધર્મ" અને "સંસાર માટે કરાતો ધર્મ" આ બેમાં ઘણો ઘણો ફરક છે. કોઈપણ સુજ્ઞ શાસ્ત્રકારે આજ સુધી સંસાર માટે ધર્મ કરવાનું કહ્યું નથી. એ જ રીતે સુવિહિત ગીતાર્થ પ.પૂ.આ.શ્રી ભુવનભાનુસૂરીશ્વરજી મ.સા.પણ સંસાર માટે ધર્મ કરવાનું ક્યારે પણ કહેતા નથી. છતાં પોતાની નબળાઈ ઢાંકવા માટે અને લોકોની આંખમાં ધૂળ નાંખવા માટે કેટલાક લોકો તરફથી જાણી બુઝીને એવો આક્ષેપ થાય છે એ પાયા વગરનો છે.
(૮)