________________
ધર્મનું જ શરણું લે, ધર્મસાધના કરે એમાં કાંઈ ભવના ફેરા વધતાં નથી પરંતુ ધર્મ શ્રદ્ધા વધે છે. પરિણામે દ્રઢધર્મી થાય છે.
પૂજયશ્રી એવું જરાય ઈચ્છતા નથી કે ધર્મશ્રદ્ધાળુ વર્ગ વૈરાગ્યાદિને ભૂલી જાય. તેથી જ તો પૃ.૧૧૭ માં પહેલાં જ કહી આવ્યા છે કે –“દર્શનપૂજા ત્રિભુવનચક્રવર્તી તીર્થંકર ભગવાનનાં કરવા છતાં વાસ્તવમાં પ્રભુ પાસેથી થોડો ય વૈરાગ્ય નથી લેવાતો, એટલે પ્રભુ પાસે તુચ્છ ચીજની ભિક્ષા મંગાય છે ! તેમ શ્રદ્ધાબળ નથી લેવાતું કે ‘અરિહંત પરમાત્મા અચિન્ય પ્રભાવી છે, એટલે જગતનું ય સારું મળશે તો તે આ નાથના પ્રભાવે જ મળશે, એમના પ્રભાવે જરૂર મળશે, માટે ‘નમું તો આ નાથને જ, ભજું તો આ પ્રભુને જ, સ્મરું - જપું તો આ અરિહતને જ'- આ શ્રદ્ધાબળ ન હોય એટલે પછી બજારવેપાર-ઈજ્જત વગેરે પર યા દોરા - ધાગા-મંતર-જંતર વગેરે પર શ્રદ્ધા કરાય
આ રીતે પૂજ્યશ્રી, સંસારમાં આવશ્યક કર્તવ્યપાલન કે આપત્તિ નિવારણના ઉપદેશથી કરાતી જિનોકત ધર્મક્રિયાથી મળતા ફળ દ્વારા ધર્મશ્રદ્ધા વધારવાના કારણે લોકો દોરા-ધાગા-મતર-જંતર યા મિથ્યા દેવદેવીની માન્યતાના અનિષ્ટથી બચતા રહે એ સારી રીતે સમજે છે. એટલે એને વિષક્રિયાનું લેબલ લગાડીને ક્યાંય વખોડી કાઢતા નથી. આ રીતે તેઓ પૂર્વાચાર્ય ભગવંતોની વ્યાખ્યાનશૈલીને પણ પૂરેપૂરા અનુસરે છે. હજુ પણ આગળ જુઓ.(પૃ.૨૪ કોલમ ૨) “હેયઉપાદેયના વિવેકીને જે કાંઈ કરવાનું રહે તે પોતાનું શુદ્ધ સ્વરૂપ શુદ્ધ તત્ત્વ પ્રગટ કરવા માટે જ કરવાનું હોય.” આ કીધા પછી તે સાવધાની આપે છે કે જોજો દરેક ધર્મપ્રવૃત્તિમાં માત્ર ચરમ લક્ષ્ય (પ્રયોજન) પોતાનું શુદ્ધ સ્વરૂપ (મોક્ષ) જ નજરમાં રાખીને અનંતર પ્રયોજનની ઘોર ઉપેક્ષા નહિ કરતા, પરંતુ નિકટનું શુભ પ્રયોજન પણ ખાસ નજરમાં રાખજો.”
એટલે એ જ પૃષ્ઠમાં “એમ આધ્યાત્મિક જીવનમાં દયા-દાનાદિ આચાર પાળે એ શા માટે ? તો કે સમ્યકત્વરૂપી ફળ માટે. સમ્યકત્વ આવ્યું, હવે
(૭૫)
એના ૬૭ આચાર શા માટે આરાધે ? તો કે બાર વ્રતની સાધના માટે. એ શા માટે કરે ? તો કે અંતરાત્મામાં દેશવિરતિના ભાવ પ્રગટાવવા, ને પંચમ ગુણસ્થાનકરૂપી ફળ માટે. એ ફળ પણ, એક દિવસ સંસારત્યાગ કરી સાધુજીવન લઈ એની સાધના કરાય એ ફળ માટે. એ પણ અંતરાત્મામાં સર્વવિરતિ ભાવરૂપી ફળની પ્રાપ્તિ માટે અને એના સંવર્ધન માટે કરાય. એ પણ ઉત્તરોત્તર અપ્રમત્તભાવ, અપૂર્વકરણ વગેરે ફળ માટે, ને એ પણ અનાસંગયોગ અને વીતરાગભાવરૂપી ફળ માટે કરાય. એ પણ કેવળજ્ઞાન માટે, ને એ પણ અંતે અયોગ અને શૈલેશી રૂપ ફળ માટે છે. તેમજ એ પણ સર્વ કર્મક્ષય કરવા માટે છે. અને એ પણ સર્વથા શુદ્ધ અનંત – જ્ઞાન - સુખાદિમય - આત્મતત્ત્વ - આત્મસ્વરૂપ પ્રગટ કરવા માટે કરાય છે.”
(પૃ.૨૩ કોલમ ૧) “જીવનમાં આ ચરમ અને પરમ ફળસ્વરૂપ તત્ત્વકાય-અવસ્થાનું જો લક્ષ્ય બંધાઈ જાય તો એની પૂર્વના - પૂર્વે કહ્યા એ આત્મવિકાસનાં જ ફળ નિપજાવવાની લાલસા રહે, પણ તુચ્છ દુન્યવી સુખસન્માન વગેરેની લાલસા ન રહે, શુદ્ધ આત્મસ્વરૂપ સુધીના ફળની લાલસામાં દુન્યવી ફળની લાલસા મરી પરવારે.”
(પૃ. ૩) કોલમ ૨) ‘પ્ર.- તો શું રાગદ્વેષ ન ટળે ત્યાં સુધી સમ્યગુજ્ઞાન નહિ ભણવાનું ? ધર્મક્રિયા નહિ કરવાની ?'
ઉ0- સમ્યગુજ્ઞાન જરૂર ભણવાનું, અને ધર્મક્રિયા પણ જરૂર કરવાની, પરંતુ તે રાગદ્વેષ ટાળવાના ઉદ્દેશથી કરવાની.
(પૃ. ૪૦ કોલમ ૧) “શુદ્ધ ધર્મ કરવાની ધગશ હોય, તો જ ઈચ્છાયોગની સાધનામાં આવી શકાય, નહિતર નહિ. જગતમાં સંમૂર્ણિમ ક્રિયા કરનારા હોય છે, વિષક્રિયા કરનારા હોય છે, પણ એ ઈચ્છાયોગમાં નહિ ગણાય, કેમકે એ શુદ્ધ ધર્મની સાચી ઈચ્છા નથી.”
આ બધા પ્રતિપાદનથી એક વાત નિશ્ચિત જ છે કે પૂજય ગુરુદેવશ્રી એવું જરાય નથી ઈચ્છતા કે ‘લોકો ભલે સંસારમાં જ રહે અને ધર્મક્રિયા કરતાં
(૭૬)