________________
[૪] આજ્ઞાનો પુરુષાર્થ બનાવે સહજ
૫૦
સહજતા
દાદાશ્રી : ફરી જાય પણ તે મન ફરી જાય, આપણે શું કરવા ફરી જઈએ ? આપણે તો એના એ જ ને !
આજ્ઞા પાળવામાં ડખલ કોતી ? પ્રશ્નકર્તા : આજ્ઞા માટે કેમ સહજ નથી થઈ જતું ? દાદાશ્રી : એ તો પોતાની કચાશ છે. પ્રશ્નકર્તા : શું કચાશ છે ? દાદાશ્રી : કચાશ, એ જાગૃતિની, ઉપયોગ દેવો પડેને, થોડો ઘણો ?
એક માણસ સૂતાં સૂતાં વિધિ કરતો હતો. તે જાગતાં છે તે પચ્ચીસ મિનિટ થાય, બેઠાં બેઠાં. તે સૂતાં સૂતાં અઢી કલાક થયા એનાં. શાથી ?
પ્રશ્નકર્તા : વચ્ચે ઝોકું ખાઈ જાય.
દાદાશ્રી : ના, પ્રમાદ ઉત્પન્ન થાય ને એટલે પછી ક્યાં સુધી બોલ્યો એ પાછું ભૂલી જાય. પાછું ફરી બોલે. આપણું વિજ્ઞાન એવું સરસ છે. કંઈ ડખલ થાય એવું નથી. થોડુંઘણું રહે છે ?
પ્રશ્નકર્તા : પાંચેય આજ્ઞા એ- એ- ટાઈમ પાળવી એટલું સહેલું નથીને ! પેલું ખેંચી જાય મનને !
દાદાશ્રી : આમાં રસ્તે જતાં જતાં શુદ્ધાત્મા જોતા જાય, એમાં શેની અઘરી ? શું અધરી ? ડૉક્ટરે કહ્યું હોય કે આજે જમણા હાથે જમશો નહીં, આઠ-દસ દહાડા સુધી. તે યાદ રાખવું એટલું જ કામ છે ને ? એટલે જાગૃતિ થોડી રાખવી, એટલું જ કામ છેને? જાગૃતિ ના રહે એટલે પેલો હાથ જતો રહે એ બાજુ. અનાદિનો અવળો અભ્યાસ છે.
આ પાંચ વાક્યો તો બહુ ભારે વાક્યો છે. એ વાક્યો, સમજવાને માટે એ બેઝિક છે પણ બેઝિક બહુ ભારે છે. ધીમે ધીમે સમજાતાં જાય. આમ દેખાય છે હલકાં, છેય સહેલાં પણ તે બીજા અંતરાયો બધા બહુ છે ને ! મનના વિચાર ચાલતા હોય, મહીં ધૂળધાણી ઉડતી હોય, ધુમાડા ઉડતા હોય,
તે એ શી રીતે રિલેટિવ ને રિયલ જુએ ?
પૂર્વકર્મના ધક્ક... પ્રશ્નકર્તા : દાદા, આપની જે પાંચ આજ્ઞાઓ છે, તેનું પાલન જરા કપરું ખરું કે નહીં ?
દાદાશ્રી : અઘરું એટલા જ માટે છે કે આપણને પાછલાં કર્યો છે, તે ગોદા માર માર કરે. પાછલાં કર્મોને લઈને આજે દૂધપાક ખાવા મળ્યો. હવે દૂધપાક વધારે માંગ અને તેને લીધે ડોઝિંગ થયું એટલે આજ્ઞા પળાઈ નહીં. હવે આ અક્રમ છે. ક્રમિક માર્ગમાં શું કરે કે પોતે બધાં કર્મો ખપાવતો ખપાવતો જાય. કમને પોતે ખપાવી, અનુભવી, અને ભોગવી અને પછી આગળ જાય. અને આ કર્મ ખપાવ્યા સિવાયની આ વાત છે. એટલે આપણે એમ કહેવાનું કે ‘ભઈ, આ આજ્ઞામાં રહે, ને ના રહેવાય તો ચાર અવતાર મોડું થશે, એમાં ખોટ શું જવાની છે ?
પ્રશ્નકર્તા : એ આજ્ઞાય પછી કેટલીક વખત સહજ થઈ જાય છે ?
દાદાશ્રી : ધીમે ધીમે બધી સહજ થઈ જાય. જેને પાળવી છે, તેને સહજ થાય છે. એટલે પોતાનું મન જ એવી રીતે વણાઈ જાય છે. જેને પાળવી છે ને નિશ્ચય છે, એને મુશ્કેલી કોઈ છે જ નહીં. આ તો ઊંચામાં ઊંચું, સરસ વિજ્ઞાન છે અને નિરંતર સમાધિ રહે. ગાળો ભાંડે તોય સમાધિ જાય નહીં, ખોટ જાય તોયે સમાધિ જાય નહીં, ઘર બળતું દેખે તોય સમાધિ ના જાય.
પ્રશ્નકર્તા: પ્રજ્ઞાશક્તિનો એટલો વિકાસ થાય છે કે આજ્ઞાઓ મહીં અંદર બધી વણાઈ જાય છે ?
દાદાશ્રી : વણાઈ જાય. પ્રજ્ઞાશક્તિ પકડી જ લે. આ પાંચ આજ્ઞા, આ પાંચ ફન્ડામેન્ટલ સેન્ટેન્સ છે ને, તે આખા વર્લ્ડના બધાં શાસ્ત્રોનો અર્ક જ છે બધો !
આજ્ઞાનું ફ્લાય હીલ આજ્ઞાનું ફલાયવ્હીલ એકસો એક્યાસી સુધી ફર્યું એટલે ગાડું ચાલ્યું.