________________
૧૨૬
પ્રતિક્રમણ
(૬) રહે ફૂલ, જાય કાંટા
૧૨૫ પ્રતિક્રમણ ના કરીએ તો આપણી એ ઇચ્છા રહી ગઈ કહેવાય.
પ્રશ્નકર્તા : પણ આપણને તો બધો નિકાલી ભાવને ?
દાદાશ્રી : હા, નિકાલી જ ભાવ છે બધો, બધોય નિકાલી જ છેને, પણ તમારે સ્વભાવમાં રાખવું હોય તો રાખવું, એનો વાંધો નથી.
પ્રશ્નકર્તા : જો એ નિકાલી હોય તો પછી પ્રતિક્રમણ શા માટે ?
દાદાશ્રી : બધું જ નિકાલી છે, એકલું જ નહીં, બધું જ નિકાલી છે. પ્રતિક્રમણ તો અતિક્રમણ કરે એટલું જ છે તે પ્રતિક્રમણ કરવાનું, બીજું નહીં અને ના કરીએ તો આપણો સ્વભાવ કશો ના બદલાય, એવો ને એવો જ રહેને ? તને સમજાયું કે ના સમજાયું ?
નહીં તો વિરોધી તરીકે જાહેર નહીં થાય તો પછી એ મત તમારી પાસે રહેશે. ગુસ્સે થઈ જાવ તો આપણે ગુસ્સાના પક્ષમાં નથી એટલા માટે પ્રતિક્રમણ કરવાનું છે. નહીં તો ગુસ્સાના પક્ષમાં છીએ એવું નક્કી થઈ ગયું. અને પ્રતિક્રમણ કરો તો આપણને ગુસ્સો ગમતો નથી, એમ જાહેર થયું કહેવાય. એટલે એમાંથી આપણે છૂટા થઈ ગયા. મુક્ત થઈ ગયા આપણે, જવાબદારી ઘટી ગઈ. આપણે એના વિરોધી છીએ. એવું જાહેર કરવા માટે કંઈ સાધન તો હોવું જોઈએ ને ? ગુસ્સો આપણામાં રાખવો છે કે કાઢી નાખવો છે ?
પ્રશ્નકર્તા : એ તો કાઢી નાખવો છે.
દાદાશ્રી : જો કાઢી નાખવો હોય તો પ્રતિક્રમણ કરો. તો પછી ગુસ્સાના વિરોધી છીએ અમે ભઈ. નહીં તો ગુસ્સામાં સહમત છીએ, જો પ્રતિક્રમણ ના કરીએ તો.
પ્રશ્નકર્તા: જે થવાનું હતું તે થઈ ગયું. પછી આપણે પ્રતિક્રમણ કરો કે ના કરો, એમાં ફરક જ ના પડે ને ?
દાદાશ્રી : ચાલે એવું છે. પણ હવે આ જો વધારે કરો તો બહુ
ફાયદા થઈ પડે, હોં કે. તમારે ચાલે એવું કરવું છે કે વધારે કરવું છે ?
પ્રશ્નકર્તા : કરવાની વાત નથી, હું તો સાયન્ટિફિકલી (વૈજ્ઞાનિક ઢબથી) પૂછું છું.
દાદાશ્રી : બધું જ નિકાલી છે, પણ અતિક્રમણ થાય ત્યાં આપણે વિચારી લેવું જોઈએ. નહીં તો પછી આપણો સ્વભાવ આપણામાં રહી જાય. આપણે આના સ્વભાવના વિરોધી છીએ. એવું નક્કી તો થવું જ જોઈએ. આપણે એમાં સહમત નથી એ નક્કી હોવું જોઈએ.
પ્રશ્નકર્તા: સહમત નથી એવું નક્કી થઈ ગયું હોય તો પછી એ પ્રતિક્રમણ તો મનમાં જ કરવાનું હોય છે ને ?
દાદાશ્રી : એ તો મનમાં જ. બધું જ મનમાં કરવાનું હોય છે. બીજું કશું કરવાનું નહીં. બોલવા જવાનું નહીં, મોઢે નહીં કરવાનું. આપણે એના વિરોધી છીએ. પ્રતિક્રમણ ના કરીએ પણ ‘આ આપણને ગમતું નથી' એટલું બોલીએ તોય બસ થઈ ગયું. તમે છૂટા થયા એનાથી. એ તમારે પેલી ભાંજગડમાં ન રહેવું.
પ્રશ્નકર્તા : આપણે પ્રતિક્રમણ કરીએ એટલે ક્રમિકમાં થોડા પેઠા ?
દાદાશ્રી : ક્રમિક માર્ગમાં પેઠા એટલા માટે નથી આ. આપણે આ સ્વભાવના વિરોધી છીએ. એવું કંઈ નક્કી ના થાય, ત્યાં સુધી સ્વભાવ આપણી પાસે પડી રહેશે. એવું આ બહુ ઝીણી વાત છે. જો આપને સમજાય તો તમારું કલ્યાણ કરી નાખશે. ગાળ ભાંડી તેનો વાંધો નથી પણ ગાળ ભાંડવાના અને વિરોધી છીએ. એ તો હોવું જ જોઈએ ને આપણે ?
પ્રશ્નકર્તા : આપણે પ્રતિક્રમણ કરીએ, પણ સામો માણસ તો કર્મ જ બાંધે ને ?
દાદાશ્રી : એ તમારે જોવાનું નથી. તમારે મનમાં કહી નાખવાનું તો તમે છૂટા.