________________
૧૩
સેવા-પરોપકાર સમજવું ને ? એ તો વ્યવહાર ધર્મ થયો ને ?
દાદાશ્રી : એ વ્યવહાર ધર્મ પણ નહીં, એ તો સમાજ ધર્મ કહેવાય. જે સમાજને અનુકૂળ હોય તે લોકોને અનુકૂળ પડે ને એ જ સેવા બીજા સમાજને આપવા જઈએ તો તે પ્રતિકૂળ પડે. એટલે વ્યવહાર ધર્મ ક્યારે કહેવાય કે જે બધાને સરખો પડે તેને ! અત્યાર સુધી તમે જે કર્યું તે સમાજસેવા કહેવાય. દરેકની સમાજસેવા જુદા જુદા પ્રકારની હોય. દરેક સમાજ જુદા પ્રકારનો, તેમ સેવા પણ જુદા પ્રકારની હોય.
લોકસેવા, બીગીન્સ ફ્રોમ હોમ ! પ્રશ્નકર્તા : જે લોકો લોકસેવામાં આવ્યા, એ શેના લીધે આવ્યા
હશે ?
દાદાશ્રી : એ તો ભાવના સારી. લોકોનું કેમ કરીને સારું થાય, એટલા માટે ઈચ્છા. લાગણીઓ સારી ત્યારે ને !
એ તો ભાવના-લાગણીઓ લોકોના તરફ કે આ લોકોને જે દુ:ખ થાય છે, તે ના થાય તેવી ભાવના છે તેની પાછળ. ઊંચી ભાવનાને બહુ. પણ લોકસેવકોનું મેં એ જોયું, સેવકોને ઘેર જઈને પૂછીએ છીએ ને, ત્યારે પાછળ ધૂમાડા નીકળે છે, એટલે એનું નામ સેવા ના કહેવાય. સેવા ઘરથી હોવી જોઈએ. બીગીન્સ ફ્રોમ હોમ. પછી નેબર્સ, પછી આગળની સેવા. આ તો ઘેર જઈને પૂછીએ ત્યારે ધુમાડા નીકળે છે. કેમ લાગે છે તમને ? માટે પહેલ ઘરથી હોવી જોઈએ ને?
પ્રશ્નકર્તા: ભાઈ કહે છે, એમના કેસમાં ઘરે ધૂમાડા નથી. દાદાશ્રી : આનો અર્થ એ થયો કે એ સાચી સેવા છે.
કરો જનસેવા, ચોખ્ખી દાનત રાખીને ! પ્રશ્નકર્તા : લોકસેવા કરતાં કરતાં એમાં ભગવાનના દર્શન કરીને
સેવા-પરોપકાર સેવા કરી હોય તો બરાબર ફળ આપે ને ?
દાદાશ્રી : ભગવાનનાં દર્શન કર્યા હોય તો લોકસેવામાં પછી પડે નહિ, કારણ કે ભગવાનનાં દર્શન થયાં પછી કોણ છોડે ભગવાનને ? આ તો લોકસેવા એટલા માટે કરવાની કે ભગવાન જડે એટલા સારુ. લોકસેવા તો હૃદયની હોવી જોઈએ, હૃદયપૂર્વકની હોય તો બધે પહોંચે. લોકસેવા અને પ્રખ્યાતિ બે ભેગી થાયને તો મુશ્કેલીમાં મૂકી દે, માણસને. ખ્યાતિ વગરની લોકસેવા હોય ત્યારે સાચું. ખ્યાતિ તો થાય જ જાણે છે, પણ ખ્યાતિની ઈચ્છારહિત થાય એવું હોવું જોઈએ.
જનસેવા તો લોક કરે એવા નથી. આ તો મહીં અંદરખાને કીર્તિનો લોભ છે, માનનો લોભ છે, બધા જાતજાતના લોભ રહ્યા છે, તે કરાવડાવે છે. જનસેવા કરનારા માણસો તો કેવો હોય ? એ અપરિગ્રહી પુરુષ હોય. આ તો બધાં નામ કાઢવા માટે, ધીમે ધીમે કોઈક દહાડો પ્રધાન થઈશ’ એમ કરીને જનસેવા કરે. મહીં દાનત ચોર હોય એટલે બહારની આફતો. વગર કામના પરિગ્રહ, એ બધું બંધ કરી દો તો બધું રાગે પડી જશે. આ તો એક બાજુ પરિગ્રહી, સંપૂર્ણ પરિગ્રહી રહેવું છે અને એક બાજુ જનસેવા જોઈએ છે, એ બન્ને શી રીતે બની શકે ?
પ્રશ્નકર્તા : અત્યારે તો હું માનવસેવા કરું છું, ઘેર ઘેર બધાની પાસે ભીખ માંગી ગરીબોને આપું છું. એટલું હું કરું છું અત્યારે.
દાદાશ્રી: એ તો બધું તમારે ખાત-ચોપડે જમા થશે. તમે જે આપો છો ને... ના, ના, તમે જે વચ્ચે એ કરો છો, તેની રકમ કાઢશે, અગિયાર ગણી રકમ કરી અને પછી જે દલાલી છે તે તમને મળશે. આવતે ભવ દલાલી મળશે અને એની શાંતિ રહેશે તમને. આ કામ સારું કરો છો એટલે શાંતિ અત્યારે રહે અને ભવિષ્યમાંય રહેશે. એ કામ સારું છે.
બાકી સેવા તો એનું નામ કે તું કામ કરતો હોય તે મને ખબરેય ના પડે. એને સેવા કહેવાય. મૂંગી સેવા હોય. ખબર પડે, એને સેવા ના કહેવાય.