________________
[૪] આશાનો પુરુષાર્થ બનાવે સહજ
૪૭
સહજતા
એનો કંઈ ગુનો છે નહીં. આપણે બેઠી એટલે આપણો ગુનો, એમનો શું ગુનો ? એ તો સહજ રીતે ઊંધે છે બિચારા. પણ દેહને સહજ ના થવા દીધો ને અસહજ થયો, તેનો આ બધો હિસાબ છે. ભગવાન શું કહે છે, “દેહને સહજ કરો.’ ત્યારે આમણે અસહજ કર્યો.
ગાડીમાં છે તે થાક લાગ્યો હોય તો નીચે ના બેસે. પહેલા નંબરની ફાઈલ શું કહે, ‘બહુ થાકી ગયો છું તોય આ આબરૂદાર માણસ નીચે ના બેસે. બને કે ના બને એવું? હું કહું કે ‘બેસ ને હવે, બેસ.’ ‘આ લોક જોશેને ” પણ લોક તને કોણ ઓળખે છે. આમાં અને ઓળખતા હોય તો શું પણ ? કોઈ આબરૂદાર છે આમાં ? ગાડીમાં કોઈ આબરૂદાર દેખાયો તને ? આબરૂદાર હોય તો આપણી આબરૂ જાય. મેં તો બહુ આબરૂદાર જોયેલા. એટલે મને તો સમજણ પડી ગયેલીને, તે થર્ડ ક્લાસની મુસાફરી કરતો હતો ત્યારે છે તે બેગ હોય તો નીચે મૂકીને એની ઉપર બેસું, બેગ બગડશે તો વાંધો નહીં.
એટલે મારું કહેવાનું આ અસહજ દેહને કરીએ ને પછી કહે છે, હવે મને ભૂખ નથી લાગતી. ભૂખ લાગી હોય તે ઘડીએ ‘થાય છે, ઉતાવળ શું છે? વાતચીત હમણે ચાલવા દો.’ તે દોઢ કલાક નીકળી જાય અને પછી આવું ને આવું કરેને રોજ. પછી કહે, ‘મને હવે ભૂખ બિલકુલ મરી ગઈ છે.’ ત્યારે મૂઆ, શી રીતે જીવતી રહે છે ? તે પ્રયોગ જ એ કર્યા છે ને ! અલ્યા, ભૂખ લાગે ત્યાર પછી બે કલાકે ખાય, એ ત્યારે પત્તાં રમવા બેઠો હોય. કેટલાક મોજશોખમાં રહી જાયને, “થાય છે, થાય છે.” તે બે કલાક પછી ભૂખ મરી જાય પછી ખાય. એટલે આવી રીતે બધું અસહજ થઈ ગયું છે.
અરે, એક માણસ તો મેં જોયો હતો, આજથી ત્રીસેક વર્ષ ઉપર. તે ચા મંગાવી સ્ટેશન પર અને પેલાએ કપમાં ચા એના હાથમાં આપી. ત્યારે ગાડી ઊપડવાની થઈ. હવે એના મનમાં એમ થયું કે આ ચાના પૈસા નકામા જશે, એણે મોઢેથી રેડી દીધી મહીં એ, તે દઝાઈ મર્યો. તે તો મેં જાતે જોયું હતું. હા, આખો કપ જ રેડી દીધો મહીં ચાનો. પહેલી રકાબી પી લીધી અને પછી પોણા ભાગનો કપ રહ્યોને અને ગાડી ઊપડવાની થઈ એટલે પેલો દુકાનવાળો કહે, એય, પી લો, પી લો.’ તો આણે પી લીધી. પી લીધા પછી જે લહાય
બળી, બહુ મુશ્કેલીમાં મૂકાયો હતો બિચારો. આપણા લોક તો હોશિયાર લોકો, બહુ પૈસા નકામા ન જવા દેને ! એક પૈસોય નકામો ના જવા દે.
એટલે સમજણ પાડી તે કહે છે, “ઓહોહો ! આવી ચીજો બહુ કરી છે.' ત્યારે મેં કહ્યું, ‘તું આવ. હું તને ટૂંકું સમજાવું, એના પરથી સમજી જાને !” સમભાવે નિકાલ નથી કર્યો ફાઈલ નંબર એક જોડે. તે આ ફાઈલને પાછી સહજ કરવાની છે, સમભાવે નિકાલ કરીને.
ચાલવું ધ્યેય પ્રમાણે, મત પ્રમાણે નહીં પ્રશ્નકર્તા : નિશ્ચય કર્યો હોય કે દાદાની પાસે રહીને કામ કાઢી લેવું છે, પાંચ આજ્ઞામાં રહેવું છે અને છતાં એમાં કાચા પડી જવાય, એને માટે શું કરવું જોઈએ ?
દાદાશ્રી : લે ! શું કરવું જોઈએ એટલે ? મન કહે કે “આમ કરો” તો આપણે જાણીએ કે આ આપણા ધ્યેયની બહાર છે, ઊલટું. દાદાજીની કૃપા ઓછી થઈ જશે. એટલે મનને કહીએ કે ‘નહીં, આ આમ કરવાનું ધ્યેય પ્રમાણે.” દાદાજીની કૃપા શી રીતે ઊતરે, એ જાણ્યા પછી આપણે આપણી ગોઠવણી હોવી જોઈએ.
એટલે મનના કહ્યા પ્રમાણે ચાલવાથી આ બધી ભાંજગડ થાય છે. ઘણા વખતથી બોલ્યો છું આને. આ જ સમજ પાડ પાડ કરું છું. એટલે પછી મનના કહ્યા પ્રમાણે નહીં ચાલવાનું. આપણા ધ્યેય પ્રમાણે જ જવું જોઈએ. નહીં તો એ તો કયે ગામ જવું, તેને બદલે કયે ગામ લઈ જશે ! ધ્યેય પ્રમાણે ચાલવું, એનું નામ જ પુરુષાર્થ ને ! એ તો મનના કહ્યા પ્રમાણે તો આ અંગ્રેજો-અંગ્રેજો બધા ચાલે જ છે ને ! આ બધા ફોરેનરોનું મન કેવું હોય ? લાઈનસરનું હોય અને આપણું ડખાવાનું મન હોય. કંઈનું કંઈ ઊંધું હોય. એટલે આપણે તો આપણા મનના પોતે સ્વામી થવું પડે. આપણું મન, આપણા કહ્યા પ્રમાણે ચાલે એવું હોવું જોઈએ.
પ્રશ્નકર્તા: આ વાત નીકળેને એટલે પંદર-વીસ દિવસ એ પ્રમાણે ચાલે. પાછું કંઈક એવું બની જાયને, તો પાછું ફરી જાય.