________________
(૫) અક્રમ વિજ્ઞાનની રીતિ
૧૦૩
૧૪
પ્રતિક્રમણ
તે ઘડીએ ગજવામાંથી કાઢે. ઘેર ગેસ્ટ આવ્યા હોય તેનેય ના છોડે. અરે, ઘણા ગેસ્ટને તો પાછું જવાનું ભાડું ખલાસ થઈ ગયું હોય, તોય છોકરો એના પૈસા કાઢી નાખે, તો પેલો શું કરે બિચારો ? શી રીતે પાછા માંગે ? અને ઘરમાં કહેવાય નહીં. જ્યાંથી લીધા ત્યાં કારણ કે એવું કહે તો છોકરાને ઘરવાળાં મારે એટલે બીજી જગ્યાએથી ઉછીના લઈને પણ ઘેર ગયેલા. શું થાય ? પેલો છોકરો ખાલી જ કરી નાખેને ! હવે એ છોકરાને આપણે શું શીખવાડીએ ? કે આ ભવમાં તું દાદા ભગવાન પાસે ચોરી ન કરવાની શક્તિ માંગ.
હવે એમાં એને શું લાભ થયો ? કોઈ કહેશે, “આમાં શું શીખવાડ્યું ?” એ તો શક્તિઓ માંગ માંગ કર્યા કરે છે અને પાછો ચોરી તો કરે છે. અરે, છો ને ચોરી કરતો. આ શક્તિઓ માંગ માંગ કરે છે કે નથી કરતો ? હા, શક્તિઓ તો માંગ માંગ કરે છે. તો અમે જાણીએ કે આ દવા શું કામ કરી રહી છે. તમને શું ખબર પડે કે દવા શું કામ કરી રહી છે ?
આ વાત તમને સમજાઈ, શક્તિ માગો એ ?
પ્રશ્નકર્તા : આ તો બહુ વૈજ્ઞાનિક ખુલાસો છે. અભિપ્રાય બદલાયો અને સાચું માગ્યું.
દાદાશ્રી : અને શક્તિ આપો એમ કહે છે. ‘આપો' કહેલું એ તો કંઈ જેવી તેવી વાત છે ? ભગવાન ખુશ થઈને કહે છે, “લે.”
અને બીજું એનો અભિપ્રાય તો બદલાઈ ગયો છે. બાકી એને મારી મારીને, મારી ઠોકીને અભિપ્રાય બદલાય નહીં. એ તો અભિપ્રાય મજબૂત કરી આપે. ચોરી કરવી જ જોઈએ. અલ્યા, મારી ઠોકીને દવા ના થાય આવી, દવા માટે તો દાદા પાસે તેડી જા. ખોળામાં બેસાડીને ડાહ્યો કરી દેશે. દવાના જાણકાર જોઈએ ને !
અભિપ્રાય બદલવો એ કંઈ સહેલી વાત નથી. આવી ગુપ્ત રીતે બદલાય. એમને એમ આપણે કહીએ કે ચોરી નહીં કરવી એ સારું છે. ચોરી કરવી એ ખોટું છે. તો મનમાં સમજી જાય કે આ વગર કામનું કરીએ છીએ ને ના કરવાનું બોલે છે. તે રસ્તે ન ચઢે. અને અમારી આ વૈજ્ઞાનિક શોધખોળ છે બધી.
મોટામાં મોટો અભિપ્રાય પોતાનો બદલાયો, પણ કહે છે, એ અભિપ્રાય તો મારો થઈ ગયો. પણ હવે ભગવાન મને શક્તિ આપો. હવે મને તમારી શક્તિની જ જરૂર. મારો અભિપ્રાય તો બદલાઈ ગયો
પ્રશ્નકર્તા : ખરું એ જાણતા નથી કે દવા શું કામ કરી રહી છે. એટલે માગવાથી લાભ થાય છે કે નહીં એ પણ નથી સમજતા.
દાદાશ્રી : એટલે આનો શો ભાવાર્થ છે ? કે એક તો એ છોકરો માંગે છે કે મને ચોરી ન કરવાની શક્તિ આપો. એટલે એક તો એણે એનો અભિપ્રાય બદલી નાખ્યો. ‘ચોરી કરવી એ ખોટું છે અને ચોરી ન કરવી એ સારું છે.” એવી શક્તિઓ માગે છે માટે ચોરી ન કરવી એ અભિપ્રાય ઉપર આવ્યો. મોટામાં મોટું આ અભિપ્રાય બદલાયો ! અને અભિપ્રાય બદલાયો એટલે ત્યાંથી આ ગુનેગાર થતો અટક્યો.
પછી બીજું શું થયું ? ભગવાન પાસે શક્તિ માગે છે એટલે એની પરમ વિનયતા ઉત્પન્ન થઈ. હે ભગવાન ! શક્તિ આપો. એટલે તરત શક્તિ આપે છે. છટકો જ નહીં ને ! બધાને આપે. માગનાર જોઈએ. તેથી કહું છું ને આ તો તમે માગતાં ભૂલો છો ! આ તમે તો કશું માગતા જ નથી, કોઈ દહાડો નથી માંગતા.
પ્રશ્નકર્તા : અને વધુ તો દેનારો બેઠો છે. એટલે માગવા જેવું
દાદાશ્રી : હા, માગો એ આપવા તૈયાર છું.
એક કલાકમાં મારા જેવો બનાવું એવી મેં આ ગેરન્ટી આપી છે. બધું બોલ્યો છું. એવી ગેરન્ટી નથી આપી ? કેટલાય વર્ષથી આ ગેરન્ટી આપું છું. મારા જેવો એક કલાકમાં બનાવી દઉં. તમારી તૈયારી જોઈએ.”