________________
વાણી, વ્યવહારમાં...
શબ્દની જ અસર છે જગતમાં. છાતીએ ઘા લાગે, તે સો સો અવતાર સુધી ના જાય. છાતીએ ઘા લાગ્યા છે, તેમ બોલ્યા છો.' કહેશે. અસર જ છે આ ! જગત શબ્દની અસરથી જ ઊભું થયું છે.
૩
કેટલીક બહેનો મને કહે છે, ‘મારા ધણીએ મને કહ્યું'તું, તે મારી છાતીએ ઘા લાગ્યો છે. તે મને પચ્ચીસ વર્ષે ય ભૂલાતું નથી.’ ત્યારે વાણીથી કેવો પથરો માર્યો હશે ?! તે ઘા પછી રૂઝાતા નથી. તે ઘા ના મારવા જોઈએ.
આપણા લોકો લાકડીઓ મારે છે ઘરમાં ? લાકડીઓ કે ધોલો નથી મારતા ? નીચી નાતમાં હાથથી ને લાકડીથી મારામાર કરે. ઊંચી નાતમાં લાકડીથી મારે નહીં. ત્યારે વચનબાણ જ માર માર કરે. (૩૮૬)
શબ્દ કોઈને બોલીએ અને એને ખરાબ લાગે તો એ શબ્દ અપશબ્દ કહેવાય. તે અમથા અમથા ય અપશબ્દ બોલતો હોય ને, તો ય જોખમ. અને સારા શબ્દો અમથા અમથા બોલતા હોય તો ય હિતકારી છે. પણ ખોટા શબ્દો, અપશબ્દો અમથા અમથા બોલતા હોય તે અહિતકારી. કારણ કે અપશબ્દ કોને કહેવાય ? બીજાને કહીએ ને એને દુઃખ થાય એ બધા ય અપશબ્દ કહેવાય. બહાર તો પોલીસવાળાને કંઈ કહે નહીં. ઘરમાં જ કહે ને ! પોલીસવાળાને અપશબ્દ બોલનારો મેં કોઈ જોયો નથી એવો બહાદુર. (!) પોલીસવાળો તો આપણને પાઠ ભણાવે. ઘરમાં પાઠ કોણ ભણાવડાવે ? આપણે નવો પાઠ તો શીખવો જોઈએ ને ?! (૩૮૭)
પ્રશ્નકર્તા : વેપારમાં સામો વેપારી જે હોય, તે ન સમજે ને આપણાથી ક્રોધાવેશ થઈ જાય, તો શું કરવું ?
દાદાશ્રી : વેપારી જોડે તો જાણે કે વેપાર માટે છે, ત્યાં તો બોલવું પડે. ત્યાં ય ‘ના બોલવા’ની કળા છે. ત્યાં ના બોલે તો બધું કામ થાય
૪
વાણી, વ્યવહારમાં...
એવું છે. પણ એ કળા નથી જલ્દી આવડે એવી, એ કળા બહુ ઊંચી છે. માટે ત્યાં લઢજો ને, હવે ત્યાં જે ફાયદો (!) થાય એ જોઈ લેવાનો, એ પછી જમે કરી લેવાનો. લઢ્યા પછી જે ફાયદો (!) થાય ને, એ ચોપડે જમા કરી લેવાનો. બાકી ઘરમાં બિલકુલ વઢવું નહીં. ઘરમાં પોતાના માણસ કહેવાય.
‘ના બોલવા'ની કળા, એ તો બીજાને નથી આવડે એવી. બહુ અઘરી છે કળા.
એ કળામાં તો શું કરવું પડે ? ‘એ તો સામો આવ્યો ને, તે પહેલા એના શુદ્ધાત્મા જોડે વાતચીત કરી લેવાની અને એને ઠંડું પાડી દેવાનું, ને ત્યાર પછી આપણે બોલ્યા વગર રહેવાનું. એટલે આપણું બધું કામ પતી જાય.' હું તમને ટૂંકમાં કહી દઉં છું. બાકી સૂક્ષ્મકળા છે એ. (૩૮૮)
આ કડક શબ્દ કહ્યો, તો એનું ફળ કેટલાય વખત સુધી તમને એના સ્પંદન વાગ્યા કરશે. એક પણ અપશબ્દ આપણા મોઢે ના હોવો જોઈએ. સુશબ્દ હોવો જોઈએ. પણ અપશબ્દ ના હોવો જોઈએ. અને અવળો શબ્દ નીકળ્યો એટલે પોતાની મહીં ભાવહિંસા થઈ ગઈ, એ આત્મહિંસા ગણાય છે. હવે આ બધું લોકો ચૂકી જાય છે અને આખો (૩૮૭)
દહાડો કકળાટ જ માંડે છે.
આ શબ્દો જે નીકળે છે ને, એ શબ્દોમાં બે જાત, આ દુનિયામાં શબ્દ જે છે એની બે ક્વૉલિટી. સારા શબ્દો શરીરને નીરોગી બનાવે અને ખરાબ શબ્દો શરીરને રોગીષ્ટ કરે. માટે શબ્દ પણ અવળો ના નીકળવો જોઈએ. ‘એ ય નાલાયક.’ હવે ‘એ ય’ શબ્દ નુકસાનકારક નથી. પણ ‘નાલાયક’ શબ્દ બહુ નુકસાનકારક છે.
‘તારામાં અક્કલ નથી’ એમ કહ્યું વાઈફને, એ શબ્દ સામાને