________________
[૫] ત્રિકરણ આમ, થાય સહજ
સહજતા
જોનારાએ (જોવાનો) પુરુષાર્થ કરવાનો છે. પેલું તો થયા જ કરે છે. ફિલ્મ તો ચાલુ જ છે. એમાં તમારે કશું કરવું ના પડે. એ એની મેળે સહજ ચાલ્યા કરે
જેમ જેમ વિચારોને શેય બનાવશો તેમ તેમ જ્ઞાતાપદ મજબૂત થશે. તમે વિચારોને શેય તરીકે જુઓ એ શુદ્ધાત્માનું વિટામીન છે. વિચાર જ ના આવે એ શું જુએ ? પછી એને વિટામીન શી રીતે મળે ?
મતવશ થાય, જ્ઞાતથી
જ્યાં સુધી હું ચંદુલાલ છું’ એ જ્ઞાન, એ ભાન છે ત્યાં સુધી મન જોડે લેવાદેવા છે. ત્યાં સુધી મન જોડે તન્મયાકાર થાય. હવે આપણે શુદ્ધાત્મા થયા એટલે મન જોડે લેવાદેવા જ ના રહી. જ્ઞાતા-દ્રષ્ટાપદ થયું એટલે મન વશ થઈ ગયું કહેવાય.
પ્રશ્નકર્તા: મન વશ થયા પછી જ્ઞાતા-દ્રષ્ટાપદ સ્વાભાવિક વસ્તુ થઈ જાય ?
તમારું માપી જોવું.
પ્રશ્નકર્તા ઃ એનો ટેસ્ટ એ છે કે અમારું મન અમને વશ વર્તે, તો બીજાનું મન અમને વશ વર્તે ?
દાદાશ્રી : હા, બીજા કેટલાનાં મન તમને વશ વર્તે છે, કેટલે અંશે વશ વર્તે છે, તે બધું તમારે માપી જોવું.
મતવશ વર્તતી નિશાની પ્રશ્નકર્તા : આ સામાનું મનવશ વર્તે તે વિશે જરા વિસ્તરણથી દાખલા સાથે કહો ને, તો બધા એક્ઝટલી (જેમ છે તેમ) સમજશે.
દાદાશ્રી : એવી જગ્યાએ તમે ગયા હોય, કે ત્યાં દશ માણસો પીએચ.ડી. હોય, દશ માણસો ગ્રેજ્યુએટ થયેલાં, દશ માણસો મેટ્રિક થયેલાં, દશ માણસો ગુજરાતી જ ભણેલાં, દશ માણસો બિલકુલ ભણેલાં જ નહીં, દશ નાના છોકરાઓ દોઢ-બે વર્ષનાં, દશ ઘરડાં ડોસા સાંઠ-પાંસઠ વર્ષનાં, એ બધાં ભેગા થઈને જાય તો ત્યાં ધર્મ છે. એટલે જ્યાં આગળ નાનાં બાળકોય બેસી રહે, સ્ત્રીઓ બેસી રહે, પૈડી ડોશીઓ બેસે, પૈણેલા બેસી રહે, ત્યાં ધર્મ છે. કારણ કે સામાનું મન વશ કરે એવા હોય ત્યાં જ એ બેસી શકે, નહીં તો બેસી ના શકે. સામાનું મન વશ તો પોતાનું મન વશ થયેલું હોય તો જ કરી શકે. જે સ્વતંત્ર ચાલે છે, મન જેને સંપૂર્ણ વશ છે ત્યાં કામ થાય !
મન વશ થાય તો તમે બધું જ કરી શકો. લોક તમારા કહેવા પ્રમાણે ચાલે અને નહીં તો તમે શીખવાડવા જાવ તો કોઈ અક્ષરેય નહીં શીખે ને ઊંધો ચાલશે. આ કળિયુગની હવા એવી છે કે ઊંધું ચાલવાનું. કોઈ ઊંધું ચાલ્યો હોય તે, એ ઊંધું-ચતું બોલે તોય અમે સાથ ના છોડીએ.
સર્વેતા મત વશ વર્તે, જ્ઞાતીને પ્રશ્નકર્તા : દાદા, આટલાં બધાં માણસોને દાદા જોડે અભેદતા રહે, એ કેવી રીતે થતું હશે ?
દાદાશ્રી : મન વશ જ થઈ ગયેલું છે. આપણને, હવે પ્રેક્ટિસ કરવાની જરૂર. મારી પાસે વાત સાંભળને, તેમ તેમ મજબૂત થતું થાય, અમારા વચનબળથી. અમારું વચનબળ કામ કર્યા કરે.
પ્રશ્નકર્તા : તે હજુ અમારું મન વશ રહેતું નથી, તો મન વશ કરવા માટેનો પુરુષાર્થ કયો હોય છે ?
દાદાશ્રી : એ જ્ઞાનથી વશ વર્તે. અમારું જે જ્ઞાન આપ્યું છે, એ મનને વશ જ કરનારું છે. એનાથી પછી તમને લોકોનાં મન વશ વર્ત.
પ્રશ્નકર્તા : નહીં દાદા, પહેલું અમને અમારું મન વશ વર્તવા દો.
દાદાશ્રી : તમને પહેલું તમારું મન વશ વર્તશે ને તમને તમારું મન વશ વન્યું એટલે બીજા લોકોનાં મન પણ તમને વશ વર્ત. જેટલાં બીજાનાં મન વશ તમને વર્યાં, એટલે તમને તમારું મન વશ વર્યું. બહારના પરથી પછી