________________
સેવા-પરોપકાર,
સેવા-પરોપકાર દહાડો ‘કોને ઓબ્લાઈઝ કરું’ એવા જ વિચારો આવે.
બહારથી ઓછું થાય તો વાંધો નહીં, પણ અંદરનો ભાવ તો હોવો જ જોઈએ આપણો કે મારી પાસે પૈસા છે, તો મારે કોઈના દુ:ખને ઓછું કરવું છે. અક્કલ હોય તો મારે અક્કલથી કોઈને સમજણ પાડીને પણ એનું દુઃખ ઓછું કરવું છે. જે પોતાને સિલક હોય તે હેલ્પ કરવાની, નહીં તો ઓબ્લાઈઝિંગ નેચર તો રાખવો જ. ઓબ્લાઈઝિંગ નેચર એટલે શું? પારકાને હેલ્પ કરવા માટેનો સ્વભાવ !
ઓબ્લાઈઝિંગ નેચર હોય તો કેવો સરસ સ્વભાવ હોય ! કંઈ પૈસા આપી દેવા એ ઓબ્લાઈઝિંગ નેચર નથી. પૈસા તો આપણી પાસે હોય કે ના ય હોય. પણ આપણી ઈચ્છા, એવી ભાવના હોય કે આને કેમ કરીને હેલ્પ કરું ! આપણે ઘેર કો'ક આવ્યો હોય, તેને કંઈ કેમ કરીને હેલ્પ કરું, એવી ભાવના હોવી જોઈએ. પૈસા આપવા કે ના આપવા એ તમારી શક્તિ મુજબ છે.
પૈસાથી જ કંઈ “ઓબ્લાઈઝ કરાય છે એવું નથી, એ તો આપનારની શક્તિ પર આધાર રાખે છે. ખાલી મનમાં ભાવ રાખવાના કે કેમ કરીને ઓબ્લાઈઝ” કરું, એટલું જ રહ્યા કરે તેટલું જ જોવાનું.
જીવતતો ધ્યેય ! જેનાથી કંઈક આપણા ધ્યેય તરફ પહોંચી શકાય. આ ધ્યેય વગરનું જીવન, એનો અર્થ જ નથી. ડોલર આવે છે અને ખઈ-પીને મોજ કરીએ અને આખો દહાડો ચિંતા-વરીઝ કર્યા કરીએ, એ જીવનનો ધ્યેય કેમ કહેવાય ? મનુષ્યપણું મળ્યું એ એળે જાય એનો શો અર્થ છે ? એટલે મનુષ્યપણું મળ્યા પછી આપણા ધ્યેયને પહોંચવા માટે શું કરવું જોઈએ ? સંસારના સુખો જોઈતાં હોય, ભૌતિક સુખો, તો તમારી પાસે જે કંઈ હોય તે લોકોને આપો. લોકોને કંઈ પણ સુખ આપો તો તમે સુખની આશા રાખી, શકો છો. નહીં તો સુખ તમને મળે નહીં અને જો દુઃખ આપો તો તમને દુઃખ મળશે.
આ દુનિયાનો કાયદો એક જ વાક્યમાં સમજી જાવ, આ જગતના તમામ ધર્મોનો, કે જે માણસને સુખ જોઈતું હોય, તો બીજાં જીવોને સુખ આપો અને દુઃખ જોઈતું હોય તો દુઃખ આપો. જે અનુકૂળ આવે તે આપો. હવે કોઈ કહેશે કે સુખ લોકોને અમે કેવી રીતે આપીએ, અમારી પાસે પૈસા નથી. તો પૈસાથી અપાય છે એવું એકલું જ નથી, એની જોડે ઓબ્લાઈઝિંગ નેચર કરી શકાય, એનો ધક્કો ખાઈ શકાય અને સલાહ આપી શકાય, બધી અનેક રીતે ઓબ્લાઈઝ કરી શકીએ એમ છે.
ધર્મ એટલે કંઈ ભગવાનની મૂર્તિઓ પાસે બેસી રહેવું, એનું નામ ધર્મ નથી. ધર્મ તો આપણા ધ્યેયને પહોંચવું, એનું નામ ધર્મ છે. જોડે જોડે એકાગ્રતાને માટે આપણે કોઈ પણ સાધન કરીએ એ વાત જુદી વસ્તુ છે, પણ એકાગ્રતા આમાં કરો તો બધું એકાગ્ર જ છે આમાં. ઓબ્લાઈઝિંગ નેચર રાખો, નક્કી કરો કે મારે લોકોને ઓબ્લાઈઝ જ કરવા છે હવે, તો તમારામાં ફેરફાર થઈ જશે. નક્કી કરો કે મારે વાઈલ્ડનેસ(જંગલિયત) કરવી નથી.
સામો વાઈલ્ડ(જંગલી) થાય તો ય મારે થવું નથી, તો એવું થઈ શકે છે. ના થઈ શકે ? નક્કી કરો ત્યારથી થોડું થોડું ફેરફાર થાય કે ના થાય ?
પ્રશ્નકર્તા: મુશ્કેલ છે પણ.
દાદાશ્રી : ના, મુશ્કેલ હોય તો પણ નક્કી કરીએને, કારણ કે તમે માણસ છો અને ભારત દેશના માણસ છો. જેવા તેવા છો ? ઋષિ-મુનિઓના પુત્રો જો તમે ! ભયંકર (અનંતી) શક્તિઓ તમારી પાસે પડી રહી છે. તે આવરેલી પડી રહી છે તે તમને શું કામ લાગે ? તે તમે આ મારા આ શબ્દ પ્રમાણે જો નક્કી કરો કે મારે આ કરવું જ છે, તો એ અવશ્ય ફળશે, નહીં તો આમ વાઈલ્ડનેસ ક્યાં સુધી કર્યા કરશો ? અને તમને સુખ પડતું નથી, વાઈલ્ડનેસમાં સુખ પડે છે ?
પ્રશ્નકર્તા ઃ ના. દાદાશ્રી : ઊલટું દુઃખ જ નોતરો છો.