SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ [૪] આશાનો પુરુષાર્થ બનાવે સહજ ૪૫ સહજતા શું નિકાલ કરવાનો ?” પણ આ લોકોને ખ્યાલમાં જ નથી કે શું નિકાલ કરવાનો છે ! બધા પાર વગરના નિકાલ કરવાના છે. તે મેં એને સમજણ પાડી. ત્યારે એય કહે છે, “આય વાત બહુ વિચારવા જેવી થઈ આ તો.’ બહાર ભાષણો ચાલતાં હોય ને બધાં, વડાપ્રધાન ને એમનાં. તે ઘડીએ ઘૂંકવાનો થયો હોયને, તે થેંકે નહીં. સભામાં બેઠો હોયને, પેશાબ કરવા જવું હોય તો બે-દોઢ કલાક સુધી જાય નહીં. બને કે ના બને એવું ? સંડાસ જવાનું હોય તોય હમણે કલાક પછી હવે. નહીં તો સભામાં ઊઠે તો આબરૂ જાયને? સંડાસ જવાનું હોય તો આંતરે ખરો કલાકેક ? પ્રશ્નકર્તા : હા, તોય આંતરે. એને ના ચાલે ત્યારે જાય. દાદાશ્રી : પણ આ જે બધું કર્યુંને, સહજ જે સ્વભાવ હતો દેહનો, તે સહજ સ્વભાવ તૂટી ગયો. આને સહજ રહેવા દીધો જ નથી. એટલે બધી બહુ બાબતમાં એવું કર્યું છે. એટલે પહેલા નંબરની ફાઈલને બહુ નુકસાન કરેલું હોય. આ શરીરને સહજ નથી રહેવા દીધું, તે જ છે તે આ તમારી પહેલા નંબરની ફાઈલનો સમભાવે નિકાલ કરવાનો છે. અસહજ થઈ ગયો છે બધી વૃત્તિઓ દબાય બાય કરીને થાકી ગયો હોય તોય ચાલ ચાલ કરે. કોઈ હોટલમાં ખાવા બેઠો હોય, પહેલા નંબરની ફાઈલ ધરાઈ ગઈ હોય ને પેલો સારો સ્વાદિષ્ટ ખોરાક હોય તો ઠોક ટોક કરે, એ નુકસાન કરે. પહેલા નંબરની ફાઈલને તો બહુ હેરાન કરે આપણા લોકો. સારું પુસ્તક હોય તો વાંચ વાંચ કર્યા કરે, ટાઈમ થયો હોય ઊંઘવાનો તોય. થોડો ઈન્ટરેસ્ટ પડ્યો છે ! પ્રશ્નકર્તા: પણ દાદા, આ પહેલા નંબરની ફાઈલ આવી હશે એવી કલ્પના જ ક્યાંથી આવે ? દાદાશ્રી : હા, ‘હું જ છું” બધું. પ્રશ્નકર્તા: હા. એ તો આપની પાસે આવ્યા અને આપે એવો કંઈક જાદુમંતર કર્યો ત્યારે ખબર પડી કે હવે અમારી આ ફાઈલ છે. નહીં તો અમેય એ જ હતા. દાદાશ્રી : “હું જ છું’ ત્યારે તું ચોટલી શું કરવા બાંધે છે ? ત્યારે કહે, ‘મારે પરીક્ષા ચાલે છે હમણે. અલ્યા ‘તું છું’ એટલે કરને, વાંચને ? ત્યારે કહે, ના, ઊંધી જવાય છે.” ત્યારે તે તું નહીં ? ત્યારે એ એને પછી ભેદ સમજાતો નથી. નાટક જોવા જવું હોય તો પહેલા નંબરની ફાઈલને ઊંઘવું હોય તો ઊંઘવા ના દે અને નાટક જોવા જાય. ત્રણ વાગ્યા સુધી નાટક જુએ અને નાટકમાં એકાદ ઝોકુંય આમ આવી જાય. ત્યારે કો'ક કહેશે, ‘ભઈ, નાટક જુઓને, અમથા આમ શું કરવા કરો છો ?” પાછો જાગે. પાછો ના હોય તો કશું આંખોમાં ચોપડીને બેસે. પણ આની પાસે ગમે તેમ કરીને મારી-ઠોકીને કામ લીધું. આ ફાઈલને ઊંઘમાં ઓસ્ટ્રક્ટશનો (અવરોધો) કર્યાં. શેમાં ? નાટક જોવા તે ઊંઘમાં ઓસ્ટ્રક્ટશન કરે. સમભાવે તિકાલથી થાય સહજ આ અનિયમિત થઈ ગયું. અનિયમિત એટલે અસહજ થાય. અસહજ થાય એટલે આત્માને અસહજ કરે. જેનો દેહ સહજ, તેનો આત્મા સહજ. એટલે પહેલા ફાઈલ નંબર વનને જ સહજ કરવાની. જાગરણ કરે કે ના કરે ? પુણ્યશાળી છો, તમારા હિસાબમાં નાટકો-બાટકો છે નહીં. અમારા ભાગમાં તો બહુ નાટકો હતાં. પહેલા નંબરની ફાઈલની છે કોઈ ભૂલ ? પહેલા નંબરની ફાઈલ જોવા જેવી ખરી કે નહીં ? પ્રશ્નકર્તા: પહેલા નંબરની જ ફાઈલને જોવા જેવી ખરી, દાદા. દાદાશ્રી : અહીંથી મુંબઈ જાય ગાડીમાં તો ઊંઘને ઓસ્ટ્રક્ટશન કરે કે ના કરે આપણા લોક ? ઊંઘવામાંય છે તે ગાડીમાં બેઠો મુંબઈ જવા હારુ, તે આખી રાતનો ઉજાગરો. શરીર તો આમ આમ હલાહલ કરે. કો'કની ઉપર પડે આમ, જોડે હોયને ! તે આપણને થાય કે ‘આ આવડા મોટા માણસ થઈ, કોન્ટ્રાક્ટર જેવા તમે આ મારી ઉપર પડ્યા !' આપણા કોટને પાછો એ તેલવાળો કરે. હવે એમને શું કહીએ ? કહેવાયેય શું આપણાથી ? કારણ કે
SR No.008871
Book TitleSahajta
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherMahavideh Foundation
Publication Year2010
Total Pages95
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size66 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy