________________
અને શાસ્ત્રવિધાનોના આંતરિક રહસ્યોના પ્રગટ ખજાના જેવો બની ગયો છે. આમાં કોઈ અતિશયોક્તિ લાગતી હોય તો સ્વયં નિમ્નનિર્દિષ્ટ સ્થાનોનું અવલોકન કરવા વાચકોનું ધ્યાન દોરું છું.
વ્યાખ્યાનગ્રન્થની વિશેષતાઓ :
શરૂઆતમાં જ બીજા પેજ ઉપર પૂ. હરિભદ્રસૂરિ મહારાજના ‘આ ગ્રન્થની મૌલિકતા’ દેખાડનારી પૂજયશ્રીએ (૧)અને (૨)નંબરના પેરેગ્રાફમાં કરેલી રજૂઆત, એ પછી પેજ ૩ ઉપર ‘પાત્રને વિશિષ્ટ પમાડવાનું કામ સમર્થનું એ પેરેગ્રાફ.
પેજ ૬ માં શિષ્ટ પુરુષની વ્યાખ્યા. પેજ ૭માં બીજી કોલમમાં કર્મક્ષય સાધક શુભ અધ્યવસાયમાં આશ્રવ-સંવર અને નિર્જરા એ ત્રણ તત્ત્વોનો સમાવેશ કઈ રીતે થયો તે.
એ પછી પૃ.૯ થી ૨૪ માં ધર્મકાર્ય-કર્મકાય અને તત્ત્વકાય આ ત્રણ અવસ્થાઓનું વિવેચન ખૂબ જ હૃદયંગમ બન્યું છે. આ વિષયથી લગભગ ઘણા અપરિચિત છે અને તેઓને આનાથી ઘણું જ સુંદર જાણવા મળશે.
પૃ. ૧૦ માં ‘અધ્યાત્મદંભિઓની ભ્રમણા’ વાળો પેરેગ્રાફ, પૃ.૧૨ માં મોક્ષમાં ભવ્યત્વનો નાશ કેવી રીતે? એની રજુઆતમાં કર્મસંયોગ અને તથાભવ્યત્વનો નાશ કઈ રીતે ? આ પ્રશ્ન અને એનું સમાધાન પૂજ્યશ્રીની અદ્ભુત પ્રતિભાનો પરિચય આપવા માટે પૂરતું છે.
પૃ.૧૪ માં વરબોધિ જુદું કેમ ? આ રજુઆત પણ ખૂબ જ માર્મિક છે. પૃ.૧૬ માં તીર્થંકરપણાની પુણ્યાઈના કારણભૂત વીશ સ્થાનકનાં નામ સહેલાઈથી યાદ રાખવા માટે પૂજયશ્રીએ ખૂબ જ સુંદર રજૂઆત કરી છે.પૃ.૧૮ માં તીર્થકર ભગવાનના અનન્ય ઉપકારો અને જૈન ધર્મની આગવી વિશેષતાઓનું નિરૂપણ સુંદર છે. આવી અનેક વિશેષતાઓનાં, આ ગ્રન્થમાં ઠેરઠેર જિજ્ઞાસુઓને દર્શન થશે.
જૈન ઉપદેશકની કુશળતા આ વિશેષતાઓ ઉપરાંત, કોઈપણ જાતની આ લોક-પરલોકની પૌદ્ગલિક આશંસા છોડાવવા માટે પૂજ્યપાદશ્રીએ કેવી કુશળતાપૂર્વક પ્રતિપાદન કર્યું છે તે નીચેના ફકરાઓ વાંચનારને બરોબર ખ્યાલમાં આવશે.- (જુઓ પેજ ૧૭૫) ચારિત્ર જ નહિ, પણ ગૃહસ્થપણાનીય દેવ-દર્શન-પૂજા વગેરે ધર્મક્રિયા પણ ઓઘદ્રષ્ટિ રાખીને ઐહિક કામનાઓથી કરી. દા.ત. “દેવદર્શનપૂજા-આદિ ધર્મક્રિયા સારી રીતે કરીએ તો ધર્માત્મામાં ખપીએ, તો વેપારમાં શાખ સારી પડે, ધર્મી કુટુંબોની કન્યાઓ આપણાં દીકરાઓ વેરે આવે”... “ઘોડીયા-પારણું લઈએ તો ઘેર વહુને દીકરો જન્મ અને ઘોડિયાપારણું બંધાય....” આમ વિષયરાગથી ધર્મક્રિયા થઈ...
| (જુઓ- પેજ ૧૭૬) “સારાંશ, ઓઘદ્રષ્ટિથી રંગાયેલી ધર્મક્રિયાઓમાં ધર્મયોગોમાં દ્રષ્ટિ અને પ્રીતિ દુન્વયી વિષયો પર, કાયિક સુખો પ૨; પણ આત્માનાં- આત્મહિતોનો કશો વિચાર જ નહિ.”
આ રીતે પૂજયશ્રીએ યોગદ્રષ્ટિથી રંગાયેલી ધર્મક્રિયાઓ કરતાં ઓઘદ્રષ્ટિની ક્રિયાઓને સ્પષ્ટ અલગ પાડી બતાવી દીધી છે. એ સૂચવે છે કે તેઓ ધર્મક્રિયાઓનું જરાપણ અપમાન ન થાય અથવા ધર્મક્રિયાઓમાં કોઈને હેયબુદ્ધિ ન થઈ જાય તે રીતે પૌગલિક આશંસાઓની હેયતાનું સચોટ નિરૂપણ કરે છે.
તે છતાં પણ ત્યાં એમ કહેતા નથી કે “આવી સંસારમાં ઊભી થયેલી આપત્તિના નિવારણ યા જરૂરી કાર્યના સંપાદનના ઉદ્દેશથી કરેલી ધર્મક્રિયાઓ તમને સંસારમાં રખડાવી મારશે - નુકશાન કરશે, કે સાવ નકામી છે અને તે રીતે ન જ થાય.” એમ નહિ કહેવાનું કારણ એ છે કે શ્રાવક સંસારઘરવાસમાં રહે તો પણ ધર્મને જ મુખ્ય કરનારો હોય છે. કેમ કે ધર્મ પર એને એવી શ્રદ્ધા છે કે ઠેઠ મોક્ષ સુધીના સમસ્ત વાંછિતો ધર્મથી જ સિદ્ધ થાય છે. માટે શ્રાવક વાતે વાતે ધર્મને જ આગળ કરે છે, ધર્મનું જ શરણું લે છે. તો પછી મોક્ષ સિવાયના બીજા કાર્ય માટે કે આપત્તિના નિવારણ માટે એ પોતે
૭૪).