________________
[૬] અંત:કરણમાં ડખલ કોની ?
(
૮૧
સહજતા
અક્રમ માર્ગના મહાત્માઓને અંતઃકરણની સ્થિતિ કેવી રહે ? તેમને ડખોડખલ બંધ થઈ ગયા હોય. પણ પાછલાં પરિણામ આવે છે ત્યારે પોતે ગૂંચાઈ જાય છે કે “મારા’ જ પરિણામ છે. જ્યારે એને પૂછે કે, પોતાના પરિણામ કે બીજાનાં ? તો હું કહ્યું કે, “આ તો બીજાનાં પરિણામ છે.
આમને સાથ ન આપીએ અને એને ‘જોયા’ જ કરીએ તો આપણે છૂટા જ છીએ. એટલો વખત આપણે એને જોયા કરીએ, તેટલો વખત ચિત્તની શુદ્ધિ થયા કરે. ચિત્ત એકલું જ જો રાગે પડી ગયું તો બધું રાગે આવી જાય. અશુદ્ધિ ચિત્તને લઈને ભટક ભટક કરે છે એટલે ચિત્તની શુદ્ધિ થતાં સુધી જ આ યોગ બરોબર જમાવવાનો છે.
અહંકારની સહી વગર ના થાય કંઈ પ્રશ્નકર્તા : અહંકાર હંમેશાં અવરોધકારક કે ઉપયોગી પણ ખરો?
દાદાશ્રી : અહંકાર વગર તો આ દુનિયામાં આ વાતેય લખાય નહીં. આ ચીઠ્ઠી લખવી હોયને, તેય અહંકારની ગેરહાજરીમાં ના લખાય. અહંકાર બે પ્રકારના. એક ડિસ્ચાર્જ થતો અહંકાર, જે ભમરડા જેવો છે અને બીજો ચાર્જ થતો જીવતો અહંકાર, જે શૂરવીર જેવો છે. લડે હઉ, ઝઘડો કરે, બધું જ કરે. પેલાનાં તો હાથમાં કશુંય નહીં બિચારાનાં, જેમ ભમરડો ફરે. એટલે અહંકાર વગર તો દુનિયામાં કશું થાય જ નહીં. પણ એ અહંકાર ડિસ્ચાર્જ થતો છે. તમને હેરાન ના કરે. અહંકાર વગર તો કાર્ય જ ના થાય. આપણે બોલવું પડે ખરું કે હું સંડાસ જઇ આવ્યો, મારે સંડાસ જવું છે. એ ડિસ્ચાર્જ અહંકાર સહી કરે તો જ કાર્ય થાય, નહીં તો કાર્ય ના થાય.
અહંકારથી ચિંતા, ચિંતાથી.... સંસારમાં બાય પ્રોડક્ટનો અહંકાર હોય છે તે સહજ અહંકાર છે, જેનાથી સહજાસહજ ચાલે એવું છે. ત્યાં આખું અહંકારનું કારખાનું જ કાઢયું અને અહંકાર વિફર્યો, એટલો મોટો વિસ્તાર્યો કે ચિંતાઓનો પાર નહીં. અહંકારને જ વિસ્તાર વિસ્તાર કર્યો. સહજ અહંકારથી આ સંસાર ચાલે એવો છે, નોર્મલ અહંકારથી. જરૂર જ નથી ત્યાં આગળ, અહંકાર વિસ્તારીને. પછી કાકા આટલી
ઉંમરે કહે કે મને ચિંતા થાય છે. એ ચિંતા થાય એનું ફળ શું? આગળ જાનવર ગતિ આવશે, માટે ચેતો. હજુ ચેતવા જેવું છે. મનુષ્યમાં છો ત્યાં સુધી ચેતો. ચિંતા હશે ત્યાં જાનવર ગતિનું ફળ આવશે.
તમામ જીવો આશ્રિત સંસાર એ તો સમૂસરણ માર્ગ છે. તે દરેક માઇલે, દરેક ફલાગે રૂપો બદલાવાનાં. આ રૂપોમાં મનુષ્યને તન્મયતા રહે છે ને તેથી માર ખાધા કરે છે. આખો સંસાર સહજમાર્ગી છે, માત્ર મનુષ્યના અવતારમાં જ માર ખાય છે. આ કાગડા, કબૂતરો, માછલાં એ બધાને છે કશી હોસ્પિટલ કે છે કંઇ તેમને રોજ નાહવાનું કે ધોવાનું ? છતાંય કેવાં રૂપાળાં દેખાય છે ! એમને છે કશો સંગ્રહ કરવાનું ? એ બધાં તો ભગવાનનાં આશ્રિત છે. જ્યારે આ મનુષ્ય એકલા જ નિરાશ્રિત છે, બધાય. પછી તે સાધુ હોય, સંન્યાસી હોય કે ગમે તે હો. જેને ક્યારેય પણ એમ થાય કે “મારું શું થશે? એ બધાં નિરાશ્રિત ! ભગવાન પર આશરો ના રાખે ને સંગ્રહ કરે એ બધાં નિરાશ્રિત અને તેથી તો ચિંતા-ઉપાધિ છે.
બધા જીવોમાં માણસ જાત એકલી જ એવી છે કે અહંકારનો ઉપયોગ કરવામાં આવે છે અને તેથી જ આ જગત ગૂંચાયેલું છે. સહજભાવ હોત બધા જાનવરોની પેઠે, દેવોની પેઠે, તો તો આ મોક્ષ તરફ ચાલ્યા જ કરે. પણ અહંકારનો ઉપયોગ કરેને, પછી તિર્યંચગતિ થાય. ગધેડા, કૂતરા કોણ થાય ? નહીં તો ગધેડાવાળા માટી શેનાથી ઉપાડે ? એટલે ગધેડાં, કૂતરાં, ગાયો, બધાં જગતની સેવા કર્યા કરે છે પછી.
પહેલા તો પ્રકૃતિ જેમ દોરે તેમ દોરાતા. પણ તેમાંય જો ફોરેનર્સની પેઠ સહજ રહે તોય સારું રહે. પણ ડખોડખલ કર્યા વગર રહે નહીં ને ! અહંકાર કરે પાછો. અહંકાર એ તો ઘોર અજ્ઞાનતા છે.
ડિસ્ચાર્જ થતો અહંકાર. છતાં અહંકાર તો ઉપયોગી જ છે. અહંકાર વગર ચાલે નહીંને ગાડું. મૂળ અહંકાર ઊડી ગયો. જેનાથી સંસાર ઊભો થતો'તો એ અહંકાર ઊડી ગયો.