________________
સેવા-પરોપકાર
આ ઝાડ હોય છે ને, બધા આંબા છે, લીમડા છે એ બધું, ઝાડ ઉપર ફળ આવે છે તે આંબો એની કેટલી કેરીઓ ખાતો હશે ?
પ્રશ્નકર્તા : એકેય નહીં. દાદાશ્રી : કોના માટે છે એ ? પ્રશ્નકર્તા : પારકાં માટે.
દાદાશ્રી : હા તે એ જુએ છે કે આ લુચ્ચો છે કે સારો છે એવું જુએ છે ? જે લઈ જાય તેની, મારી નહીં. પરોપકારી જીવન એ જીવે છે. આવું જીવન જીવવાથી એ જીવોની ધીમે ધીમે ધીમે ઊર્ધ્વગતિ થાય.
પ્રશ્નકર્તા : પણ ઘણી વખત જેની ઉપર ઉપકાર થાય છે તે વ્યક્તિ ઉપકાર કરનાર સામે દોષારોપણ કરે છે.
દાદાશ્રી : હા, તે જોવાનું ત્યાં જ છે ને ? તે એ ઉપકાર કરે છે ને, તેની ઉપર પણ અપકાર કરે.
પ્રશ્નકર્તા: અણસમજણને કારણે !
દાદાશ્રી : એ સમજણ તે ક્યાંથી લાવે ? સમજણ હોય તો કામ જ થઈ જાયને ! સમજણ એવી લાવે ક્યાંથી ?
પરોપકાર એ તો બહુ ઊંચામાં ઊંચી સ્થિતિ છે. આ પરોપકારની લાઈફ, આખા મનુષ્યના જીવનનો ધ્યેય જ એ છે.
જીવનમાં, મહત્ કાર્ય જ આ બે ! અને બીજું આ હિન્દુસ્તાનના મનુષ્યનો અવતાર શેને માટે છે ? પોતાનું આ બંધન, કાયમનું બંધન તૂટે એ હેતુ માટે છે, “એબ્સોલ્યુટ' થવા માટે છે અને જો આ ‘એબ્સોલ્યુટ' થવાનું જ્ઞાન પ્રાપ્ત ના થાય તો તું પારકાંના સારુ જીવજે. આ બે જ કામ કરવા માટે હિન્દુસ્તાનમાં જન્મ છે. આ બે કામ લોકો કરતાં હશે ? લોકોએ તો ભેળસેળ કરીને મનુષ્યમાંથી
સેવા-પરોપકાર જાનવરમાં જવાની કળા ખોળી કાઢી છે !
સરળતાતા ઉપાયો ! પ્રશ્નકર્તા ઃ જીવન સાત્ત્વિક અને સરળ બનાવવા માટે ઉપાયો ક્યા ?
દાદાશ્રી : તે લોકોને તારી પાસે હોય એટલું ઓબ્લાઈઝિંગ નેચર કરીને આપ આપ કર્યા કરે. એમ ને એમ જીવન સાત્ત્વિક થતું જશે. ઓબ્લાઈઝિંગ નેચર કરેલો તેં ? તને ઓબ્લાઈઝિંગ નેચર ગમે છે ?
પ્રશ્નકર્તા અમુક અંશે કરેલો !
દાદાશ્રી : એ વધારે અંશે કરીએ તો વધારે ફાયદો થાય. ઓબ્લાઈઝ જ કર્યા કરવા. કોઈનો ધક્કો ખઈએ, ફેરો ખાઈએ, પૈસા આપીએ, કોઈ દુખિયો હોય એને બે કપડાં સીવડાવી આપીએ, એવું ઓબ્લાઈઝિંગ કરવું.
ભગવાન કહે છે કે મન-વચન-કાયા અને આત્માના (પ્રતિષ્ઠિત આત્માનો) ઉપયોગને બીજા માટે વાપર, પછી તને કંઈ પણ દુ:ખ આવે તો મને કહેજે.
ધર્મની શરૂઆત જ ‘ઓબ્લાઈઝિંગ નેચર'થી થાય છે. તમે તમારા ઘરનું પારકાંને આપો ત્યાં જ આનંદ છે. ત્યારે લોકો લઈ લેવાનું શીખે છે ! તમારા માટે કંઈ જ કરશો નહીં. લોકો માટે જ કરજો તો તમારા માટે કંઈ જ કરવું નહીં પડે.
ભાવમાં તો સો ટકા ! આ કોઈ ઝાડ પોતાનાં ફળો પોતે ખાય છે ? ના. એટલે આ ઝાડો મનુષ્યને ઉપદેશ આપે છે કે તમે તમારાં ફળ બીજાને આપો. તમને કુદરત આપશે. લીમડો કડવો લાગે ખરો, પણ લોકો વાવે ખરા. કારણ કે એના બીજા લાભ છે, નહીં તો છોડવો ઉખાડી જ નાખે. પણ એ બીજી રીતે લાભકારી છે. એ ઠંડક આપે છે, એની દવા હિતકારી છે, એનો રસ હિતકારી છે. સત્યુગમાં લોકો સામાને સુખ આપવાનો જ પ્રયોગ કરતા. આખો