________________
[૫] ત્રિકરણ આમ, થાય સહજ
નાખે. વિચાર્યા વગર જાય ને, તો પદ્ધતિસર બોલાય. આત્માની અનંત શક્તિઓ છે. આવું ત્યાં આગળ પાળ બાંધવાની જરૂર જ ના હોય.
૫૯
અને માનો કે તમને વકીલે કહ્યું, તમારે કોર્ટમાં જવાનું છે, સાક્ષી રાખવા માટે. જુઓ, સાંભળો છો કે આમ બોલવાનું, આમ બોલવાનું. ત્યાર પછી તમે ઘૂંટ ઘૂંટ કરો કે આવું કહ્યું, આવું કહ્યું, આવું બોલવાનું કહ્યું, અને પછી ત્યાં જઈને બોલો તો જુદી જાતનું બોલશો. એ સહજભાવ પર છોડી દો. સહજની એટલી બધી શક્તિ છે ! આ બધું અમારું સહજનું તમે જુઓ છો ને, છે કે
નહીં ? તમે જવાબ માંગો તે ઘડીએ અમે જવાબ આપીએ કે ના આપીએ ? હાજરજવાબ હોય. નહીં તો તમારું કશું કામ થાય નહીં.
ભેદ, સમજણ અને વિચારણાતો
વિચારવાથી, જે જે કંઇ વિચારીને કર્મ કરવામાં આવે એ બધું અજ્ઞાન ઊભું થાય અને નિર્વિચારથી જ્ઞાન થાય. એ સહજ હોય ! વિચારેલું એ જ્ઞાન ગણાય નહીં. વિચાર એટલે એ બધું મડદાલ જ્ઞાન કહેવાય અને આ સહજ એ વિજ્ઞાન કહેવાય. એ ચેતન હોય, કાર્યકારી હોય અને પેલું વિચારેલું બધું અજ્ઞાન કહેવાય, જ્ઞાન કહેવાય નહીં. એ ક્રિયાકારી ના હોય, પરિણામ ના પામે. પછી કહે કે હું જાણું છું પણ થતું નથી, હું જાણું છું પણ થતું નથી. એની મેળે ગાયા કરે. એવું કંઇ સાંભળેલું તમે કોઇ માણસ બોલતો હોય એવું ?
પ્રશ્નકર્તા : ઘણાંય બોલતા હોય છે.
દાદાશ્રી : બધાય આ બોલે, આ જ બોલે છે. જાણેલું અવશ્ય થવું જ જોઇએ અને ના થાય તો જાણવું કે એણે જાણ્યું જ નથી. અને વિચારેલું જ્ઞાન એ જ્ઞાન ના કહેવાય. એ તો જડ જ્ઞાન કહેવાય. જડ વિચારોથી જે ઉત્પન્ન થાય એ તો જડ છે. વિચારો જ જડ છે.
પ્રશ્નકર્તા : જ્ઞાન આ સહજ રીતે જે આવતું હશે કે સહજ રીતે થતું હશે એનું શું કારણ ?
દાદાશ્રી : એને બધું આગળ છે તે બીજા ભવોનો બધો માલ ભરેલોને,
૬૦
સહજતા
તે બધો સમજી સમજીને ભરેલો. તે સહજ રીતે ઉત્પન્ન થાય. સમજીને-જાણીને મહીં ભરેલો માલ. વિચારે કરીને જાણેલું એ કામ લાગે નહીં. સમજીને ભરેલું હોય તો કામ લાગે.
પ્રશ્નકર્તા ઃ તે આ સમજીને ભરેલું હોય તો એ સહજમાં આવી જાય.
દાદાશ્રી : સહજમાં આવે તો જ એ વિજ્ઞાન કહેવાય, નહીં તો વિજ્ઞાન જ ના કહેવાય.
તિરાલંબ થયે, પ્રજ્ઞા પૂર્ણ ક્રિયાકારી
પ્રશ્નકર્તા : વિચાર કરનારો વિચાર કરતો હોય ત્યારે જોનારો કોણ
હોય ?
દાદાશ્રી : જોનારો આત્મા છે. ખરેખર તો આપણી જે પ્રજ્ઞાશક્તિ છે ને, તે જ બધું જોનારી. એ જ આત્મા છે. પણ તે આત્મા જાતે જોતો નથી, પોતાની શક્તિ છે તે કામ કરે છે. તે જુએ એટલે થઈ ગયું. તમે જ્ઞાતા-દ્રષ્ટા થયા. એટલે એ તો પ્રજ્ઞા છે, મૂળ આત્માનો ભાગ, એનાથી બધું જોઈ શકાય. તમારામાં પ્રજ્ઞા ઉત્પન્ન થયેલી છે. પણ હજુ નિરાલંબ જ્યાં સુધી ના થાય ત્યાં સુધી પ્રજ્ઞા ફૂલ કામ કરે નહીં. તમારે હજુ તો ગાંઠોમાં જ ફરતું હોય ને ! આ તો ગ્રંથિઓ છેદાઈ જાય ત્યારે કામ આગળ ચાલે.
પ્રશ્નકર્તા : ત્યારે શું વિચાર કરનારો આત્મા નથી ?
દાદાશ્રી : મૂળ આત્માએ વિચાર કર્યો જ નથી. કોઈ દહાડોય આત્માએ વિચાર કર્યો જ નથી. એ વ્યવહાર આત્માની વાત છે. એવું છે, વ્યવહાર આત્માને નિશ્ચય આત્માથી જોયા કરવો. વ્યવહાર આત્મા શું કરી રહ્યો છે એ જોયા કરવાનું.
પ્રશ્નકર્તા : એક સાથે બે ક્રિયા થઈ શકે ?
દાદાશ્રી : એક જ ક્રિયા થઈ શકે. પેલી તો ક્રિયા એની મેળે સહજ થયા જ કરે છે. આપણે જોયા કરવાનો પુરુષાર્થ કરવાનો છે. આ બીજું તો થયા જ કરે છે. એમાં ના જુઓ તો તમારું જોવાનું જતું રહે. એટલે (આપણે)