________________
[૬] અંતઃકરણમાં ડખલ કોની ?
સહજતા
માણસ સારી રીતે આપે છે.
દાદાશ્રી : એ પ્રેક્ટિકલ થયેલા છે. બીજા લોકોનું કામ નહીં. બીજા લોકો તો ઇમોશનલ થઈ જાય. પ્રેક્ટિકલ થયેલા જડ થઈ ગયેલા હોય.
જ્ઞાતા-દ્રષ્ટા ત્યાં સહજતા પ્રશ્નકર્તા અમારે વ્યવહારમાં સફળ થવા માટે કઈ દિશામાં જવાનું ?
દાદાશ્રી : તમારે છે તો અહીં આગળ ઇમોશનલ થાય નહીં એવી દિશામાં જવાનું. પેલા તો ઇમોશનલથીય આગળ જડ થયેલા. એમને ઇમોશનલ ના હોય.
પ્રશ્નકર્તા: હા પણ જીતે છે તે એવાં લોકો વ્યવહારમાં. એ સફળ થવા માટે જડ થવાનું ?
દાદાશ્રી : એ નફફટ થઈ ગયા. પ્રશ્નકર્તા : એટલે અમારે સફળ થવા માટે નફફટ થવાનું?
દાદાશ્રી : ના, તમારે નફફટ થવાનું તો પછી નીચે જશો. તમારે તો જ્ઞાતા-દ્રષ્ટા થવાનું છે.
પ્રશ્નકર્તા : એટલે અમે ઇમોશનલપણું છોડી દઈએ એમ ?
દાદાશ્રી : છોડી દેવાનું નહીં. એમ કશું છૂટે નહીં. જ્ઞાતા-દ્રષ્ટા રહ્યા એટલે બધું છૂટી જવાનું. છોડ્યું છૂટે નહીં. જ્ઞાતા-દ્રષ્ટા થઈએને તો છૂટી જાય. એક જ દા'ડો, રવિવારને દા'ડે, એક દા'ડો શુદ્ધાત્માની ખુરશી ઉપર બેસી જોઈએ, બધું સરસ ચાલશે ! જ્ઞાતા-દ્રષ્ટા રહેવાનું ફક્ત. ચંદુભાઈ શું કરે છે એ જોયા કરવાનું.
પ્રશ્નકર્તા : હવે ચંદુભાઈ ખોટું કરે કે સાચું કરે એ જોવાનું ?
દાદાશ્રી : ખોટું કરે કે ના કરે, એ ખોટું કે ખરું હોતું જ નથી. હવે ખોટું-ખરું સમાજને આધીન છે. ભગવાનને ત્યાં ખોટું-ખરું નથી. નફો-ખોટેય
નથી ભગવાનને ત્યાં.
પ્રશ્નકર્તા: તો અમારે સમાજ અને વ્યવહારના આધીન એવો જે ભાવ છે, અમારા જીવનનો વ્યવહાર ભાગ, તે કેવો રાખવો ?
દાદાશ્રી : વ્યવહાર લોકો વખાણે, આદર્શ કહે એવો રાખવો. ‘ભઈ, આ ચંદુભાઈની વાત કરશો નહીં, બહુ સારા માણસ છે” કહેશે. આ તો પોતાના ઘરમાં સારા નહીં દેખાતાં. મૂઆ, પાડોશી સારા ના કહે એનો વાંધો નહીં પણ ઘરમાંય સારા દેખાતા નથી.
પ્રશ્નકર્તા: પણ એનો ઉપાય શો ? દાદાશ્રી : આ કહ્યું તે જ, જ્ઞાતા-દ્રષ્ટા રહો.
પ્રશ્નકર્તા : અમે જ્ઞાતા-દ્રષ્ટા તો રહીએ પણ ચંદુભાઈથી કામ ઊલટાં થતાં હોય, સુલટાં થતાં હોય અને પરિણામ બધા ખોાં આવતાં હોય તો આપણે એ સાચવવા શું કરવાનું ?
દાદાશ્રી : કશું સુધારી શકતો નથી. બગાડશો ઊલટાનું. બગડેલું એંસી ટકા છે તે નેવું ટકા કરશો.
પ્રશ્નકર્તા ઃ ચંદુભાઈનું સુપરવિઝન કરવાનું અને ગાઈડન્સ આપવાનું, કશું કરવાનું નથી ?
દાદાશ્રી : સુપરવિઝન એટલે ખાલી જોવાનું અને જાણવાનું. ગાઈન્ડસબાઈન્ડસ કશું આપવાનું નહીં.
પ્રશ્નકર્તા : સુધારવાનું કે કોઈ કર્તાપદ લેવાનું નથી, સુધારવાનો કોઈ અવકાશ જ નથી ?
દાદાશ્રી : સુધરે જ નહીં. સુધારવા જાય તો પોતે બગડે છે, ઊલટો. આ પુરુષોને એક દિવસ રસોડું સોંપોને, બધું જ બગાડી નાખે. કઢી-શાક બગાડે, પછી દાળ બગાડે, મરચું, મીઠું, શાકેય બગાડે, બધું બગાડી નાખે. કારણ કે મનમાં અક્કલવાળો, તે આમ વધુ પડશે, આમ થશે, તેમ થશે.