________________
પર
સહજતા
પ્રશ્નકર્તા : સ્વાભાવિક પુરુષાર્થમાં આવી ગયા, પછી પેલો પુરુષાર્થ કરવાની કંઈ જરૂર ખરી ?
દાદાશ્રી : પછી જરૂર નહીંને ! પેલું તો એની મેળે છૂટી જાય.
પ્રશ્નકર્તા : જ્ઞાની જ્યારે મળે ત્યારે સ્વાભાવિક પુરુષાર્થ જ ઉત્પન્ન થતો હોયને?
દાદાશ્રી : હા, સ્વાભાવિક ઉત્પન્ન થાયને ! પહેલું આજ્ઞારૂપી પુરુષાર્થ, એમાંથી પછી સ્વાભાવિક પુરુષાર્થ ઉત્પન્ન થાય.
આપણી પાંચ આજ્ઞાઓ સહજ થવા માટે આપી છે. આ આજ્ઞાનું પુણ્ય બંધાય. તેનાથી એક અવતાર, બે અવતાર થાય. અમારી આજ્ઞા પાળો એટલે સહજ સમાધિ નિરંતર રહે.
[૪] આજ્ઞાનો પુરુષાર્થ બનાવે સહજ
૫૧ એકસો એંસી સુધી છે તે રકમ જમે કરાવવાની છે. એકસો એક્યાસી થયો એટલે એના પોતાના જોરથી ચાલશે. એ તો આ મોટા ફલાયવ્હીલ હોય છેને, તે આમથી આમ, તે અહીં અડધે સુધી ઊંચું કર્યું પછી એ એની મેળે, એના પોતાના જોરે ફરે, પછી બીજું અડધું. એવું આય બીજું અડધું એની મેળે જ ફરે. આપણે ત્યાં સુધી જોર કરવાનું છે, બસ. પછી તો એની મેળે સહજ થઈ જાય, આખું વ્હીલ ફરવાનું.
ડિગ્રી વધ્યાનો અનુભવ પ્રશ્નકર્તા: આ નેવું ડિગ્રી સુધી પહોંચ્યો કે સો ડિગ્રી સુધી પહોંચ્યો એ કેવી રીતે ખબર પડે ?
દાદાશ્રી : એ તો પોતાને બોજો હલકો લાગે ને પોતાનું સહજ થતું જાય. જેમ જેમ સહજ થતું જાય તેમ રાગે પડતું ગયું. સહજ થતું જાય, સહજ. અને બોજો ઓછો નથી લાગતો ? બોજો ઓછો લાગે અને રાત્રે જ પડી જાય એનું.
આજ્ઞારૂપી પુરુષાર્થ : સ્વાભાવિક પુરુષાર્થ પાંચ આજ્ઞા પાળવી, એનું નામ પુરુષાર્થ અને પાંચ આજ્ઞાના પરિણામે શું થાય છે ? જ્ઞાતા-દ્રા પદમાં રહેવાય છે. અને અમને કોઈ પૂછે કે ખરા પુરુષાર્થનું નામ શું ? ત્યારે અમે કહીએ, જ્ઞાતા-દ્રષ્ટા રહેવું તે. તે આ પાંચ આજ્ઞા, જ્ઞાતા-દ્રષ્ટા જ શીખવાડે છેને ? રિલેટિવ ને રિયલ, એ જોતાં છે તે આ આગળ-પાછળનો જે વિચાર આવતો હોય તો ‘વ્યવસ્થિત કહીને બંધ કર. જોતી વખતે આગળનો વિચાર એને હેરાન કરે, તો આપણે “વ્યવસ્થિત’ કહીએ એટલે બંધ થઈ ગયું. એટલે પાછું જોવાનું ચાલુ રહે આપણું. તે વખતે કોઈ ફાઈલ પજવતી હોય તો સમભાવે નિકાલ કરીને પણ તે ચાલુ રહ્યું આપણું. આમ આજ્ઞા જ્ઞાતા-દ્રષ્ટા પદમાં રાખે છે.
અમારી આજ્ઞામાં રહો એ પુરુષાર્થ. પુરુષ (આત્મા) થયા પછી પુરુષાર્થ બીજો શો ? અને આજ્ઞાથી ફળ આવેલું હોય, એટલે પોતે સહજ સ્વભાવે વગર આજ્ઞાએ રહી શકે, તેય પુરુષાર્થ કહેવાય, મોટો પુરુષાર્થ કહેવાય. આ આજ્ઞાથી પુરુષાર્થ અને પેલો સ્વાભાવિક પુરુષાર્થ !