________________
જો ચક્રવર્તીની, દેવતાઓની ઋદ્ધિ કે અખંડ મોક્ષસુખને ઈચ્છતા હો તો ભગવાનની સમક્ષ નિર્મલ અખંડ અક્ષત સ્થાપો.
પુષ્પમાલા ગ્રન્થ મલધારી શ્રી હેમચંદ્રસૂરિ મહારાજનો સટીક બનાવેલો છે. તેમાં જીવો ધર્મમાં સ્થિર થાય તે હેતુથી ધર્મસ્થિરતા દ્વારમાં કહ્યું છે કે
(શ્લોક ૪૭૫) fજા ય વિષયતૃચાર સુવાન वाञ्छसि तथापि धर्म एवोद्यम कुर्वित्युपदिशन्नाहवरविसयसुह सोहग्ग- संपयं, पवररुवजसकीत्ति । जइ महसि जीव ! निच्च, ता धम्मे आयर कुणसु ।।
“હે જીવ ! જો તું ઉત્તમ વિષયસુખ, સૌભાગ્યસંપત્તિ, સુંદર રૂપ, યશ અને કીર્તિને ઈચ્છતો હોય તો ધર્મમાં જ આદર કર.”
આ રીતે શાસ્ત્રકાર ભગવંત વિષયસુખાદિ માટે પણ ધર્મનો આદર કરવાનું સિદ્ધાન્તરૂપે સ્પષ્ટ ફરમાન કરે છે. ત્યારે અહીં પણ “મોક્ષનો આશય હોય તેને જ ધર્મ કરવાનું ફરમાવ્યું છે' એવો આડકતરી રીતે વિપરીત આશય યેન કેન પ્રકારેણ ઉભાવિત કરવો એ શા કારના આશયની વિડંબના કરવા જેવું છે. વળી આ શ્લોકાર્થના પ્રકાશમાં ‘અજિત શાંતિ સ્તવ'માં “અહવા કિંત્તિ સુવિથડે ભુવણે’ એ છેલ્લી ગાથાનો આશય પણ સ્પષ્ટ થઈ જાય છે.
ત્યાં પણ “મોક્ષના આશયથીજ કીર્તિ માટે ધર્મમાં આદર કરે’ એવો આશય ફલિતકરવા જવું તે ઝાંઝવાના નીરથી તરસ મીટાવવાની આશા રાખવા જેવું છે. હજુ પણ આગળ જોઈએ- શ્રાદ્ધવિધિગ્રન્થમાં આચાર્ય પુંગવ બહુશ્રુત શ્રી રત્નશેખરસૂરિ મહારાજે શ્રાવકે શું શું કરવું જોઈએ તે વિધાનોના નિરૂપણમાં એક પ્રસંગે જણાવ્યું છે કે
समुदितक्रयविक्रयादिप्रारम्भे चाऽविघ्नेनाभिमतलाभादिकार्यसिध्यर्थं पञ्चपरमेष्ठिस्मरण- श्रेगौतमादि -नामग्रहण- कियत्तद्वस्तुश्रीदेवगुर्वाधुपयोगित्वकरणादि कर्त्तव्यं धर्मप्राधान्येन सर्वत्र साफल्यभावात् ।
અર્થ: ‘જથ્થા બંધ(અથવા અનેકની ભાગીદારીમાં) ખરીદ-વેચાણનો પ્રારંભ કરતા પૂર્વે નિર્વિઘ્નપણે ઈષ્ટલાભ-કાર્ય સિદ્ધિ થાય તે માટે પાંચ પરમેષ્ઠિ ભગવંતોનું સ્મરણ કરવું, શ્રી ગૌતમસ્વામી ભગવાનનું નામ લેવું, લાભમાંથી અમુક હિસ્સો દેવ-ગુરુને ઉપયોગી બને એવું કરવાનો સંકલ્પ વગેરે કરવું, કારણકે સઘળે ઠેકાણે સફળતા ધર્મને પ્રધાન કરવાથી મળે છે.'
આનાથી સ્પષ્ટ ફલિત થાય છે કે સંસારમાં ફસાયેલા શ્રાવકોએ પોતાની આજીવિકામાં સફળ થવા માટે ધર્મને આગળ કરીને પંચપરમેષ્ઠિ ભગવતો આદિનું સ્મરણ કરે તે શાસ્ત્રકાર ભગવંતોને ઈષ્ટ છે.
કારણકે, જેને મોક્ષ પ્રત્યે દ્વેષ નથી, કે જે મોક્ષની શ્રદ્ધાવાળા છે, એટલે જ તેમને દેવાધિદેવ અરિહંત પ્રભુ પર અને તેમના અચિંત્ય પ્રભાવ પર શ્રદ્ધા છે, એ માનનારા હોય છે કે, ‘જિનભક્ત જે નવિ થયું, તે બીજાથી નવિ થાય રે’ એટલે હવે જીવનમાં નાના મોટા પ્રસંગમાં વીતરાગ પ્રભુને જ આગળ કરે છે. દા.ત. સવારે જાગ્યા તો પહેલું સ્મરણ ‘નમો અરિહંતાણં'નું. પહેલું કાર્ય શયાની બહાર નીકળી ૭-૮ નવકાર ઉચ્ચારણ દ્વારા પંચ પરમેષ્ઠિને નમસ્કાર કરવાનું. કેમ વારુ ?
પરમેષ્ઠિ-નમસ્કાર એ મહાન ધર્મ છે; અને ધર્મ એ સર્વ પુરુષાર્થમાં પ્રધાન છે. (જુઓ ધર્મસંગ્રહમાં શ્રાવકની દિનચર્યા) માટે ધર્મપુરુષાર્થને સર્વ પુરુષાર્થમાં આગળ કરવાનો. એનાથી જ જીવનમાં મંગળ થાય, ઈષ્ટ-સિદ્ધિ થાય, અનિષ્ટો દૂર થાય. એટલે જ ખાતા-પીતાં-બધે જ પહેલું નવકાર-સ્મરણ કરાય. શ્રાવક ધંધાર્થે જવા નીકળે તો પહેલા નમસ્કારાદિ મંગળ કરીને નિકળે.
જીવનમાં ધર્મને પ્રધાન સ્થાન આપવા માટે જો ધર્માત્મા ધર્મને આગળ કરે તો એ સહજ છે. એ નિષ્પાપ પ્રવૃત્તિ છે. એને વિષક્રિયા ન કહેવાય. ધનકમાઈ અર્થે પરદેશ જવા નિકળવું છે તો સારી રીતે ભગવાનની પૂજા-ભક્તિ વગેરે ધર્મ કરીને નિકળવાના દ્રષ્ટાંત શાસ્ત્રોમાં ભર્યા પડ્યા છે ! શું આ બધાએ વિષક્રિયા કરી ? કે ત્યાં મોક્ષ માટે જ ધર્મ કર્યો ?
સુલસા મહાશ્રાવિકાએ જોયું કે “પતિ પુત્ર વિના ચિંતાગ્રસ્ત રહે છે, ને પતિને ઘણું સમજાવવા છતાં એમની ચિંતા મટતી નથી. તેથી હવે પુત્ર થાય
(૮૧)
(૮૨)