________________
[૫] ત્રિકરણ આમ, થાય સહજ
૬૩
સહજતા
દાદાશ્રી : એ જ અજાયબી છે ને ! અને લગભગ પચ્ચીસ હજાર માણસ અભેદતા રાખે છે !
આપણા મહાત્માઓમાં મન અમને વશ વર્તે છે કે જેને ચોવીસેય કલાક દાદા સિવાય બીજું કંઈ નહીં. અને હું કહું એટલું જ કર્યા કરે. સ્ત્રીઓ અને પુરુષ, બધાયનાં. એમાં સ્ત્રીઓના વધારે રહ્યા કરે. સ્ત્રીઓ તો સાહજિક છે. સાહજિક એટલે જો સહજ થયા હોય તો જ વશ વર્ત, નહીં તો વશ વર્ત નહીં
ને
!
પ્રશ્નકર્તા: સ્ત્રીઓને બધા ડખા નહીં ને ? સમર્પણથી સ્ત્રીઓને વહેલું પહોંચી જવાય ને ?
દાદાશ્રી : પણ સ્ત્રીઓને જ મન વશ કરવું સહેલું નથી. પુરુષને તો સહેલું છે, સ્ત્રીઓને બહુ અઘરું છે. કારણ કે એ મન વશ કરે એવા હોય ત્યાં જ એ બેસી શકે, નહીં તો બેસી ના શકે.
પ્રશ્નકર્તા : આપને આ બધી ખબર પડે ?
દાદાશ્રી : બધી જ ખબર પડે ને કે આ માણસનું સંપૂર્ણ મન વશ વર્તે છે. સંપૂર્ણ મન વશ વર્ત એટલે શું કે આપણે જે કહીએ, તે આપણા કહ્યા પ્રમાણે એનું મન એડજસ્ટ જ થઈ જાય !
સાહજિક વાણી, માલિકી વગરની પ્રશ્નકર્તા : સાહજિક વાણી એટલે શું ?
દાદાશ્રી : જેમાં કિચિત્માત્ર અહંકાર નથી તે. આ વાણીનો હું એક સેકન્ડ પણ માલિક થતો નથી એટલે અમારી વાણી એ સાહજિક વાણી છે.
પ્રશ્નકર્તા : અમારી વાણીમાં તો સાહજિકતા નથી. એને છૂટી મૂકી દઈએ છીએ તો મારામારી કરે છે અને બ્રેક મારીએ છીએ તો અંદર તોફાન થાય છે.
દાદાશ્રી : તમારે કશું કરવાનું નહીં. છૂટી મૂકવાની નહીં કે બ્રેક મારવાનું
નહીં. એ તો ખરાબ બોલાય ત્યારે આપણે ‘ચંદુભાઈને એમ કહેવું કે, ‘ચંદુભાઈ, આવું ના શોભે. તમે અતિક્રમણ કેમ કર્યું ? પ્રતિક્રમણ કરો.'
આપણે” તો છૂટા જ રહેવાનું. કર્તા ‘ચંદુભાઈ છે અને ‘તમે” જ્ઞાતા-દ્રષ્ટા છો, બેનો વ્યવહાર જ જુદો છે.
પ્રશ્નકર્તા : જ્ઞાતા-દ્રષ્ટા રહેવાથી ‘ચંદુભાઈ’નું કામ બરાબર એક્ઝક્ટ થાય ?
દાદાશ્રી : બહુ સુંદર, એક્ઝક્ટલી આવી જાય છે. પ્રશ્નકર્તા: કંઈ પ્રયત્ન કર્યા વગર એકઝેક્ટલી આવી જાય ?
દાદાશ્રી : પ્રયત્ન કરવાથી જ બગડે છે. ‘ચંદુભાઈ” બધો પ્રયત્ન કરશે. આ હું ટેપરેકર્ડ શાથી કહું છું ? એ સાહજિક વસ્તુ છે. એમાં હું હાથ ઘાલતો નથી. એટલે પછી ભૂલ વગરની નીકળે છે. આવી કેટલીય ‘ટેપો’ ભરાઈ છે અને તમારે એક ‘ટેપ’ ભરવાની હોય તો ઊંધું-ચતું કરી લાવો. કારણ કે સાહજિકપણું છે નહીં. સાહજિકપણું આવવું જોઈએ ને ?
સાહજિકપણા માટે પોતે જ્ઞાતા-દ્રષ્ટા રહે તો સાહજિકપણું આવે. જે કર્તા છે, એને કર્તા રહેવા દો અને જ્ઞાતા છે, અને જ્ઞાતા થવા દો. ‘જેમ છે એમ” થવા દો, તો રાગે પડી જાય. આ જ્ઞાનનું સરવૈયું જ એ છે.
બંને પોતપોતાની ફરજો બજાવે છે. આત્મા આત્માની ફરજ બજાવે અને ‘ચંદુભાઈ’ ‘ચંદુભાઈની ફરજ બજાવે. જ્ઞાતા-શેયનો સંબંધ રહેવો જોઈએ. દેહ કઈ બાજુ રહે છે, દેહના શા શા ચેનચાળા છે, એ દેખાવું જોઈએ. વાણી કઠોર નીકળે છે કે સુંવાળી નીકળે છે, એ પણ તમને દેખાવું જોઈએ. પણ તેય રેકર્ડ છે, એ દેખાવું જોઈએ. કઠોર બોલવું કે મધુરી વાણી બોલવી, એ બધાં વાણીનાં ધર્મો છે અને આ પાંચ ઇન્દ્રિયોનાં ધર્મ, આ બધા ધર્મને જાણ્યા કરવું. એ જ કામ કરવા માટે આ મનુષ્ય અવતાર છે. એ બધા ધર્મો શું કરી રહ્યા છે, અને જાણ્યા કરવું. બીજી બાબતમાં પડવા જેવું નથી.
અને ત્યારે જ મનની સહજતા, વાણીની સહજતા, શરીરની સહજતા