________________
(૬) રહે ફૂલ, જાય કાંટા
પ્રશ્નકર્તા : આપણાથી અતિક્રમણ થઈ ગયું, તેનું હું પ્રતિક્રમણ કરું, પણ સામો મને માફ ના કરે તો ?
૧૨૩
દાદાશ્રી : સામાનું જોવાનું નથી. તમને કોઈ માફ કરે કે ના કરે. તે જોવાની જરૂર નથી. તમારામાંથી આ અતિક્રમણ સ્વભાવ ઊડી જવો જોઈએ. અતિક્રમણના વિરોધી છો, એવું થવું જોઈએ.
પ્રશ્નકર્તા : અને સામાને દુ:ખ્યા કરતું હોય તો ?
દાદાશ્રી : સામાનું કશું એ જોવાનું નહીં. તમે અતિક્રમણના વિરોધી છો એવું નક્કી થવું જોઈએ. અતિક્રમણ તમારે કરવાની ઇચ્છા નથી. અત્યારે થઈ ગયું એને માટે પસ્તાવો થાય છે. અને હવે અમને એવું ફરી કરવાની ઇચ્છા નથી.
પ્રશ્નકર્તા : સામાને સોરી કહેવાની હિંમત આવી ગઈ છે, અતિક્રમણ થાય પછી હું પ્રતિક્રમણ કરી લઈશ.
દાદાશ્રી : આ વર્લ્ડમાં કોઈ માણસ જન્મ્યો જ નથી કે એક વાળ પૂરતું કશું કરી શકે.
પ્રશ્નકર્તા : અતિક્રમણ ઈન્ટેન્શનલી (ઈરાદાપૂર્વક) થતું હોય, એકબીજાને કાપી નંખાતું હોય તો કેમ ચાલે ? પછી પ્રતિક્રમણ કરીને છૂટી જવાય ?
દાદાશ્રી : તો બીજું શું કરવું ? આ ભ્રાંતિમાંથી પાછા ફરવાની
બધી પ્રક્રિયા છે. એમાં આપણને મહીં ઊંડા ઉતરવામાં ફાયદો નહીં. આપણે કામ સાથે કામ રાખવું.
આપણે ત્યાં કશું પૂછવા જેવું રાખ્યું જ નથી. આજ્ઞા જ પાળવાની છે, પૂછવું હોય તો કો'ક ફેરો પૂછવું. પણ બહુ ચૂંથાચૂંથ ના કરવી. નહીં તો ખસી જશે મહીં. બુદ્ધિના ચાળે ચઢી જાય પછી. એ બધા બુદ્ધિના ચાળા છે આ ! આ જ્ઞાન એવું છે કે કશો શબ્દ જ પૂછવો ના પડે.
૧૨૪
પ્રતિક્રમણ
ટૂંકું પ્રતિક્ર્મણ
પ્રશ્નકર્તા : હવે બીજી એક વાત પૂછું કે પ્રતિક્રમણ ધારો કે લાંબું કરતાં ના આવડે, એકદમ ઝપાટાબંધ કરતાં ના આવડે, ભૂલ થઈ ગઈ હોય, અંદર તો ખબર પડે કે આ આવું ન બોલવું જોઈએ, તો એ પ્રતિક્રમણ ગણાય ?
દાદાશ્રી : હા. એ પ્રતિક્રમણ છે, એટલું જ હોવું જોઈએ. એ આપણો અત્યારનો અભિપ્રાય છે, એ રીતે ધોઈ નાખવું.
હવે એ પ્રતિક્રમણ એક્ઝેક્ટ (યથાર્થ) ના કહેવાય. પણ એ અભિપ્રાયથી દૂર થયો ને ?
પ્રશ્નકર્તા : તો ખરું શું ? એવું ટૂંકું કરાય ?
દાદાશ્રી : એમાં કશો વાંધો નહીં. પ્રતિક્રમણ ના કરે તો ચાલે ત્યાં આગળ એ પ્રતિક્રમણ જ છે. પણ એવું જો કાયમ માટે બોલીએ તો બધા આવું જ ઠોકાઠોક કરે પછી. એ તો અમુક સંજોગોમાં એવું થઈ જાય તો વાંધો નથી, એ ચાલે. એ પ્રતિક્રમણ જ છે. આમ હોવું ન ઘટે એ પ્રતિક્રમણ જ છે. આપણો અભિપ્રાય ફર્યો ને ! જેમ-તેમ અભિપ્રાય ફેરવવાનો છે.
ત બતશો વિરોધી પ્રતિક્ર્મણતા
પ્રતિક્રમણ તો આપણે એ અભિપ્રાય કાઢી નાખવા માટે કરવાનું છે. આપણે એ મતમાં રહ્યા નથી, એવું કાઢવા માટે કરવાનું છે. અમે આ મતમાં વિરુદ્ધ છીએ, એવું દેખાવા માટે પ્રતિક્રમણ કરવાનું છે. શું સમજાયું તને ?
પ્રશ્નકર્તા : જે અતિક્રમણ થઈ ગયું એના વિરોધી છીએ, એ દેખાવા માટે પ્રતિક્રમણ કરવાનું છે.
દાદાશ્રી : હા, આપણને આ ઇચ્છા નથી, આવું ફરી કરવાની. આપણા સ્વભાવમાંથી આવું કાઢી નાખવા માટે પ્રતિક્રમણ કરવાનું છે.