________________
[૬] અંતઃકરણમાં ડખલ કોની ?
હવે તો આ ડિસ્ચાર્જ થતો જે અહંકાર છે, એ ખાલી કરવાનો છે. એ અહંકાર
ઊભો થયા સિવાય તો ખાલી થાય નહીંને ! ક્રોધ-માન-માયા-લોભ જે ભરેલાં છે, તે અહંકારથી જ બધાં ખાલી થાય ને !
૮૩
પ્રશ્નકર્તા : જ્ઞાન લીધું હોય એના માટે ને ?
દાદાશ્રી : હા, એના માટે. બીજાને તો આમાં કામનું જ નહીં. વાત સાંભળીનેય કામનું નહીં. શી રીતે સાંધો મળે ? કયા ગામની ટિકિટ અને ટ્રેન ક્યાં જતી હોય !
પ્રશ્નકર્તા : પછી છેવટે તો સૂક્ષ્મ અહંકાર રહેતો હશેને આખરીમાં, ડિસ્ચાર્જ થઈ ગયાં પછી ?
દાદાશ્રી : સૂક્ષ્મ અહંકાર (અંતઃકરણનો) પણ વખતે એ અહંકાર સ્થૂળેય (દેહમાં વણાયેલો) હોય પણ એ અહંકાર ભમરડા જેવો, એટલે આપણને હેરાન ના કરે.
હોય.
પ્રશ્નકર્તા : એ તો ડિસ્ચાર્જમાં પણ આપને અહંકાર કેવો હોય ? દાદાશ્રી : એ સહજ થયેલું હોય. એટલે સહજ થાય ત્યાં અહંકાર ના
કર્તાભાવથી ભવ બંધાય
પ્રશ્નકર્તા : જ્યાં એને એમ લાગે કે મારા વગર ન ચાલે, તેને તમે સજીવ અહંકાર કહો છો ?
દાદાશ્રી : આ દરેક ક્રિયા કરે છે, તે ‘હું કરું છું’ એવું ભાન છેને, એ જ સજીવ અહંકાર છે. આ ગાંયજાને (હજામને)ય નક્કી કરવું પડે કે મારે આમની હજામત કરવી છે. એટલે એ થઈ જ જાય. અને જો કદી ‘હું કરું છું, મારા વગર કોઈ ના કરી શકે' કહે, તો ઊલટો લોહી કાઢશે !
એટલે સહજ થાયને, તો સો ટકા ફળ મળે અને જો કદી બીજું કરવા ગયા તો ચાલીસ ટકા ફળ મળે. એટલે સહજનું ઊંચું ફળ મળે. અહંકાર આંધળો
૪
સહજતા
છે, એ કામ પૂરું સફળ થવા દેતો નથી અને આવતો ભવ બાંધે છે પાછો, એ
!
સહજ ભાવ ત્યાં વ્યવહાર આદર્શ
આદર્શ વ્યવહાર હોય અને એ વ્યવહારમાં પોતે ના હોય. વ્યવહાર વ્યવહાર રીતે ચાલ્યા કરે. પોતાની ગેરહાજરીમાં વ્યવહાર ચાલ્યા કરે. અને વ્યવહાર ખરેખર છે જ એવો, પણ આ ભ્રાંતિથી એકતા થાય છે. આ ભ્રાંતિ શેના આધારે ઊભી રહી છે ? જાગૃતિ નથી એટલે. જાગૃતિની મંદતાથી ભ્રાંતિ ઊભી રહી છે. પાછા ચૂકે, પાછી જાગૃતિ ઉત્પન્ન થાય પણ આ વ્યવહાર જાગૃતિ છે, નિશ્ચય જાગૃતિ નથી. વ્યવહાર જાગૃતિમાં તો બધો વ્યવહાર યાદ આવ્યા જ કરે. ઊલટો વધારેમાં વધારે યાદ આવે અને વ્યવહારમાં તો લોકોને જેમ જાગૃતિ રહે ને એમ ઠોકર વાગે. વ્યવહારમાં સહજ ભાવે રહે, અજાગૃતિ કામની નહીં, જાગૃતિ યે કામની નહીં. સહજ ભાવે ઠોકર ના વાગે.
વિકૃતિથી અસહજતા
આ ગુલાબના છોડને નિકાલ કરવાનો હોય ? ના, એ તો એના સહજ સ્વભાવમાં જ હોય. આ મનુષ્યોએ એનો સહજ સ્વભાવ ખોઈ નાખ્યો
છે.
પ્રશ્નકર્તા : મનુષ્ય જાતને આમાં ભેદ છે, આ સારું છે, આ આવું છે, નકલ કરે. પણ આમને તો કંઈ ભેદ છે જ નહીં.
દાદાશ્રી : એટલે શું છે કે સહજ સ્વભાવ ખોઈ નાખ્યો છે. સહજ સ્વભાવ ! બધી પ્રકૃતિનો સહજ સ્વભાવ છે. આત્મા તો સહજ સ્વભાવમાં છે. દરેક જીવંત વસ્તુમાં આત્મા સહજ સ્વભાવનો હોય છે અને પ્રકૃતિ પણ સહજ સ્વભાવમાં હોય છે. આ મનુષ્યોની જ પ્રકૃતિ એકલી વિકૃત છે. એટલે પ્રકૃતિ વિકૃત એને લીધે આત્મામાં ફોટો વિકૃતતાનો પડે. એટલે (વ્યવાર) આત્માયે વિકૃત થઈ જાય છે. મનુષ્ય સહજ થવાની જરૂર છે. ખાવ-પીવો પણ સહજ. ત્યારે આ અસહજ થાય છે. જ્યારે ઊંઘ આવે ત્યારે ચોટલી બાંધે ને ત્યારે ઊંઘ ના આવે ત્યારે સૂઈ જાય મૂઓ.