________________
[૫] ત્રિકરણ આમ, થાય સહજ
આવે ને ! એ એનું ફળ છે. દેહાધ્યાસ છૂટતા છૂટતા સહજતા આવે. સહજતા આવે ત્યારે પૂર્ણાહુતિ કહેવાય. કારણ કે આત્મા તો સહજ જ છે અને આની દેહની સહજતા આવી ગઈ.
સંસાર, તે અહંકારતી ડખલ
દેહ સહજ એટલે સ્વભાવિક એમાં આપણી ડખલ ના હોય. અહંકારની ડખલ ના હોય, એ સહજ દેહ કહેવાય. આ અમારો દેહ સહજ થયેલો કહેવાય
એટલે આત્મા સહજ જ હોય. અહંકારની ડખલ સમજ્યા તમે ? અહંકાર ઊડે
એટલે બધું ગયું. આ સંસાર બધોય ઈગોઈઝમને લઈને છે. બધો ઈગોઈઝમનો જ આધાર છે. બીજું કશું જ નડતું નથી, આ ઈગોઈઝમ નડે છે. ‘હું’, ‘હું’ ! જેટલો સહજ તેટલી સમાધિ
પ્રશ્નકર્તા : એ તો આપે દેહ સહજનો પ્રકાર કહ્યો, પણ એ સહજ ક્યારે થાય ?
દાદાશ્રી : સહજ તો આપણને આ જ્ઞાન જે આપ્યું છેને, તે જ્ઞાનમાં પરિણામ પામીને આ બધા કર્મો ઓછા થઇ જાય, એટલે પોતે સહજ થતો જાય. સહજ થઇ રહ્યો છે અત્યારે, પણ અંશે થઇ રહ્યો છે. તે અંશે અંશે સહજ થતો થતો સંપૂર્ણ સહજ થઇ જાય. અત્યારે સહજ ભણી જ જઇ રહ્યો છે. દેહાધ્યાસ તૂટે એટલે સહજ ભણી જતો જાય. એટલે અત્યારે સહજ જ થઇ રહ્યો છે. જેટલા અંશે સહજ થાય એટલા અંશે સમાધિ ઉત્પન્ન થાય.
૬૫
દેહને કોઇ કંઇ પણ કરે તો આપણને રાગ-દ્વેષ ન થાય. આ અમારો દેહ સહજ કહેવાય છે. તમારે અનુભવમાં જોઇ લેવાનું. અમને રાગ-દ્વેષ થતા નથી, માટે અમારો દેહ સહજ છે. માટે સહજ કોને કહેવાય, સમજી લેવાનું. સહજ એટલે સ્વભાવિક. કુદરતી રીતે સ્વભાવિક. એમાં વિભાવિક દશા નહીં, ‘પોતે હું છું’ એવું ભાન નહીં.
સાળી નું શું
પ્રશ્નકર્તા : દેહાધ્યાસ ક્યારે જાય ?
૬૬
સહજતા
દાદાશ્રી : ગજવું કાપી લે ને તમને અસર ના કરે તો દેહાધ્યાસ ગયો. દેહને કોઈ કંઈ પણ સળી કરે ને જો પોતે સ્વીકારે તો તે દેહાધ્યાસ છે. ‘મને કેમ કર્યું ?” તો તે દેહાધ્યાસ. જ્ઞાનીઓની ભાષામાં દેહ સહજ થાય એટલે દેહાધ્યાસ ગયો.
પ્રશ્નકર્તા : જ્ઞાન પછી એ સાહિજકતા કેવી હોય એ સમજાવો ને ! દાદાશ્રી : ઉદય આવેલો એટલું જ કરે. પોતાપણું ના રાખે.
લોકોનું તો હજુ પોતાપણું કેવું છે ? પ્રકૃતિનું રક્ષણ કરવાની તો વાત છે જ, પણ ઊલટું ‘એટેક' હઉ કરે છે, સામા ઉપર પ્રહાર હઉ કરે છે. એટલે આ મોટું પોતાપણું કાઢવાનું છે ને ! પ્રકૃતિનું રક્ષણ કરવું એ પોતાપણું. આપણા મહાત્માઓ કરતા હશે ખરા ? તેથી જ સહજ થતું નથી, બળ્યું. આ તો જરાક અપમાન કરે તે પહેલાં રક્ષણ કરે, જરાક બીજું કંઈ કરે ત્યાં રક્ષણ કરે. એ બધું સહજપણું થવા જ ના દે ને !
અપમાન કરતારો ઉપકારી
મૂળ વસ્તુ પામ્યા પછી હવે અહંકારનો રસ ખેંચી લેવાનો છે. કોઈ રસ્તે ચાલતા કહે, ‘અરે, તમે અક્કલ વગરના છો, સીધા ચાલો.' એ વખતે અહંકાર ઊભો થાય, રીસ ચઢે. એમાં રિસાવાનું ક્યાં રહ્યું ? આપણને હવે રીસ ચઢવા જેવું રહેતું જ નથી. અહંકારનો જે રસ છે તે ખેંચી લેવાનો
છે.
બધાંને અપમાન ના ગમે, પણ અમે કહીએ છીએ કે એ તો બહુ હેલ્પીંગ છે. માન-અપમાન એ તો અહંકારનો મીઠો-કડવો રસ છે. અપમાન કરે તે તો તમારો કડવો રસ ખેંચવા આવ્યો કહેવાય. ‘તમે અક્કલ વગરના છો’ એમ કહ્યું એટલે એ રસ સામાએ ખેંચી લીધો. જેટલો રસ ખેંચાયો એટલો અહંકાર તૂટ્યો અને એ પણ વગર મહેનતે બીજાએ ખેંચી આપ્યો. અહંકાર તો રસવાળો છે. જ્યારે અજાણતાં કોઈ કાઢે ત્યારે લ્હાય બળે. એટલે જાણીને સહેજે અહંકાર કપાવા દેવો. સામો સહેજે રસ ખેંચી આપતો હોય એના જેવું તો વળી બીજું શું ? સામાએ કેટલી બધી હેલ્પ કરી કહેવાય !