________________
સેવા-પરોપકાર
પરોપકારથી પુણ્ય સથવારે ! જ્યાં સુધી મોક્ષ ના મળે ત્યાં સુધી પુણ્ય એકલું જ મિત્ર સમાન કામ કરે છે અને પાપ દુમન સમાન કામ કરે છે. હવે તમારે દુશ્મન રાખવો છે કે મિત્ર રાખવો છે એ તમને જે ગમે તે પ્રમાણે નક્કી કરવાનું છે. અને મિત્રનો સંજોગ કેમ થાય તે પૂછી લેવું અને દુમનનો સંજોગ કેમ જાય તે પૂછી લેવું. જો દુશ્મન ગમતો હોય તો તે સંજોગ કેવી રીતે થાય એ પૂછે,
એટલે અમે તેને કહીએ કે, જેમ ફાવે તેમ દેવું કરીને ઘી પીજે, ગમે ત્યાં રખડજે ને તને ફાવે તેમ મઝા કરજે, પછી આગળની વાત આગળ ! અને પથરૂપી મિત્ર જોઈતો હોય તો અમે બતાડી દઈએ કે ભાઈ, આ ઝાડ પાસેથી શીખી લે. કોઈ ઝાડ એનું ફળ પોતે ખાઈ જાય છે ? કોઈ ગુલાબ એનું ફૂલ ખાઈ જતું હશે ? થોડુંક તો ખાઈ જતું હશે, નહીં ? આપણે ના હોઈએ ત્યારે રાત્રે એ ખાઈ જતું હશે, નહીં ? ના ખાઈ જાય ?
પ્રશ્નકર્તા: ના ખાય.
દાદાશ્રી : આ ઝાડ-પાન એ તો મનુષ્યોને ફળ આપવા માટે, મનુષ્યોની સેવામાં છે. હવે ઝાડોને શું મળે છે ? એમની ગતિ ઊંચી જાય છે અને મનુષ્યો આગળ વધે છે એમની હેલ્પ લઈને ! એમ માનો ને, કે આપણે કેરી ખાધી એ આંબાના ઝાડનું શું ગયું ? અને આપણને શું મળ્યું ? આપણે કેરી ખાધી એટલે આપણને આનંદ થયો. એનાથી આપણી વૃત્તિઓ જે બદલાઈ, તેનાથી આપણે સો રૂપિયા જેટલું આધ્યાત્મિકમાં કમાઈએ. હવે કેરી ખાધી એટલે તેમાંથી પાંચ ટકા આંબાને તમારામાંથી જાય અને પંચાણું ટકા તમારે ભાગે રહે, એટલે એ લોકો આપણા ભાગમાંથી પાંચ ટકા પડાવે ને એ બિચારા ઊંચી ગતિમાં આવે અને આપણી અધોગતિ થતી નથી, આપણે પણ વધીએ. એટલે આ ઝાડો કહે છે કે અમારું બધું ભોગવો, દરેક જાતનાં ફળ-ફૂલ ભોગવો.
યોગ ઉપયોગ પરોપકારાય ! માટે આ જગત તમને પોષાતું હોય, જગત જો તમને ગમતું હોય,
સેવા-પરોપકાર જગતની ચીજોની ઈચ્છા હોય, જગતના વિષયોની વાંછના હોય તો આટલું કરો, ‘યોગ ઉપયોગ પરોપકારાય'. યોગ એટલે આ મન-વચન-કાયાનો યોગ અને ઉપયોગ એટલે બુદ્ધિ વાપરવી, મન વાપરવું, ચિત્ત વાપરવું એ બધું જ પારકાંને માટે વાપર અને પારકાંને માટે ના વપરાય તો આપણા લોકો છેવટે ઘરનાં માટે પણ વાપરે છે ને ! આ કૂતરીને ખાવાનું કેમ મળે છે ? એ બચ્ચાંની મહીં ભગવાન રહેલા છે. તે બચ્ચાંની સેવા કરે છે, તેનાથી એને બધું મળી રહે છે. આ આધારે જગત બધું ચાલી રહ્યું છે. આ ઝાડને કયાંથી ખોરાક મળે છે ? આ ઝાડોએ કંઈ પુરુષાર્થ કર્યો છે ? એ તો જરા ય ‘ઈમોશનલ” નથી. એ કોઈ દહાડો ‘ઈમોશનલ’ થાય છે ? એ તો કોઈ દહાડો આઘાપાછાં થતાં જ નથી. એમને કોઈ દહાડો થતું નથી કે લાવ અહીંથી માઈલ છેટે વિશ્વામિત્રી છે, તે ત્યાં જઈને પાણી પી આવું !
પ્રમાણિકતા ને પરસ્પર ‘ઓબ્લાઈઝિંગ નેચર'. બસ, આટલાની જ જરૂર છે. પરસ્પર ઉપકાર કરવાનો, આટલો જ મનુષ્યજીવનનો લહાવો છે ! આ જગતમાં બે પ્રકાર લોકોને ચિંતા મટે, એક જ્ઞાની પુરુષ ને બીજા પરોપકારીને.
પરોપકારની સાચી રીત : પ્રશ્નકર્તા : આ જગતમાં સારાં કૃત્યો કયા કહેવાય ? એની વ્યાખ્યા આપી શકાય ?
દાદાશ્રી : હા, સારાં કૃત્યો તો આ ઝાડ બધાં કરે છે, એ તદન સારાં કત્યો કરે છે. પણ એ પોતે કર્તાભાવે નથી. આ ઝાડ જીવવાળાં છે. બધાં પારકાં માટે પોતાનાં ફળ આપે છે. તમે તમારાં ફળ પારકાંને આપી દો. તમને તમારા ફળ મળ્યા કરશે. તમારાં જે ફળ ઉત્પન્ન થાય – દૈહિક ફળ, માનસિક ફળ, વાચિક ફળ, ‘ફ્રી ઓફ કોસ્ટ’ લોકોને આપ્યા કરો તો તમને તમારી દરેક વસ્તુ મળી આવશે. તમારી જીવન જરૂરિયાતમાં કિંચિત્માત્ર અડચણ નહીં પડે અને જ્યારે એ ફળ તમે તમારી મેળે ખાઈ જશો તો અડચણ આવી મળશે. આ આંબો એનાં ફળ ખાઈ જાય તો એનો માલિક જે હોય તે શું કરે ? એને કાપી નાખે ને ? તેમ આ લોકો પોતાનાં ફળ પોતે જ