________________
૧૦
સેવા-પરોપકાર ખાઈ જાય છે, એટલું જ નહીં ઉપરથી ફી માંગે છે !
એક અરજી લખી આપવાના બાવીસ રૂપિયા માંગે છે ! જે દેશમાં ફ્રી ઓફ કોસ્ટ’ વકીલાત કરતા અને ઉપરથી ઘરનું જમાડીને વકીલાત કરતા ત્યાં આ દશા થઈ. આ ગામમાં વઢવાડ થઈ હોય, તો નગરશેઠ હોય તે પેલા બે લડવાવાળાને કહેશે, ‘ભાઈ ચંદુલાલ, તમે આજે સાડા દસ વાગે ઘેર આવજો અને નગીનદાસ, તમે પણ તે ટાઈમે ઘેર આવજો.” અને નગીનદાસની જગ્યાએ કોઈ મજૂર હોય કે ખેડૂત હોય કે જે વઢતા હોય તેમને ઘેર બોલાવી જાય. બેઉને બેસાડે, બેઉને સહમત કરે. જેના પૈસા ચૂકવવાના હોય તેને થોડા રોકડા અપાવી, બાકીના હપ્તા બંધાવી આપે. પછી બેઉ જણને કહેશે, “ચાલો, મારી જોડે જમવા બેસી જાઓ.’ બન્નેને જમાડીને પછી ઘેર મોકલી આપે ! છે અત્યારે આવા વકીલ ? માટે સમજો અને સમયને ઓળખીને ચાલો. અને જો પોતાની જાત ને પોતા માટે જ વાપરે તો મરણ વખતે દુ:ખી થવાય. જીવ નીકળે નહીં ને બંગલા-મોટર છોડીને જવાય નહીં !
સલાહના એની પાસે પૈસા માંગવાના નહીં. આમતેમ કરીને પતાવી આપે. પોતે ઘરનાં બે હજાર આપે અને અત્યારે તો સલાહ લેવા ગયો હોય, તો સલાહની ફીના સો રૂપિયા લઈ લેશે ! “અરે, જૈન છો તમે.” ત્યારે કહે, એ તો જૈન છે, પણ ધંધો જોઈએ કે ના જોઈએ અમારે ?” “સાહેબ, સલાહનીય ફી ?’ અને તમે જૈન ? ભગવાનનેય શરમાવડાવ્યા ? વીતરાગોનેય શરમાવડાવ્યા ? નો - હાઉની ફી ? આ તો કેવાં તોફાન કહેવાય ?
પ્રશ્નકર્તા : આ વધારાની બુદ્ધિની ફી એમ કહો છો ને !
દાદાશ્રી : કારણ કે બુદ્ધિનો વાંધો નથી. આ બુદ્ધિ, વિપરીત બુદ્ધિ છે. પોતાનું જ નુક્સાન કરનારી બુદ્ધિ છે. વિપરીત બુદ્ધિ ! ભગવાને બુદ્ધિને માટે વાંધો નથી ઉઠાવ્યો. ભગવાન કહે છે, સમ્યક્ બુદ્ધિ પણ થઈ શકે છે. તે બુદ્ધિ વધી હોય ને તો મનમાં એમ થાય, કોને કોને નિકાલ કરી આપું, કોને
સેવા-પરોપકાર કોને હેલ્પ કરી આપું, કોને કોને સર્વિસ ના હોય એને સર્વિસ મળે એવું કરી આપું.
ઓબ્લાઈઝિંગ નેચર ! પ્રશ્નકર્તા: હવે મારી દ્રષ્ટિએ કહું છું કે એક કૂતરો હોયને, તે કોઈ કબૂતરને મારે તે આપણે બચાવવા જઈએ તો મારી દ્રષ્ટિએ આપણે ઓબ્લાઈઝ કર્યું, તો એ તો આપણે વ્યવસ્થિતના માર્ગમાં આવ્યાને ?
દાદાશ્રી : એ ઓબ્લાઈઝ થાય જ ક્યારે ? એનું ‘વ્યવસ્થિત હોય તો જ થાય આપણાથી, નહીંતર થાય જ નહીં. આપણે ઓબ્લાઈઝિંગ નેચર રાખવો. એનાથી બધા પુણ્ય જ બંધાય એટલે દુ:ખ ઉત્પન્ન થવાનું સાધન ના રહ્યું. પૈસાથી ના થાય તો ધક્કો ખાઈને કે બુદ્ધિ આપીને, સમજણ પાડીને પણ ગમે તે રસ્તે ઓબ્લાઈઝ કરવા.
પરોપકાર, પરિણામે લાભ જ ! અને આ લાઈફ જો પરોપકાર માટે જશે તો તમને કશી ય ખોટ નહીં આવે, કોઈ જાતની તમને અડચણ નહીં આવે. તમારી જે જે ઈચ્છાઓ છે તે બધી જ પૂરી થશે અને આમ કૂદાકૂદ કરશો તો એકેય ઈચ્છા પૂરી નહીં થાય. કારણ કે એ રીતે તમને ઊંઘ જ નહીં આવવા દે. આ શેઠિયાઓને તો ઊંઘ જ નથી આવતી, ત્રણ-ત્રણ, ચાર-ચાર દિવસ સુધી ઊંધી નથી શકતા. કારણ કે લૂંટબાજી જ કરી છે, જેની ને તેની.
એટલે ઓબ્લાઈઝિંગ નેચર કર્યો કે રસ્તે જતાં જતાં, અહીં પાડોશમાં કો’કને પૂછતા જઈએ કે ભઈ, હું પોસ્ટ ઓફિસ જઉં છું, તમારે કંઈ કાગળ નાખવાના છે ? એમ પૂછતા પૂછતા જઈએ, શું વાંધો પણ ? કોઈ કહેશે, મને તારી પર વિશ્વાસ નહીં આવતો. ત્યારે કહીએ, ભઈ, પગે લાગીએ છીએ. પણ બીજાને વિશ્વાસ આવે છે તેનો તો લઈ જઈએ.
આ તો મારો નાનપણનો ગુણ હતો તે હું કહું છું, ઓબ્લાઈઝિંગ નેચર અને પચ્ચીસ વર્ષે મારા બધા ફ્રેન્ડ સર્કલ મને સુપર હ્યુમન કહેતા’તા.