________________
(૬) રહે ફૂલ, જાય કાંટા
૧૩૭
૧૩૮
પ્રતિક્રમણ
છૂટે નહીં એકદમ. એ તો આ પ્રતિક્રમણથી છૂટે પછી. જ્યાં દોષ દેખાયા ત્યાં પ્રતિક્રમણ કરો. શૂટ ઑન સાઈટ !
નિશ્ચય કરવો એ શું છે ? પ્રશ્નકર્તા : હજુ પ્રતિક્રમણ થવાં જોઈએ એ થતાં નથી. દાદાશ્રી : એ તો જે કરવું હોય ને, એનો નિશ્ચય કરવો પડે.
પ્રશ્નકર્તા : નિશ્ચય કરવો એટલે એમાં કરવાનો અહંકાર આવ્યોને પાછો ? એ શું વસ્તુ છે ? એ સમજાવો.
દાદાશ્રી : કહેવા માટે છે, કહેવા માત્ર છે.
પ્રશ્નકર્તા : ઘણા લોકો મહાત્માઓમાં એમ સમજે છે કે, આપણે કંઈ કરવાનું જ નહીં, નિશ્ચયે નહીં કરવાનો.
દાદાશ્રી : ના, મને પૂછે તો હું એને કહ્યું કે, એ અહંકાર વગર નિશ્ચય શી રીતે થઈ શકે ? એ નિશ્ચય એટલે શું કે ડિસાઈડડપૂર્વક કરવું. ડિસાઈડડ એટલે શું ? આ નહીં ને ‘આ’ બસ. આમ નહીં ને આમ હોવું જોઈએ.
એવું આપણે રોંગ બિલિફ તો ના કહેવાયને ? પણ આવી રીતે શબ્દથી બોલવું પડે તો વાત પહોંચે. નહીં તો પહોંચે જ નહીંને ! પણ આ પહોંચે.
પ્રતિક્રમણ મોડેથી થાય ? પ્રશ્નકર્તા : મહીં ઉત્પાત થયો હોય, ત્યારે ‘શૂટ ઑન સાઈટ’ એનો નિકાલ કરતાં ના આવડે પણ સાંજે દસ-બાર કલાક પછી એમ વિચાર આવે કે આ બધું ખોટું થયું તો એનો નિકાલ થઈ જાય ખરું? મોડેથી થાય તો ?
દાદાશ્રી : હા. મોડેથી થાય તો એનું પ્રતિક્રમણ કરવું જોઈએ. ખોટું થયા પછી પ્રતિક્રમણ કરવું કે આ મારી ભૂલ થઈ હવે ફરી નહીં
કરું. હે દાદા ભગવાન ! મારી ભૂલ થઈ. હવે ફરી નહીં કરું.
પ્રશ્નકર્તા : સ્વરૂપજ્ઞાન લીધા પછી કંઈ કર્મો થાય. દા.ત. કોઈ વખત અતિક્રમણ કોઈની જોડ થઈ જાય. તો તરત જ આલોચનાપ્રતિક્રમણ-પ્રત્યાખ્યાન થતું નથી.
દાદાશ્રી : શા કારણથી થતું નથી ? પ્રશ્નકર્તા : તરત ના થઈ જાય.
દાદાશ્રી : તરત ના થાય તો બે કલાક પછી કરો. અરે, રાત્રે કરો, રાત્રે યાદ કરીને કરો. રાત્રે યાદ કરીને ના થાય, કે આજે કોની જોડે અથડામણમાં આવ્યા ? એવું રાત્રે ના થાય ? અરે, અઠવાડિયે કરો. અઠવાડિયે બધા ભેગા કરો. અઠવાડિયામાં જેટલાં અતિક્રમણ થયાં હોય એ બધાના ભેગા હિસાબ કરો.
પ્રશ્નકર્તા : પણ એ તરત થવું જોઈએ ને ?
દાદાશ્રી : તરત થાય એના જેવી તો વાત જ નહીં. આપણે ત્યાં તો ઘણાંખરાં બધા ‘શૂટ ઑન સાઈટ’ જ કરે છે. દેખો ત્યાંથી ઠાર કરો. દેખો ત્યાંથી ઠાર.
અજાગૃતિનાં પ્રતિક્રમણ પ્રશ્નકર્તા : હું જ્યારે દાદાનું નામ લઉં કે આરતી કરું, તોય મન બીજે ભટક્યા કરે. પછી આરતીમાં કંઈ જુદું જ ગાઉં. પછી લીટીઓ જુદી જ ગવાઈ જાય. પછી વિચાર આવે એમાં તન્મયાકાર થઈ જવાય. પછી થોડીવાર રહીને પછી પાછો આવી જઉં એમાં. - દાદાશ્રી : એવું છેને, તે દહાડે પ્રતિક્રમણ કરવું. વિચાર આવે તો વાંધો નથી, વિચાર આવે ત્યારે આપણે “ચંદુલાલ'ને જોઈ શકતા હોઈએ, કે “ચંદુલાલ'ને વિચારો આવે છે, એ બધું જોઈ શક્તા હોઈએ તો આપણે ને એ બે જુદા જ છે. પણ તે વખતે જરા કચાશ પડી જાય છે.