________________
(૬) રહે ફૂલ, જાય કાંટા
૧૩૯
પ્રશ્નકર્તા : જાગૃતિ જ નથી રહેતી તે વખતે.
દાદાશ્રી : તે એનું પ્રતિક્રમણ કરી લેવું કે આ જાગૃતિ ના રહી, તે બદલ પ્રતિક્રમણ કરું છું. દાદા ભગવાન ક્ષમા કરજો.
પ્રશ્નકર્તા ઃ પ્રતિક્રમણ કરવાનું બહુ મોડું યાદ આવે કે આ માણસનું પ્રતિક્રમણ કરવાનું હતું.
દાદાશ્રી : પણ યાદ આવે ખરું ને ? સત્સંગમાં વધારે બેસવાની જરૂર છે. બધું પૂછી લેવું પડે ઝીણવટથી. આ તો વિજ્ઞાન છે. બધું પૂછી લેવાની જરૂર.
તમારી ઇચ્છા ખરીને પ્રતિક્રમણ કરવાની છતાંય નથી થતું? પ્રશ્નકર્તા : હા, ઇચ્છા તો ખરી જ ને !
દાદાશ્રી : હા. અરે ! પ્રેક્ટિસ પડી નથી. તે એ પ્રેક્ટિસ પહેલી પાડવી પડે. પહેલાં બે-ત્રણ-ચાર દા'ડા પ્રેક્ટિસ આપણે પાડવી પડે. આપણને ડૉક્ટરે કહ્યું હોય કે આજે જમણા હાથે જમશો નહીં તોય જમતી વખતે જમણો હાથ મહીં પેસી જાય.
પ્રશ્નકર્તા : સતત તમારો ખ્યાલ હોય તો પ્રયત્ન નથી કરવો પડતો. સહજાસહજ થઈ જાય છે.
દાદાશ્રી : હા. આ બધું સહજાસહજ થઈ જાય એવું છે. આમાં કશું કરવું નથી પડતું. એટલે તમને હું કરી આપીશ.
પ્રશ્નકર્તા : હજુ પ્રતિક્રમણ કરું છુંને, આનંદ થાય છે, ગમે છે. પણ જોઈએ એવા દોષો દેખાવા જોઈએને ? એ થતું નથી.
દાદાશ્રી : એ હવે દેખાશે. હજુ વાર લાગશે. એ તો પાતળું થશે ત્યારે દેખાશે. હજુ તો જાડું ચાલે છે બધું. પણ આ પ્રતિક્રમણ કરવાથી પાતળું થશે તારું.
દોષ દેખાવા સહેલી વસ્તુ નથી. પાછા એકદમ અમે તો ઉઘાડ
પ્રતિક્રમણ
કરી આપીએ, પણ એની દૃષ્ટિ હોય કે મારે જોવા છે તો દેખાયા કરે. એટલે પોતે જમવાની થાળીમાં હાથ તો ઊંચો કરવો પડેને ? એમને એમ કંઈ જમવાનું મારા મોઢામાં જાઓ, એમ કંઈ ચાલે ? પ્રયત્ન તો હોવા જ જોઈએ ને ?
૧૪૩
માણસનો દોષ થવો સ્વભાવિક છે. એનાથી વિમુક્ત થવાનો રસ્તો કર્યો ? એકલા ‘જ્ઞાનીપુરુષ’ જ એ દેખાડે, ‘પ્રતિક્રમણ’. સામો સાવ અજાણ ત્યારે
પ્રશ્નકર્તા : કોઈ વાર એવું બને ખરું કે આપણને ભૂલ લાગતી હોય છતાં સામા માણસને ધ્યાનમાં પણ ના હોય, એવું બને ખરું ?
દાદાશ્રી : હા. એ તો મને બધાની ભૂલ લાગતી હોય, પણ એમને ખબર જ ના હોય.
પ્રશ્નકર્તા : એમ નહીં. પણ મને લાગે કે, મેં તમારી ભૂલ કરી. પણ આપને થયું જ ના હોય કે, એણે મારી ભૂલ કરી છે તો હું જે પસ્તાવો કરું એનું શું થાય ?
દાદાશ્રી : હા. તો તમે પસ્તાવો કરો કે મેં ભૂલ કરી, તો તમે છૂટી ગયા. પેલાને સમજણ હોય કે ના હોય, એમાં આપણે શું ? પ્રશ્નકર્તા ઃ મને થયું કે, મેં ભૂલ કરી છે ?
દાદાશ્રી : હા. એની પોસ્ટ ઑફિસ બંધ હોય, તેમાં આપણે શું? આપણી પોસ્ટ ઑફિસ ચાલુ છેને ! આપણે અવળો સિક્કો માર્યો. આ અવળો વાગ્યો, તો સવળો મારી દેવાનો.
પ્રશ્નકર્તા : અથવા તો એવી બુદ્ધિ જ હશે, કે થોડે થોડે દિવસે કંઈક ભૂલ શોધીને ડખો કર્યા કરે છે ?
દાદાશ્રી : એ શું ડખો કરે ?
પ્રશ્નકર્તા : કે આ તારી ભૂલ થઈ ગઈ, આવું તારે નહોતું કરવું.