________________
(૬) રહે ફૂલ, જાય કાંટા
૧૧૯
૧૨૦
પ્રતિક્રમણ
દાદાશ્રી : નહીં, બુદ્ધિથી નહીં. અમે જે જ્ઞાન આપીએ છીએ એ જ્ઞાન-પ્રકાશથી કામ થાય છે. બુદ્ધિ તો ભૂલ દેખવા જ ના દે ને ! બુદ્ધિ વકીલ છે, એટલે કે ભૂલ દેખવા જ ના દે.
પ્રશ્નકર્તા : જ્ઞાન મળ્યા પછી અંતરાત્મા થાય ત્યારે બધા દોષો ઓછા થતા જાય ?
દાદાશ્રી : દોષો દેખાતા જાય ને ઓછા થતા જાય. દેખાતા જાય ને ઓછા થતા જાય. પોતાના દોષ ભણી દૃષ્ટિ વળી જાય એને, જયાં સુધી જીવાત્મા છે, મૂઢાત્મા છે, ત્યાં સુધી પારકાના દોષ જોતાં આવડે. પોતાના દોષ પૂછીએ તો કહેશે, “મારામાં તો બે-ત્રણ દોષ છે, મારામાં નથી, આ આનામાં છે, એ તો બહુ નર્યો દોષનો ટોપલો છે,’ કહેશે !
અજ્ઞાત દશામાં પ્રતિક્રમણ થાય ?
પ્રશ્નકર્તા : આપણે આ પ્રતિક્રમણ જે છે એ ફક્ત મહાત્માઓ માટે જ છે કે જેમણે જ્ઞાન નથી લીધું એમના માટે પણ છે ?
દાદાશ્રી : એવું છેને, કે જ્ઞાન નથી લીધું તેને માટે આ પ્રતિક્રમણ તો છે, તે આમ શબ્દ બીજા બધાને માટે વપરાય. તે આમ શબ્દ જ, પણ બીજા લોકોને પ્રતિક્રમણ રહે શી રીતે ? જાગૃતિ હોય જ નહીંને ! જાગૃતિ વગર રહે શી રીતે ?
એ જાગૃતિ ક્યા કાળમાં હતી ? ઋષભદેવ ભગવાન ગયા પછી બાવીસ તીર્થકરોના વખતમાં બધા શિષ્યો જાગૃત રહેતા હતા. તે નિરંતર શૂટ ઑન સાઈટ’ પ્રતિક્રમણ કરતા'તા.
જ્યારે ત્યારે આપણે જ્ઞાન આપીએ તો જ એની જાગૃતિ હોય, નહીં તો જાગૃતિ હોય નહીં. એ તો ઊઘાડી આંખે ઊંધે છે, એવું શાસ્ત્રકારોએ કહેલું.
- પ્રશ્નકર્તા: જેને જ્ઞાન નથી, તેઓ અમુક પ્રકારના દોષો જ જોઈ શકે ?
દાદાશ્રી : એ બસ. એટલું જ. દોષની માફી માગતાં શીખો એવું ટૂંકમાં કહી દેવું. જે દોષ તમને દેખાય, તે દોષની માફી માંગવાની અને તે દોષ બરાબર છે એવું ના બોલશો ક્યારેય પણ. નહીં તો ડબલ થઈ જશે. ખોટું કર્યા પછી ક્ષમા માંગી લ્યો.
પ્રશ્નકર્તા : જેણે જ્ઞાન લીધું નથી, એને પોતાની ભૂલો દેખાય છે તો એ કેવી રીતે પ્રતિક્રમણ કરે ?
દાદાશ્રી : જ્ઞાન ના લીધું હોય, પણ એવા થોડા જાગૃત માણસો હોય છે, કે જે પ્રતિક્રમણને સમજે છે. એ તે કરે, એટલે બીજા લોકોનું કામ જ નહીં, પણ પ્રતિક્રમણ શબ્દનો અર્થ આપણે એને પશ્ચાત્તાપ કરવાનું કહેવાનું.
શુદ્ધાત્મા પદની પ્રાપ્તિ પછી પ્રતિક્રમણ શાને ?
પ્રશ્નકર્તા : દાદા, હજુ મને પેલું સમજાતું નથી કે એક શુદ્ધાત્માપદ આપી દીધું પછી શાને પ્રતિક્રમણ કરવાનું ? હોય જ નહીંને ?
દાદાશ્રી : ના, પ્રતિક્રમણ કરીએ તોય વાંધો નથી.
પ્રશ્નકર્તા : કરવાનું એવું મને નથી. પણ કઈ રીતે કરવું ? કાં ચંદુલાલ હોઉં કાં હું શુદ્ધાત્મા હોઉં.
દાદાશ્રી : પ્રતિક્રમણ આપણે પોતાને નથી કરવાનાં. આત્માને પ્રતિક્રમણ નથી કરવાનાં. આત્માને કરવાનાં હોય તો તો એ હોય જ નહીં, આ તો ‘ચંદુલાલ'ને આપણે એમ કહેવાનું, પાડોશી તરીકે, કે ભઈ, આવું અતિક્રમણ શું કરો છો ?
પ્રશ્નકર્તા : પણ દાદા, પાડોશમાં આપણે શું કરવા જઈએ ?
દાદાશ્રી : પાડોશી એ આપણી પોતાની પહેલાંની ભૂલોનું પરિણામ છે. એ આપણી ગનેગારી છે.
વાત કરું તને, એ વાત સાંભળ. એક છોકરો આ અમદાવાદ શહેરમાં જરા શોખમાં ચઢી ગયો હોય અને બેએક હજાર રૂપિયા દેવું