________________
૧૧૮. યોગદ્રષ્ટિ સમુચ્ચય ભાગ - ૧ (પ.પૂ.મુનીરાજશ્રી જયસુંદર વિ.મ.સા. લિખિત પ્રસ્તાવનામાંથી)
સકલ શ્રી જૈન સંઘના સદ્ભાગ્યે, તાર્કિક શિરોમણિ- જૈનશાસનના શણગાર પ. પૂ. આચાર્ય દેવ શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજની ઉત્તમ પ્રસાદી જેવા ‘યોગદ્રષ્ટિ સમુચ્ચય' નામના અદ્દભુત ગ્રન્થ ઉપર ન્યાયવિશારદ પૂજયપાદ આચાર્યભગવંત શ્રીમદ્ વિજય ભુવનભાનસૂરીશ્વરજી મહારાજ સાહેબે કરેલા માર્મિક વ્યાખ્યાનો ગ્રન્થારૂઢ થઈને જિજ્ઞાસુ- મુમુક્ષુ અભ્યાસી વર્ગના કરાલંકાર બની રહ્યા છે એ અસીમ આનંદની વાત છે.
શ્રી જૈનશાસન વિશ્વમાં અજોડ છે, અદ્વિતીય છે, અને અભુત પણ છે. એની એક એક વાતો એક બાજુ વિશ્વના ગૂઢ રહસ્યોનું અનાવરણ કરે છે, બીજી બાજુ અન્તઃચક્ષુને તેજસ્વી બનાવે છે, તો ત્રીજી બાજુ અંધારી અમાસના જેવી કલિકાલની રાત્રિમાં મુક્તિના પ્રવાસીને સચોટ અને સરળ માર્ગદર્શન પૂરું પાડે છે. કારણ, શ્રી જૈનશાસનમાં જે કાંઈ કહેવાયું છે તે વીતરાગ સર્વજ્ઞ પરમાત્માની પુણ્યવાણીની સરવાણી છે. એમાં કોઈ અધૂરપ નથી, સંદિગ્ધતા નથી, અનિશ્ચિતતા જેવું કશું નથી. શ્રી જૈન શાસ્ત્રો અને જૈન શાસનની નીતિઓનો બારીકાઈ અને ઊંડાણથી અભ્યાસ કર્યા પછી ‘દુનિયામાં જે કાંઈ અભ્યસનીય છે તે બધું જ આ મહાશાસનમાંથી પ્રફુરિત ઝરણાઓ જેવું છે' આવા નિષ્કર્ષ ઉપર આવ્યા વિના રહેવાતું નથી. એટલે જ શ્રીમદ્ ઉપાધ્યાય યશોવિજયજી મહારાજે ત્યાં સુધી કહ્યું છે કે અન્ય દર્શનની વાતોને, પરાર્થ (એક મોટી સંખ્યા) માં સોની સંખ્યાની જેમ, સમાવિષ્ટ કરી દેખાડતા ન આવડે તો સાચો જ્ઞાનગર્ભિત વૈરાગ્ય નથી. (જુઓ અધ્યાત્મસાર ૨/૩૬). આ દ્રષ્ટિથી જોઈએ તો પૂ. હરિભદ્રસૂરિજી મહારાજે આ યોગદ્રષ્ટિ સમુચ્ચયમાં જૈનશાસનની સરણીને મુખ્ય ઈમારતરૂપે ચણીને આજુબાજુ અન્ય દર્શનની હકીકતો અને પરિભાષાઓના અંલકારોથી શણગારવાનું ખૂબ જ મહત્ત્વપૂર્ણ કાર્ય પ્રસ્તુત કર્યું છે.
(૬૭)
જૈનદર્શનમાં યોગ :
જૈન શાસ્ત્રોમાં ‘યોગ’ શબ્દ પ્રાચીન કાળથી જ વપરાતો આવ્યો છે. મન વચન અને કાયાની પ્રવૃત્તિને જીવના યોગ રૂપે ઓળખવામાં આવી છે. વિકાસક્રમના ૧૩માં ગુણસ્થાનક સુધી જીવને યોગીરૂપે ઓળખવામાં આવ્યો છે, જયારે ૧૪મા ગુણસ્થાનકે અયોગીરૂપે ઓળખાવ્યો છે. જૈનશાસનની આ વાત ઘણી જ સૂચક અને મહત્ત્વની છે કે “યોગ’ એ જીવનું ચરમ લક્ષ્ય નથી, પરંતુ ‘અયોગ” અર્થાતુ તત્ત્વકાય અવસ્થા એ અંતિમ લક્ષ્ય છે. એ અવસ્થામાં પહોંચવા માટે અશુભ મન-વચન-કાયયોગનો નિરોધ અને શુભ પ્રશસ્ત મન-વચન-કાયયોગનું પ્રવર્તન અનિવાર્ય છે. અધ્યાત્મના ક્ષેત્રમાં ‘અશુભ યોગનો નિરોધ’ એ અર્થમાં કાળ જતાં યોગ શબ્દ રૂઢ બની ગયો છે. પાંતજલ યોગસૂત્રમાં ચિત્તવૃત્તિ નિરોધને યોગ કહ્યો છે, એમાં પણ ઉપાધ્યાયજી મહારાજે ‘કિલષ્ટ ચિત્તવૃત્તિઓનો નિરોધ’ આવો મહત્ત્વનો પરિષ્કાર સૂચવ્યો છે, શ્રી જૈનશાસનમાં યોગ શબ્દનો માત્ર ‘વૃત્તિનિરોધ’ એવો સંકુચિત અર્થ કરવામાં આવ્યો નથી કિંતુ “મોત થનના યોગ: સવપિ ધર્મ-વ્યાપાર:” એ ઉક્તિ વડે નીચેથી માંડીને ઉપરના પગથિયા સુધીના તમામ મોક્ષસાધક ધર્મવ્યાપારને ‘યોગ’ રૂપે ઓળખાવ્યો છે. એટલે શ્રી જૈનશાસનમાં ‘યોગ’ તત્ત્વને સાંગોપાંગ ઓળખવા માટે કોઈ એકાદ શાસ્ત્ર વાંચી લેવાથી કામ સરી જતું નથી, જુદા જુદા શાસ્ત્રોમાં યોગનું જુદી જુદી અનેક શૈલીથી નિરૂપણ કરાયેલું છે. પ્રાચીનમાં પ્રાચીન આવશ્યક નિર્યુક્તિ શાસ્ત્રમાં શ્રી ભદ્રબાહુ સ્વામીએ નાથ (યોગાધ્યયન)માં સંગ્રહ કરવા યોગ્ય ૩૨ પ્રકારના યોગ દેખાડ્યા છે. શ્રી હરિભદ્રસૂરિ મહારાજે ‘યોગવિંશિકા’ પ્રકરણમાં ‘સ્થાન-ઊર્ણ-અર્થ-આલમ્બન-નિરાલમ્બન' પાંચ ભેદથી યોગપ્રક્રિયા દેખાડી છે. “યોગશતક' ગ્રન્થમાં તેઓએ સજ્ઞાન-સદર્શનસચ્ચારિત્રના સંબંધને નિશ્ચય-દ્રષ્ટિથી અને એના હેતુભૂત ગુરુવિનયાદિને વ્યવહારદ્રષ્ટિથી યોગ કહ્યો છે. તેઓએ જ યોગબિન્દુમાં અધ્યાત્મ-ભાવનાધ્યાન-સમતા-વૃત્તિસંક્ષય આ પાંચ ભેદથી યોગની પ્રરૂપણા કરી છે. તેઓએજ
(૬૮)