________________
શ્રી સિદ્ધચક્ર (લે.પૂ.સાગરાનંદસૂરિ) વિ.સં.૧૯૯૦
વર્ષ બીજુ અંક-૧૯ અન્ય ઉદેશ કે ઉદેશશુન્યપણે થતી દ્રવ્યક્રિયાઓ પણ ઉત્તમક્રિયાનું બીજ છે. એક વખત પણ જેને દ્રવ્યઅનુષ્ઠાનની પ્રાપ્તિ થઈ છે તેને થોડે કે ઘણે કાળે જરૂર ભાવધર્મ મળવાનો જ છે, અને આજ કારણથી ભગવાન્ હરિભદ્રસૂરિજી પંચવસ્તુપ્રકરણમાં સ્પષ્ટપણે જણાવે છે કે અનંતી વખત દ્રવ્યચારિત્ર આવ્યા પછી મુખ્યતાએ ભાવચારિત્ર આવે છે ને તે માટે તે દ્રવ્યચારિત્રો ભાવચારિત્રોનું કારણ છે. આજ કારણથી શીલાંકાચાર્ય મહારાજ પણ માનપૂજાની ઈચ્છાએ કે ઋદ્ધિગૌરવાદિની અપેક્ષાએ પણ કરાતી તપસ્યા અને સાધુક્રિયામાં ભવિષ્યની ઉત્તમ ક્રિયાનાં બીજ છે એમ જણાવે છે.
ધર્મક્રિયા કદાચ અન્યઉદેશ કે ઉદેશશૂન્યપણે કરવામાં આવે તોપણ તે ઉદ્દેશશૂન્ય કે અન્યઉદેશપણે કરેલી ધર્મક્રિયા કાલાંતરે ભાવધર્મને જરૂર લાવનાર હોઈ તેવી ધર્મક્રિયાને ભાવધર્મના કારણ તરીકે જ ગણવી પડે. આજ કારણથી અભવ્યમિધ્યાદેષ્ટિઓને પણ સામાન્યવ્રતની ક્રિયા, અણુવ્રતની ક્રિયા કે મહાવ્રતની ક્રિયામાં દોષભાગીપણું માન્યું નથી. જો દ્રવ્યક્રિયા માત્ર જીવોને દૂષિત કરનારી હોત તો ગુણઠાણાની પરિણતિ વગરના અભવ્ય, દુર્ભવ્ય કે મિથ્યાષ્ટિ જીવોને તે તે દેશવિરતિ, સર્વવિરતિ વિગેરેની ક્રિયાઓ કરવાથી ખોટો આડંબર ગણી દેવલોક વિગેરેની પ્રાપ્તિ સૂત્રકારો કહેત નહિ, પણ જેમ જેમ વધારે વ્યક્રિયા કરે તેમ તેમ વધારે ધૂર્તતાવાળો ગણાઈ અધિક દુર્ગતિએ જવાવાળો કહેવો જોઈએ, પણ તેમ નહિ થતાં અભવ્ય, દુર્ભવ્ય કે મિથ્યાષ્ટિને પણ જેમ જેમ દ્રક્રિયાની વૃદ્ધિ હોય છે તેમ તેમ પુણ્યની વૃદ્ધિ માની ઉંચા ઉંચા દેવલોકની પ્રાપ્તિ માનવામાં આવે છે.
૧૧૫. આ.નિ. ભાગ-૨ નમસ્કાર નિયુક્તિ પૃ. ૪૩૬ સુંદરીનંદની કથામાં – साहुणा भणियं - थोवेण धम्मेण एसा पाविज्जति तओ से उवगयं, पच्छा पव्वइओ । સાધુએ કહ્યું થોડો ધર્મ કરીશ તો આ સુંદરી) તને પ્રાપ્ત થશે. ત્યારે એને એ વાત સાચી લાગી પછી દીક્ષા લીધી (= સુંદરીને પામવા દીક્ષા લીધી) ૧૧૫-એ. આ.નિ. ભા. ૨ પૃ. ૪૫૪ ગાથા ૧૦૧૨ ટીકામાં જિનદત્ત શ્રાવક ને ફાંસીના માંચડા પર હુંડિક ચોર તૃષ્ણાથી “પાણી-પાણી” કરતો દેખાયો ત્યારે જિનદત્ત શ્રાવકે કહ્યું "जई णमोक्कारं पढिज्जा तो आणेमि पाणियं, जइ विस्सारेहिसि तो आणीयंपि ण देमि, सो ताए लोलयाए पढइ" જો નવકાર ગણીશ તો પાણી લાવુ અને ગણવાનું બંધ કરી દઈશ તો લાવેલું પાણી પણ નહીં આપું. પછી ચોર પાણીની લોલતાથી નવકારનો પાઠ કરવા લાગ્યો... છેલ્લે પાણી આપ્યું ... મરીને વ્યંતર થયો... ૧૧૬. ધર્મબિન્દુ અ.૨ સૂ.૩૫ विधि-प्रतिषेधौ कष इति ।। टीका-विधिः अविरुद्धकर्त्तव्यार्थोपदेशक वाक्यं यथा.. स्वर्ग-केवलार्थिना તપો-નાઃ સૂર્તવ્યમ્..... અર્થ : કષ પરીક્ષા એટલે વિધિ - પ્રતિષેધ. વિધિ એટલે અવિરુદ્ધ કર્તવ્ય ભૂત કાર્યનો ઉપદેશ કરનારું વાક્ય - દા.ત. સ્વર્ગ અને કેવલજ્ઞાનના અર્થીએ તપ અને ધ્યાન વગેરે કરવું જોઈએ. ૧૧૭. ધર્મસંગ્રહઃ ભા.૧, વિ.૨, ગા.૫૯, પેજ - ૩૪૫, ૩૪૬
લેખક: પ.પૂ.આ.શ્રી ભંદ્રકરસૂરીશ્વરજી મ.સા. જો કે ઉત્સર્ગથી શ્રી નવકારમંત્રનો વગેરેનો જાપ સમકિતદૃષ્ટિ આત્માઓએ કર્મની નિર્જરા માટે જ કરવો ઉચિત છે. તો પણ તે તે દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ રૂપ હોઈ તેવા પ્રસંગે આ લોક કે પરલોકના લૌકિક હિતને ઉદ્દેશીને પણ ગણતા ઉપકાર થતો હોવાથી શાસ્ત્રમાં એ માટે ગણવાનો ઉપદેશ કરેલો જણાય છે.