________________
(૬) રહે ફૂલ, જાય કાંટા
૧૪૧
૧૪૨
પ્રતિક્રમણ
દાદાશ્રી : હંઅ, તો સારું જ કહે છેને ? પણ આવું ચેતવનારો કોણ મળે ?
પ્રશ્નકર્તા : પણ દાદા, કદાચ એ ભૂલ ના થઈ હોય, છતાં.
દાદાશ્રી : ના. ભૂલ ના થઈ હોય એવું નહીં, ભૂલ થઈ હોય તો જ કહે. મહીં ચેતવે છે. એ કોણ ચેતવે આ દુનિયામાં ? કોઈ ચેતવવા ના આવે. આ મહીં જ્ઞાન મૂક્યું છે, એ ચેતવ્યા કરે. નિરંતર ચેતવે !
દ્વેષ ગયો તે જ ખુદા મહીં પ્રતિક્રમણ એની મેળે થયા કરે. લોક કહે છે, એની મેળે જ પ્રતિક્રમણ થઈ જાય છે ? મેં કહ્યું, ‘હા, ત્યારે કેવુંક મેં મશીન મૂક્યું છે ? તે બધું પ્રતિક્રમણ ચાલુ થઈ જાય. તારી દાનત ચોક્કસ હોય ત્યાં સુધી બધું તૈયાર હોય.
પ્રશ્નકર્તા : એ હકીકત છે દાદા, પ્રતિક્રમણ સહેજે થયા કરે. અને બીજું આ વિજ્ઞાન એવું છે કે સહેજેય ઢેષ ના થાય.
દાદાશ્રી : હા, દ્વેષ ના થાય. પ્રશ્નકર્તા : એ એક અજાયબી છે, દાદા !
દાદાશ્રી : એને જ ખુદા કહેવાય, વૈષ ના હોય તેને ખુદા કહેવાય !
એમ ના બોલાય. પ્રશ્નકર્તા : આ ભાઈ કહે છે, મારા જેવાને પ્રતિક્રમણ ના થાય એ શું કહેવાય ?
દાદાશ્રી : એ તો મહીં થતા હોય પણ ખ્યાલ ના આવે. એટલે એક ફેરો બોલ્યા કે, “મને થતાં નથી’ એટલે પેલું બંધ થઈ જાય. પેલું મશીન બંધ થઈ જાય. જેવું ભજે એવી ભક્તિ, એ તો મહીં થયા કરે. અમુક ટાઈમ પછી થાય.
પ્રશ્નકર્તા : આપણાથી કોઈને દુઃખ થાય એ વસ્તુ આપણને ગમે નહીં. બસ એટલું જ રહે. પછીથી આગળ વધે નહીં. પ્રતિક્રમણ જેવું આગળ થાય નહીં.
દાદાશ્રી : એ તો આપણે મહીં જેવું બોલીએ એવું મશીન મૂકેલું છે, તે ચાલે ! જેવું ભજો એવો થઈ જાય. તમે કહો કે “મને આમ થતું નથી' તો એમ થાય. અને કહો, ‘એટલાં બધાં પ્રતિક્રમણ થાય છે કે હું થાકી જાઉં છું.’ તો મહીં પેલું થાકી જાય. એટલે પ્રતિક્રમણ કરનાર કરે છે. તું તારી મેળે હાંક્ય રાખ ને આગળ પાંચસો-પાંચસો પ્રતિક્રમણ થઈ રહ્યાં હોય છે. તું હાંક્ય રાખને કે ‘મારાથી પ્રતિક્રમણ થાય છે.”
આ વિજ્ઞાન સર્વસ્વ દોષને નાશ કરનારું છે, વીતરાગ બનાવનારું છે. આપણે પ્રતિક્રમણ કરવા છે એ નક્કી કરીએ એટલે પ્રતિક્રમણ થઈ જાય. ‘નથી થતાં” બોલીએ તો પછી ઊંધું થાય. નથી થતાં એવું ના બોલવું. થાય જ, કેમ ના થાય ?
દરરોજ રાત્રે પ્રતિક્ષણ તમારે પ્રતિક્રમણ કાઢી નાખવું છે ? શી રીતે બને ? એ તો એ જ મુખ્ય, એ જ ટિકિટ.
પ્રશ્નકર્તા : ઊલટું પ્રતિક્રમણ કેમ વધારે થાય એવું જોઈએ.
દાદાશ્રી : હંઅ ! એ જાગૃતિપૂર્વક થાય. રોજ કરવાનું. આખા દિવસનું પ્રતિક્રમણ કરવાનું આમ ઑન ધી મોમેન્ટ. તરત ને તરત ના થતાં હોય તો આખા દિવસનું સંભારી સંભારીને સાંજે કરવાનાં, આલોચના, પ્રતિક્રમણ ને પ્રત્યાખ્યાન.
આલોચનામાં દાદા ભગવાનને કહેવું કે, આવું આવું થઈ જાય છે. હજુ આવું ના થવું જોઈએ, છતાં થયું છે. તે બદલ હું પશ્ચાત્તાપ કરું છું, હવે ફરી નહીં કરું એવો નિશ્ચય કરું છું.
પ્રશ્નકર્તા : આખા દિવસમાં બન્યું હોય તે અને સવારથી સાંજ