________________
વાણી, વ્યવહારમાં...
દુ:ખદાયી છે અને પોતાને રોગ ઊભો કરનાર છે. ત્યારે પેલી કહે, ‘તમારામાં ક્યાં બરકત છે !' તો બેઉને રોગ ઊભાં થાય. આ તો પેલી બરકત ખોળે છે અને પેલો આમની અક્કલ ખોળે છે. આની આ દશા (૩૮૮)
બધી !
માટે આપણી સ્ત્રીઓ જોડે શું ના થાય. અને સ્ત્રીઓએ પુરુષો જોડે વઢવાડ ના કરવી જોઈએ. કારણ કે બંધનવાળા છે. માટે નિવેડો લાવવો જોઈએ.
એક બેનને તો મેં પૂછ્યું, ધણી જોડે માથાફોડ-વઢવાડ થાય છે કે ? કકળાટ થાય છે કે ?” ત્યારે એ કહે છે, ‘ના, કોઈ દહાડો નહીં.’ મેં કહ્યું, ‘વર્ષ દહાડામાં કકળાટ જ નહીં ?” ત્યારે એ કહે છે, ‘ના.’ હું તો આ સાંભળીને અજાયબ થઈ ગયો કે હિન્દુસ્તાનમાં આવાં ઘર છે ! પણ એ બેન એવી હતી. એટલે પછી મેં આગળ પૂછ્યું કે, “કંઈક તો થાય. ધણી છે એટલે કંઈક થયા વગર ના રહે.' ત્યારે એ કહે છે, ‘ના, કો'ક દહાડો ટોણો મારે.' ગધેડાને ડફણું મારવાનું ને આ સ્ત્રીને ટોણો મારવાનું. સ્ત્રીને ડફણું ના મરાય, પણ ટોણો મારે. ટોણો તમે જોયેલો ? ટોણો મારે ! ત્યારે મેં કહ્યું, ‘એ ટોણો મારે, તો તમે શું કરો ?” ત્યારે પેલાં બેન કહે છે, ‘હું કહું કે તમે ને હું કર્મનાં ઉદયે આપણે ભેગાં થયાં, કર્મનાં ઉદયે લગ્ન થયું. તમારા કર્મ તમારે ભોગવવાનાં ને મારા કર્મ મારે ભોગવવાનાં.’ મેં કહ્યું, ધન્ય છે બેન તને !’ અમારાં હિન્દુસ્તાનમાં આવી આર્ય સ્ત્રીઓ હજુ છે. એને સતી કહેવાય.
આ બધા ભેગા શેને લીધે થયા ? આપણને ના ગમતું હોય તો ય જોડે શાથી પડી રહેવું પડે ? એ કર્મ કરાવડાવે છે. ભાઈને ના ગમતી હોય તો ય પણ ક્યાં જાય ? પણ એણે મનમાં સમજી જવું કે ‘મારા કર્મનાં ઉદય છે.’ એમ માનીને શાંતિ પકડવી જોઈએ. વાઈફનો દોષ ના કાઢવો જોઈએ. શું કરવાનું દોષ કાઢીને ? દોષ કાઢીને કોઈ સુખી થયો ?
વાણી, વ્યવહારમાં...
કોઈ સુખી થાય ખરું ?
અને મન બૂમ પાડે ‘કેટલું બધું બોલી ગઈ, કેટલું બધું એ થઈ ગયું.’ ત્યારે કહે, ‘સૂઈ જાને, એ હમણે રૂઝાઈ જશે' કહીએ. રૂઝાઈ જાય તરત... છે ને, તે ખભા થાબડીએ એટલે સૂઈ જાય. (૩૮૯)
પ્રશ્નકર્તા : વાણીનો અપવ્યય અને દુર્વ્યય સમજાવો.
દાદાશ્રી : અપવ્યય એટલે ઊંધી વાણી વાપરવી અને દુર્વ્યય એટલે વ્યય નહીં કરવા જેવી જગ્યાએ વ્યય કરે. વગર કામનો ભસભસ કરે, એ દુર્વ્યય કહેવાય. તમે જોયેલું, વગર કામના ભસભસ કરે એવા હોય છે ને ? એ દુર્વ્યય કહેવાય.
જ્યાં જે વાણી હોવી જોઈએ ત્યાં બીજી જ વાણી બોલવી, એ અપવ્યય કહેવાય. જે જ્યાં ફીટ થતું હોય, તે જ્ઞાન નહીં બોલવાનું ને બીજી રીતે બોલવાનું, એ અપવ્યય.
જૂઠ્ઠું બોલે, પ્રપંચ કરે, એ બધો વાણીનો અપવ્યય કહેવાય. વાણીના દુર્વ્યય અને અપવ્યયમાં બહુ ફેર છે. અપવ્યય એટલે બધી જ રીતે નાલાયક, બધી રીતે દુરુપયોગ કરે. વકીલો બે રૂપિયા માટે જૂઠું બોલે કે ‘હા, આને હું ઓળખું છું.' તે અપવ્યય કહેવાય. (૩૯૧)
આજ તો લોક તમારી ટીકા હઉ કરે. ‘પોતે શું કરી રહ્યા છે ?’ તેનું ભાન નથી બિચારાને, એટલે એવું કર્યા કરે છે. દુઃખવાળો જ કોઈની ટીકા કરે, દુઃખવાળો કો'કને સળી કરે. સુખિયો માણસ કોઈની ટીકા કરે
નહીં.
“આપણી ટીકા કરવાનો લોકોને અધિકાર છે. આપણને કોઈની ટીકા કરવાનો અધિકાર નથી.’’ તો નિંદા અને ટીકામાં ફે૨ ? (આપ્તસૂત્ર)