________________
[૬] અંતઃકરણમાં ડખલ કોની ?
તે જતા
એકતા માની અહંકારે પ્રશ્નકર્તા : એટલે એવું થયું કે અસહજ જે છે તે સહજને બાંધી લે છે ? દાદાશ્રી : એકતા માની છે ને ત્યાં સુધી. પ્રશ્નકર્તા : એકતા કોણે માની છે ? દાદાશ્રી : અહંકારે એકતા માની છે એટલે.
પ્રશ્નકર્તા : જ્યાં સુધી ભેદજ્ઞાન ન થયું હોય ત્યાં સુધી એ સમજમાં કેવી રીતે બેસે ?
દાદાશ્રી : સમજમાં બેસે જ નહીંને ! એ અહંકાર છે ત્યાં સુધી ‘ઈટ હેપન્સ’ કેમ કહેવાય ? અહંકાર છે ત્યાં સુધી કઈ ટાઈપનું ગાંડું કાઢે એ શું કહેવાય ? અને તમારો અહંકાર ‘જ્ઞાન’ લીધાથી જતો રહે છે અમુક ભાગનો. જે ચાર્જ અહંકાર, જે ડખલ કરનારો અહંકાર જતો રહે છે અને તે ઈટ હેપન્સવાળો ડિસ્ચાર્જ અહંકાર રહે છે. તેથી સમજમાં બેસે છે.
પ્રશ્નકર્તા : ડિસ્ચાર્જ કરવા માટે, નિકાલ કરવા માટેનો અહંકાર રહે છે. દાદાશ્રી : ‘ઈટ હેપન્સ'માં જોઈએ એ ડિસ્ચાર્જ અહંકાર રહે છે.
સહજ ઉદય થયેલું સહજ આથમે પ્રશ્નકર્તા : પણ એ કર્તાપણા સાથે અહમૂનો ભાવ સંકળાયેલો છે. દાદાશ્રી : હા, તે ?
પ્રશ્નકર્તા : આ સંસારી જીવો ખરાં, એને જે કર્તાપણાનો કે જે કંઈ અહમ્ હોય છે તે મીટાવી દેવો એ કંઈ સહેલી વસ્તુ નથી.
દાદાશ્રી : ના, સહેલામાં સહેલી વસ્તુ જ એ છે. સહેજ માં સહજ વસ્તુ એ અહંકાર બંધ કરવું તે ! ક્રોધ-માન-માયા-લોભ બંધ કરવા એ બધું સહજમાં સહજ વસ્તુ છે. બાકી કષ્ટ કરીને કોઈ દહાડોય ક્રોધ-માન-માયા-લોભ જાય નહીં. ગમે એટલાં કષ્ટ સેવે, ગમે તેટલાં કષ્ટ કરે તોય એ અહંકાર જાય
સહજ રીતે અહંકાર બિલકુલ જાય. એનો ઉપાય જ સહજ છે ! પણ પોતે સહજ કરી શકે નહીં ને ! પોતે વિકલ્પી છે, તે નિર્વિકલ્પી કેમ કરીને થઈ શકે ? એ તો જે અકર્તાપદ પ્રાપ્ત થયેલું હોય, જે મુક્ત પ્રય હોય ત્યાં આગળ આપણે જઈએ તો ત્યાં આપણને સહજ રીતે જ એ કામ કરી આપે.
એટલે અહંકાર એ સહજ નીકળી જાય એવી વસ્તુ છે. કારણ કે એ સહજ રીતે જ ઊભો થયો છે. એ કંઈ કષ્ટો કરીને ઊભો થયો નથી અને આથમી જાય છે તેય સહજ રીતે ! આ જેટલાં કષ્ટ કરે ને, તેમ તેમ અહંકાર વધતો જાય ઊલટો !
આ જે સંસારની ક્રિયા થઈ રહી છે એનો વાંધો નથી પણ તેમાં ચંચળતા ઉત્પન્ન થાય છે તે વાંધો છે. ક્રિયા બંધ કરવાની નથી. બંધ થાય નહીં. એમાં જે ચંચળતા ઉત્પન્ન થાય છે, જે સહજતા તૂટી જાય છે, તેનાથી કર્મ બંધાય છે. આ ક્રિયા કરીએ છીએ તેનો વાંધો નથી, બધી ક્રિયાનો વાંધો નથી પણ ચંચળતા ના હોવી જોઈએ.
આપણું જ્ઞાન આપ્યા પછી એનામાં ચંચળતા નથી રહેતી, સહજતા રહે છે. સહેજે પોતાનો ધક્કોય નથી હોતો, બહારની ક્રિયા એની મેળે થયા કરે છે. પ્રકૃતિ ને આત્મા વચ્ચેની ચંચળતા ઊડી ગઈ, એનું નામ સાહજિકતા.
કર્મો બંધાય શેતાથી ? પ્રશ્નકર્તા : નવા કર્મો જે થાય, તે બાહ્ય પ્રકૃતિને લઈને જ થાય ?
દાદાશ્રી : એ નવા કર્મો થાય છે એ તો આપણા અહંકાર અને આજની આપણી સમજણ ને જ્ઞાન, તેની ઉપર આધાર રાખે છે. કર્મ અવળાયે બાંધે ને સવળાયે બાંધે અને પછી પ્રકૃતિ આપણને એવા સંજોગોમાં રાખે. આ બહુ ઝીણી વાત છે.
પ્રશ્નકર્તા : સહજ ક્રિયા જે કંઈ થતી હોય, તેની અંદર કોઈ કર્મ બંધાતું નથી ?