________________
યોગદ્રષ્ટિસમુચ્ચય'માં આઠ દ્રષ્ટિના ભેદથી યોગનું નિરૂપણ કર્યું છે, અને એના પ્રથમ શ્લોકના વિવરણમાં જ સૂચિત કર્યું છે કે વિસ્તારથી યોગનું નિરૂપણ ઉત્તરાધ્યયન-યોગનિર્ણયાદિમાં કરાયેલું છે. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રસૂરિ મહારાજે પોતાના યોગશાસ્ત્રમાં જ્ઞાનદર્શનચારિત્ર- રત્નત્રયીને યોગ કહ્યો છે, તથા પાંચસમિતિ- ત્રણ ગુપ્તિ આ આઠ પ્રવચનમાતાને પણ યોગરૂપે ઓળખાવી છે. આનાથી એ ફલિત થાય છે કે શ્રી જૈનશાસનમાં યોગ માત્ર ધ્યાન કે સમાધિ રૂપ જ નથી, પરંતુ તેનો અર્થ અને તેની પ્રક્રિયા ખૂબજ વ્યાપક છે. ટૂંકમાં એમ કહી શકાય કે મુક્તિપ્રાપક કોઈ પણ સાધનાનુ નામ જ યોગ છે. જૈનેતર પાતંજલયોગાદિ ગ્રન્થોમાં જે યોગની પ્રક્રિયાનું દિગ્દર્શન છે તેના કરતાં જૈન ગ્રન્થોમાં યોગની પ્રક્રિયાનું દિગ્દર્શન કેટલું વિસ્તારથી, ઊંડાણથી અને વ્યાપકરૂપે કરાયેલું છે તેનો આ ઉપરથી સહેજે આછો ખ્યાલ આવી શકે છે.
સદ્યોગ વિના શાસ્ત્રો પણ સંસાર :
જૈન શાસ્ત્રોમાં જે વ્યાપક અર્થમાં ‘યોગ’ પદાર્થનું વિસ્તૃત વિવેચન ઉપલબ્ધ છે, તેના અભ્યાસ પછી પણ જો યોગાભ્યાસ જીવનના ક્ષેત્રમાં અમલી ન બને તો કોરી યોગચર્ચાનું કાંઈ ફળ મળતું નથી. પૂ. હરિભદ્રસૂરિજી મહારાજે યોગબિંદુમાં ખૂબજ માર્મિક એક શ્લોક (૫૦૯)માં જણાવ્યું છે કે - • ‘જેમ મૂઢ ચિત્તવાળા મનુષ્યો પુત્ર-પત્ની વગેરેનો સંસાર ઊભો કરે છે, તેમ શુદ્ધ યોગના અભ્યાસ વગરના વિદ્વાન, પંડિતો શાસ્ત્રમય સંસાર ઊભો કરે છે.' આનાથી એ ફલિત થાય છે કે શાસ્ત્રોનો અભ્યાસ શુદ્ધ યોગાભ્યાસની સાધના માટે છે, નહીં કે તથ્યહીન વાદ-વિવાદની પરંપરા લંબાવવા માટે. અન્યથા એ પણ એક સંસાર જ બનીને રહી જાય છે. પતંજલિએ પણ કહ્યું છે કે અનિશ્ચિત વાદ અને પ્રતિવાદમાં પડ્યા રહેનારા, તલ પીલનારી ઘાણીના બળદની જેમ ક્યારેય તત્ત્વના રહસ્યને પામી શકતા નથી. એટલે સયોગના અભ્યાસીઓ હંમેશા શાસ્ત્રોના તાત્પર્યને નજર સમક્ષ રાખીને, • पुत्रदारादिसंसार: पुंसा संमूढचेतसां । विदुषां शास्त्रसंसार सद्योगरहितात्मनाम् ।।
(૬૯)
તથા જે નયની પોતે પ્રરૂપણા કરે છે તેનાથી ભિન્નભિન્ન નયની પ્રરૂપણાઓ પ્રત્યે સાપેક્ષભાવ રાખીને જ શાસ્ત્રીય પદાર્થોની ચર્ચા કરે છે. ચર્ચા પણ માત્ર ખંડન-મંડનના આંતરિક રસને લીધે નહીં કિંતુ શુદ્ધ જિજ્ઞાસાભાવથી અથવા અજ્ઞોને સુજ્ઞ બનાવવાના શુભ આશયથી કરે છે. એનાથી એક લાભ એ થાય છે કે જે લોકોએ શાસ્ત્રોની માત્ર એકતરફી વાતો સાંભળી કે વાંચીને કેટલાક મજબૂત અભિપ્રાયો બાંધી લીધા હોય છે તે કદાગ્રહમાં પરિણમે તે પૂર્વે જ તેઓને અન્ય તરફી શાસ્ત્રોની વાતો જાણવા મળવાથી પૂર્વબદ્ધ અભિપ્રાયોને પરિષ્કૃત કરી લેવાની તક મળે છે.
એક ઉદાહરણ આપું, વિ.સં. ૨૦૧૭માં અમારું સિરોહીમાં ચોમાસું હતું. ચોમાસું પૂરું થયા પછી ત્યાં પાટણથી પૂજ્યપાદ વિદ્વાન આચાર્યદેવ(તે વખતે પંન્યાસ શ્રી મુક્તિવિજયજી ગણિવર્ય) શ્રી વિહાર કરતા પધાર્યા. શાસ્ત્રોની વાતો કરતા કરતા મેં તેઓશ્રીને કહ્યું કે સાહેબ ! આપના વ્યાખ્યાનમાં મેં એક વાર સાંભળ્યું છે કે સાધુ જો સર્વવિરતિનો ઉપદેશ કર્યા વિના દેશવિરતિનો ઉપદેશ કરે તો તેને સ્થાવર જીવોની હત્યામાં અનુમતિનો દોષ લાગે જ.
પૂજયશ્રીએ કહ્યું કે હા, બિલકુલ બરાબર છે. ઉપમિતિમાં એવો પાઠ પણ છે તેને આધારે ભારપૂર્વક હું આ વાત બોલું છું.
મેં કહ્યું સાહેબ ! એ વાત ઠીક છે પણ યોગશતક ગ્રન્થની સ્વોપન્ન ટીકામાં (આ ટીકા તે વખતે પહેલી વાર તાજી જ છપાયેલી અને મારા વાંચવામાં આવેલી, તેમાં) પૂજ્યપાદ શ્રી હરિભદ્રસૂરિજી મહારાજ શ્લોક ૨૮ અને ટીકામાં ભારપૂર્વક પહેલાં દેશવિરતિનો ઉપદેશ કરવાનું જણાવે છે તથા ખુલાસો કરે છે કે સર્વવિરતિનો ઉપદેશ કર્યા પહેલાંજ દેશવિરતિના વ્રતો આપે તો પેલો દોષ લાગે પણ ઉપદેશ કરવામાં નહીં. - એનું શું ?
પૂજયશ્રીએ કહ્યું કે ક્યાં છે? લાવો આપણે જોઈએ ! એટલે મેં એ શ્લોક અને ટીકા એ ગ્રન્થમાંથી કાઢી દેખાડ્યા.
अथ किमर्थं सुप्रसिद्धमादौ साधुधर्मोपदेशमुल्लघ्यास्य श्रावकબમશઃ ? ત્યારં
(૭૦)