SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ રહે.’ તથા એવું પણ ઈચ્છતા નથી કે ‘મલીન આશયથી ધર્મક્રિયા કરીને સંસારમાં ભલે રખડયા કરે.’ તેમજ એવું પણ ઈચ્છતા નથી કે ‘પાપક્રિયાને બદલે માત્ર ધર્મક્રિયા કર્યા કરે, પછી ભલેને મોક્ષે ન જાય’ ત્યારે ‘પાપક્રિયાને બદલે જીવ ધર્મક્રિયા જ કરતા રહે ’ એવું તો જરૂર ઈચ્છે છે કે જેથી એ ધર્મક્રિયાથી પરંપરાએ તેમાં યોગ્યતા પ્રગટ થવા સાથે મોક્ષ માટે પ્રગતિ કરતા થાય. કેવલિભાષિત શુભ ધર્મ- સાધનાઓનું જૈન શાસનમાં ઘણું ઘણું મહત્ત્વ છે. એના જેવી બીજી કોઈ શ્રેષ્ઠ સાધના નથી, શ્રેષ્ઠ ક્રિયા નથી. એમાં એવી શક્તિ પડેલી છે કે જે ચ૨માવર્ત્તવર્તી જીવોમાં યોગ્યતાદિના આધાન દ્વારા ભાવને પણ ખેંચી લાવનારી થાય છે. એટલે કે ક્રિયાનયની દ્રષ્ટિએ શુભ ક્રિયાઓનો સ્વતંત્ર મહિમા છે. એટલે જ જ્યારે જ્યારે એમ કહેવાય છે કે ભાવપૂર્વકની ક્રિયા મોક્ષ હેતુ છે ત્યારે તેનો અર્થ એ કરાય છે કે ભાવસંપાદન દ્વારા ક્રિયા મોક્ષહેતુ બને છે. નહિ કે ભાવપૂર્વકત્વરૂપે ક્રિયા મોક્ષમાં હેતુ છે. – જો ભાવપૂર્વકત્વરૂપે ક્રિયા મોક્ષમાં હેતુ માનીએ તો ઉપા૦ શ્રી યશોવિજયજી મહારાજ જણાવે છે તેમ-અન્યથાસિદ્ધ (અર્થાત્ અહેતુ) થઈ જાય. માટે મોક્ષ પ્રત્યે ક્રિયાની કારણતા ભાવપૂર્વકત્વરૂપે નહિ પણ સ્વતંત્ર શક્તિવિશેષરૂપે કહી છે. (જુઓ યોગલક્ષણ બત્રીસી ૧૦ મી શ્લોક ૨૭ ટીકા - હારળતા ચ तस्याः शक्तिविशेषेण न तु भावपूर्वकत्वेनैव भावस्याऽन्यथासिद्धिप्रसंगात्) આ રીતે ચ૨માવર્ત્તવર્તી જીવોને મોક્ષમાર્ગે પ્રગતિ કરાવનારી હોવાથી ધર્મક્રિયાઓ ખૂબ જ મહત્ત્વની છે, અને તેથી જ શાસ્ત્રકાર ભગવંતોએ મોક્ષના આશય વિના પણ યથાકથંચિત્ તે લાયક જીવો દ્વારા કરાતી ધર્મક્રિયાઓને અવગણવાને બદલે આવકારી છે.કારણ, મોક્ષપુરુષાર્થની જેમ ધર્મપુરુષાર્થ પણ ઘણો ઘણો વખાણ્યો છે, પણ અર્થ-કામની જેમ એને વખોડ્યો નથી. અહીં જો એવો પ્રશ્ન કરવામાં આવે કે - પ્રશ્ન - કલિકાલસર્વજ્ઞ પૂજ્યપાદ હેમચંદ્રસૂરિ મહારાજે ત્રિષષ્ટિશલાકાના દશમા પર્વના તેરમાં સર્ગમાં મોક્ષને જ વાસ્તવિક પુરુષાર્થ જણાવીને (૭૭) સંસારના કોઈપણ હેતુથી ધર્મ કરવાનો નિષેધ અને મોક્ષના હેતુથી ધર્મ કરવાનું વિધાન કર્યું છે એનું શું ? ઉત્તર – તો આના ઉત્તરમાં પહેલા એ શ્લોકો ધ્યાનમાં લઈએ. पुमर्था इह चत्वारः कामार्थों तत्र जन्मिनाम् । अर्थभूतौ नामधेयादनर्थों परमार्थतः ||१|| अर्थस्तु मोक्ष एवैको धर्मस्तस्य च कारणम् । संयमादिर्दशविधः संसाराभ्भोधितारणः ॥ २॥ अनन्तदुःखः संसारो मोक्षोऽनन्तसुखः पुनः । तयोस्त्याग-परिप्राप्तिहेतुर्धर्म विना न हि ||३|| मार्ग श्रितो यथा दूरं क्रमात् पंगुरपि व्रजेत् । धर्मस्थो धनकर्माऽपि तथा मोक्षमवाप्नुयात् ||४|| આ શ્લોકોમાં અર્થ અને કામને જેમ પ૨માર્થથી અનર્થરૂપે જણાવ્યા તેમ ધર્મને અનર્થરૂપે જણાવ્યો નથી. એનાથી એ ફલિત થાય છે કે મોક્ષ જ એક પુરુષાર્થ છે એમ કહેવામાં અર્થ અને કામનો જ વ્યવચ્છેદ ઈષ્ટ છે, નહિ કે ધર્મનો પણ. વળી સંસ્કૃત ભાષાનો જાણકાર કોઈપણ આ ચાર શ્લોકો વાંચીને એવું કહેવાની હિંમત નહિ કરે કે આ શ્લોકોમાં મોક્ષ સિવાયના કોઈપણ હેતુથી ધર્મ કરવાનો નિષેધ કર્યો છે. ઊલટું ચોથા શ્લોકમાં જે કહ્યું છે -- “માર્ગ પર રહેલો પાંગળો પણ ક્રમશઃ દૂર પહોંચી શકે છે એ રીતે ભારેકર્મી પણ ધર્મમાં રહ્યો હોય તો મોક્ષને પામી શકે છે.” આનાથી તો ઊલટું એ ફલિત થાય છે કે મોક્ષનો આશય તત્કાળ ન હોય અને સંસારની વ્યથા નિવા૨વાનો હેતુ હોય તો પણ ચરમાવર્ત્તવર્તી ભારેકર્મી જીવો ધર્મ માર્ગે ચાલે તો પરંપરાએ તેને પણ મોક્ષ પ્રાપ્તિ થઈ શકે છે. કારણકે ધર્મ એ મોક્ષના માર્ગરૂપ છે. જો કલિકાલસર્વજ્ઞને મોક્ષ જ એક પુરુષાર્થ તરીકે ઈષ્ટ હોત અને ધર્મ ઈષ્ટ ન હોત, તો, વીતરાગ સ્તોત્રમાં ‘દુમારપાત્ત ધૂપાન્તઃ પ્રાપ્નોતુ તાંખિતમ આ વીતરાગ સ્તવનાથી કુમારપાળ રાજાને વાંછિતફળ પ્રાપ્ત થાઓ - આવો (૭૮)
SR No.008878
Book TitleIshtafal Siddhi Prakaranam
Original Sutra AuthorN/A
AuthorPadmasenvijay
PublisherMehul Jain Mitra Mandal Ahmedabad
Publication Year2008
Total Pages91
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy