________________
[૬] અંતઃકરણમાં ડખલ કોની ?
સહજતા
ઇમોશનલ થયો એટલે બગડ્યું.
સાહજિકતે કામ થાય સરળ પ્રશ્નકર્તા : બૈરાં તો ૫૦ માણસની રસોઈ કરે, ૧૦ માણસોની રસોઈ કરવી હોય તો બધા પુરુષો (રસોઈયા) કરે છે.
દાદાશ્રી : એ બધા તો સાહજિક થઈ ગયેલા. સાહજિક થયેલો તે એક્સપર્ટ થાય.
પ્રશ્નકર્તા : એ તો અમારું કામ નહીં, એટલે બગડે છે ને, દાદા. અમે અમારા ધંધાના ફિલ્ડમાં એક્સપર્ટ હોઈએ. ચંદુભાઈને કોઈ ફિલ્ડમાં એક્સપર્ટ તો બનાવો પડે ને ?
દાદાશ્રી : આપણે શું બનાવવો છે ? એ થઈને જ આવ્યો છે.
પ્રશ્નકર્તા : તો પછી કયા ફિલ્ડમાં એક્સપર્ટ છે એ જાણવું તો પડશે ને ? જે ફિલ્ડમાં એક્સપર્ટ હોય, એ જાણીને એને કામે લગાડવો પડશે ને ?
દાદાશ્રી : આપણે લગાડવાનો નહીં, એની મેળે બધું જ ચાલ્યા કરશે. ફિલ્ડ-બિલ્ડ બધું છે, તમે લાવેલા લોટને ફરી દળવાની જરૂર નહીં. આ મહીં આટલું મોટું સાયન્સ ચાલે છે ! એક જ દા'ડો જો જરા મહીં બાઈલ્સ કે બધું ઓછું પડે તો ખલાસ થઈ જાય. આ અંદર બહુ જબરજસ્ત ચાલે છે, સંભાળનારા. આ તો બહાર તો તમે નિમિત્ત માત્ર છો. તમારામાં ગાંડપણ ઉત્પન્ન થાય છે. આ હું છું, હું કરું છું. અરે, હું કશું કરતો નથી. તમારા હાથમાં એ બાઈલ્સને રેડવાનું કહ્યું હોત ને તો તમે વધારે રેડત. શું કરત? કાલે સારું પચે. ભજીયાં ખાઈશું ને જલેબી-લાડવા ખઈશું. મહીં વધારે રેડે. દસ દા'ડા પછી બિલકુલ ખવાય નહીં એવું થઈ જાય. કારણ કે ક્વોટા એનો વધારે વાપરી નાખો. કુદરતે જે ક્વોટા નક્કી કર્યો છે તે બરોબર છે.
સૂઝથી આવે નિકલ સહજ પ્રશ્નકર્તા અમારે બુદ્ધિ ભેદ પાડી આપે છે કે આ સારું ને આ ખોટું ?
દાદાશ્રી : એ બુદ્ધિના ભેદ પાડેલા કામમાં જ નહીં લાગે. જાગૃતિના ભેદ પાડેલા કામ લાગશે.
પ્રશ્નકર્તા: એ ના સમજાયું.
દાદાશ્રી : બુદ્ધિ તો ઇમોશનલ કરાવે. તેના ભેદ પાડેલા આપણને શું કામ લાગે ? જ્ઞાન જ ઇટસેલ્ફ (સ્વયં) ભેદ પાડે છે કે આ ના હોય ને આ ખરું, એ સૂઝ જ પાડ્યા કરે. આગળ આગળ સુઝ પાડ્યા કરે છે. અને મનનાં ડિસ્ચાર્જમાં કશું આદરવા યોગ્ય છે જ નહીં. જે આદરવા યોગ્ય છે એ એની મેળે સહજ થઈ જાય છે. જ્ઞાનજાગૃતિ, જે સૂઝ છે તે બધું જુદું જ પાડી દે છે.
બુદ્ધિ કે પ્રજ્ઞા, ડિમાર્કેશત શું ? પ્રશ્નકર્તા: આ પ્રજ્ઞાએ કામ કર્યું કે બુદ્ધિએ કામ કર્યું, એ કઈ રીતે ખબર પડે ? બુદ્ધિ અને પ્રજ્ઞાની વ્યાખ્યા શી ? કંઈક વાત થાય તો બુદ્ધિ દોડાવી, બુદ્ધિ ઊભી થઈ કહે છે, તો બુદ્ધિ શું ?
દાદાશ્રી : અજંપો કરે તે બુદ્ધિ. પ્રજ્ઞામાં અજંપો ના હોય. આપણને સહેજ પણ અજંપો થાય તો જાણવું કે બુદ્ધિનું ચલણ છે. તમારે બુદ્ધિ નથી વાપરવી તોય વપરાય જ છે. એ જ તમને જંપીને બેસવા નથી દેતી, એ તમને ‘ઈમોશનલ' કરાવડાવે. એ બુદ્ધિને આપણે કહેવું કે ‘હે બુદ્ધિબેન ! તમે તમારે પિયર જાવ. અમારે હવે તમારી જોડે કંઈ લેવાદેવા નથી.' સૂર્યનું અજવાળું થાય, પછી મીણબત્તીની જરૂર ખરી ? એટલે આત્માનો પ્રકાશ થયા પછી બુદ્ધિના પ્રકાશની જરૂર રહેતી નથી.
અંતઃકરણ, એ પાછલા પરિણામ પ્રશ્નકર્તા : મન-બુદ્ધિ-ચિત્ત-અહંકાર પર આપણો પ્રભાવ પડવો જોઈએને ?
દાદાશ્રી : મશીનરી પર કોઈ દહાડોય પ્રભાવ પડતો નથી, એટલે મનબુદ્ધિચિત્ત-અહંકાર પર પ્રભાવ પડે જ નહીં. એ તો અંતઃકરણ ખાલી થઈ જાય એટલે એની મેળે બધું ઠેકાણે આવી જાય.